ક્રેડિટકાર્ડ ધારકોને RBI તરફથી મોટી રાહત, બિલની ચુકવણીમાં આપ્યો 3 દિવસનો બફર ટાઈમ, જાણો નવા નિયમ

ક્રેડિટ કાર્ડના વપરાશકર્તાઓ માટે એક મોટા રાહતના સમાચાર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા તરફથી સામે આવ્યા છે. એક નવા નિયમ હેઠળ, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ક્રેડિટ કાર્ડ ધારકોને નિયત તારીખ પછી પણ બીજા 3 દિવસનો બફર ટાઈમ આપવાનો નિર્ણય લીધો છે. આ નવા નિયમને પગલે, બિલની ચૂકવણી કરવામાં જાણ્યે અજાણ્યા કરાતા ટુંકા વિલંબથી, તાત્કાલિક લેટ ફી ચૂકવવી નહીં પડે અથવા ક્રેડિટકાર્ડ ધારકોના ક્રેડિટ સ્કોર પર કોઈ નકારાત્મક અસર નહીં પડે. આ નવા નિયમથી ગ્રાહકોને નાના વિલંબ સાથે સંકળાયેલા નાણાકીય બોજમાંથી ખૂબ મોટી રાહત મળશે.

ક્રેડિટકાર્ડ ધારકોને RBI તરફથી મોટી રાહત, બિલની ચુકવણીમાં આપ્યો 3 દિવસનો બફર ટાઈમ, જાણો નવા નિયમ
| Edited By: | Updated on: May 01, 2026 | 2:11 PM

RBI credit card bill buffer time : જો તમે ક્યારેય તમારા ક્રેડિટ કાર્ડ પરથી કરેલ ખરીદીના બિલની સમયસર ચુકવણી નથી કરી શકતા તો, હવે તમારા માટે સારા સમાચાર છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ એક નવો નિયમ રજૂ કરતા, ક્રેડિટકાર્ડ ધારકોને 3-દિવસનો બફર ટાઈમ આપવામાં આવ્યો છે. આનો અર્થ એ થયો કે જો તમે, બિલ ચુકવવાની નિયત તારીખ પછી પણ 3 દિવસની અંદર બિલની રકમની ચુકવણી કરો છો, તો તમને લેટ ફી નહીં લાગે, આ તો ઠીક તમારા ક્રેડિટ સ્કોર ઉપર પણ તાત્કાલિક પ્રતિકૂળ નહીં અસર પડશે.

લેટ ફીમાંથી રાહત

અત્યાર સુધી, બેંક દ્વારા ક્રેડિટકાર્ડ ધારકોએ ક્રેડિટકાર્ડ પર કરેલ ખરીદીની ચૂકવણી માટેની નિયત તારીખ ચૂકી ગયા પછી લેટ ફી વસૂલતી હતી. જો કે, નવા નિયમ મુજબ:

  • નિયત તારીખ પછી 3 દિવસના સમયગાળા માટે કોઈ લેટ ફી વસૂલવામાં આવશે નહીં.
  • એટલુ જ નહીં, જો તમે આ 3 દિવસની અંદર ચુકવણી પૂર્ણ કરો છો, તો તમને દંડમાંથી પણ મુક્તિ આપવામાં આવશે.

લાભ

બિલની ચૂકવણીમાં જાણ્યે અજાણ્યે થતા 2-ચાર દિવસ જેવા નાના વિલંબની હવે તમારા નાણાકીય બાબતો, ક્રેડિટ સ્કોર પર તાત્કાલિક સીધી અસર નહીં પડે.

  • તમારા ક્રેડિટ સ્કોર પર કોઈ તાત્કાલિક નકારાત્મક અસર નહીં થાય

આ નિયમ લાગુ થયો તે પહેલાં, એક દિવસનો વિલંબ માટે પણ તમારા ક્રેડિટ સ્કોરને નુકસાન થઈ શકતુ હતુ. હવે, જો બિલ ચુકવણીના છેલ્લા દિવસ બાદ પણ વધારાના 3દિવસ કે જે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બફર ટાઈમ તરીકે જાહેર કર્યો છે. તે બફર સમયગાળામાં બિલની ચુકવણી કરવામાં આવે, તો તમારા ક્રેડિટ રિપોર્ટમાં એકાઉન્ટ સ્ટેટસ “ઓવરડ્યુ” તરીકે નોંધવામાં નહીં આવે.

લાભ

  • તમારો CIBIL સ્કોર અકબંધ રહેશે, જેનાથી ભવિષ્યમાં તમારા માટે લોન લેવા માટે સરળતા રહેશે.
  • હવે ફક્ત બાકી રકમ પર જ દંડ લાગુ થશે

RBI એ બીજો એક મહત્વપૂર્ણ ફેરફાર રજૂ કર્યો છે: લેટ ફી હવે સંપૂર્ણ બિલ રકમના આધારે નહીં, પરંતુ ફક્ત બાકી રકમ (વણચુકવેલ બેલેન્સ) પર ગણવામાં આવશે.

લાભ

  • જો તમે ક્રેડિટકાર્ડથી કરેલ ખરીદીના બિલની રકમની આંશિક ચુકવણી કરી હોય, તો વસૂલવામાં આવતો દંડ ઓછો હશે, એટલે કે તમારે વધુ પડતો ચાર્જ ચૂકવવો નહીં પડે.

નોંધવા જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ

વાસ્તવિક નિયત તારીખ યથાવત રહે છે, એટલે કે, તમારા બિલ ચૂકવવા માટેની અંતિમ નિર્ધારિત સમયમર્યાદા બદલાઈ નથી. નિયત તારીખ પસાર થયા પછી તરત જ વ્યાજ શુલ્ક વધવાનું શરૂ થઈ શકે છે.

 

Follow Us