બજેટમાં GST અંગે મળી મોટી રાહત, જો ટેક્સ ભર્યા વિનાનો માલ પકડાય તો બે વાર ટેક્સ હવે નહી ભરવો પડે

બજેટમાં GST અંગે મળી મોટી રાહત, જો ટેક્સ ભર્યા વિનાનો માલ પકડાય તો બે વાર ટેક્સ હવે નહી ભરવો પડે
Nirmala Sitaraman - Finance Minister of India

બજેટમાં GSTની દ્રષ્ટિએ ઉદ્યોગપતિઓને રાહત મળી છે. માલ પકડાય તેવી સ્થિતિમાં વેપારીઓને હવે બે વાર ટેક્સ ભરવો પડશે નહીં. ડિલિવરી સમયે માત્ર દંડ ચૂકવવાનો રહેશે.

Ankit Modi

| Edited By: Bipin Prajapati

Feb 04, 2021 | 7:43 AM

બજેટમાં GST ની દ્રષ્ટિએ ઉદ્યોગપતિઓને રાહત મળી છે. માલ પકડાય તેવી સ્થિતિમાં વેપારીઓને હવે બે વાર ટેક્સ ભરવો પડશે નહીં. ડિલિવરી સમયે માત્ર દંડ ચૂકવવાનો રહેશે.

હાલમાં જો ગુપ્ત રીતે માલ વેચવાની સ્થિતિમાં માર્ગમાં પકડાઈ જાય છે, તો વેપારી પર ટેક્સ અને દંડ વસૂલવામાં આવે છે. હમણાં સુધી, વેપારી ટેક્સ અને દંડ ભર્યા પછી માલ પરત મેળવે છે. જો કે, વેપારી જ્યારે માલ વેચે ત્યારે ફરીથી તેને ટેક્સ ભરવો પડતો હતો. ઉદ્યોગપતિઓ ઘણા સમયથી આ અંગે રોષ વ્યક્ત કરી રહ્યા હતા કે તેમના માલ પર બે વાર ટેક્સ લાદવો જોઈએ નહીં.

આ માટે વેપારી સંગઠનો અને ટેક્સ સલાહકાર સંસ્થાઓએ જીએસટી કાઉન્સિલને અનેક વખત પત્ર મોકલ્યા હતા. આ પછી પણ આ ટેક્સ હટાવવામાં આવ્યો ન હતો. આને કારણે જીએસટીમાં ઝડપાયેલા માલને છૂટા કરતી વખતે વેરો અને દંડ બંને લેવાઈ રહ્યો હતો. આ રીતે વેપારીઓને ડબલ ટેક્સનો સામનો કરવો પડી રહ્યો છે.

હવે બજેટમાં ઉદ્યોગપતિઓને રાહત આપવામાં આવી છે. હવે ટેક્સની ચોરીનો માલ દંડ લીધા બાદ ઉદ્યોગપતિઓને સોંપવામાં આવશે. આ પછી જ્યારે ઉદ્યોગપતિ તે માલ વેચે છે ત્યારે તેના પર ટેક્સ લાગશે. ઉદ્યોગપતિઓએ આ અંગે ખુશી વ્યક્ત કરી હતી. વેપારીઓના જણાવ્યા મુજબ બજેટમાં ઉદ્યોગપતિઓને આ બહુ મોટી રાહત છે. હવે તેમને ડબલ ટેક્સ ભરવો પડશે નહીં. આ જોતા વેપારીઓએ પણ સકારાત્મક વલણ અપનાવવું જોઈએ.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati