સ્ટીલ ઉદ્યોગ માટે મોટી જાહેરાત, ઘણી પ્રોડક્ટ્સ પર આયાત ડ્યૂટી ઘટી, આસમાની કિંમતથી રાહત

|

May 22, 2022 | 3:38 PM

નાણામંત્રીએ (Finance Minister) કહ્યું કે કાચા માલ પર વિવિધ પ્રકારની કસ્ટમ ડ્યુટીમાં ફેરફારને કારણે સ્ટીલ ઉદ્યોગને (steel industry) કિંમતમાં રાહત મળશે. આ ઉપરાંત દેશમાં પ્લાસ્ટિક ઉદ્યોગને પણ રાહત આપવામાં આવી છે.

સ્ટીલ ઉદ્યોગ માટે મોટી જાહેરાત, ઘણી પ્રોડક્ટ્સ પર આયાત ડ્યૂટી ઘટી, આસમાની કિંમતથી રાહત
ઈમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડાની જાહેરાતથી મેટલ સ્ટોકસમાં ઘટાડો

Follow us on

વધતી જતી મોંઘવારી વચ્ચે સરકારે શનિવારે ઘણા મોટા નિર્ણયો લીધા, જેના કારણે મોંઘવારી (Record inflation) ઘટવાની આશા છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કોકિંગ કોલ અને સ્ટીલ ઉદ્યોગ (Steel Industry) સંબંધિત કાચા માલની આયાત ડ્યૂટીમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ કારણે સ્થાનિક બજારમાં સ્ટીલ ઉત્પાદનોની કિંમતો નીચે આવશે. આ સિવાય આયર્ન અયસ્કની (Iron ore)  નિકાસ પર એક્સપોર્ટ ડ્યુટીમાં 50 ટકાનો વધારો કરવામાં આવ્યો છે, જેનાથી નિકાસમાં ઘટાડો થશે અને સ્થાનિક બજારમાં ઉપલબ્ધતા વધશે. કેટલાક સ્ટીલ ઇન્ટરમીડિયેટ્સની એક્સપોર્ટ ડ્યુટીમાં પણ 15 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આજથી વિવિધ ડ્યુટીમાં ફેરફાર લાગુ થશે.

શનિવારની જાહેરાત અનુસાર, ફેરોનિકલ, કોકિંગ કોલ અને પીસીઆઈ કોલસા પરની આયાત જકાત 2.5 ટકાથી ઘટાડીને શૂન્ય કરવામાં આવી છે. કોક અને સેમી કોક પરની આયાત જકાત 5 ટકાથી ઘટાડીને શૂન્ય કરવામાં આવી છે. આયર્ન અયસ્કની નિકાસ પર ડ્યૂટી 30 ટકાથી વધારીને 50 ટકા કરવામાં આવી છે. આયર્ન પેલેટ પર 45 ટકા નિકાસ ડ્યુટી લાદવામાં આવી છે.

સ્ટીલ ઉત્પાદનોના ભાવમાં રાહત મળશે

નાણામંત્રીએ કહ્યું કે કાચા માલ પર વિવિધ પ્રકારની કસ્ટમ ડ્યુટીમાં ફેરફારને કારણે સ્ટીલ ઉદ્યોગને કિંમતમાં રાહત મળશે. આ ઉપરાંત દેશમાં પ્લાસ્ટિક ઉદ્યોગને પણ રાહત આપવામાં આવી છે. પ્લાસ્ટિક ઉદ્યોગમાં વપરાતા કાચા માલ પરની આયાત ડ્યૂટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે. તેનાથી સ્થાનિક બજારમાં ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આ ઉત્પાદનો પર પણ આયાત ડ્યુટીમાં કપાત

નેપ્થા પરની આયાત ડ્યૂટી 2.5 ટકાથી ઘટાડીને 1 ટકા કરવામાં આવી છે. પ્રોપીલીન ઓક્સાઈડ પરની આયાત જકાત 50 ટકાથી ઘટાડીને 2.5 ટકા કરવામાં આવી છે. પીવીસી પર આયાત ડ્યૂટી 10 ટકાથી ઘટાડીને 7.5 ટકા કરવામાં આવી છે. સીતારમણે કહ્યું કે સરકારે તે તમામ કાચા માલ પર આયાત ડ્યુટી ઘટાડવાનો નિર્ણય કર્યો છે જેના માટે ભારત મોટાભાગે આયાત પર નિર્ભર છે. આનાથી તૈયાર માલની કિંમતમાં ઘટાડો થશે.

પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં ભારે ઘટાડો

ભારતીય અર્થવ્યવસ્થા સામે આસમાની મોંઘવારી એક મોટો પડકાર છે ત્યારે મોંઘવારી પર કાબુ મેળવવો જરૂરી બની ગયો છે. આ જ કારણ છે કે સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરી છે. એક્સાઈઝ ડ્યુટીમાં પેટ્રોલ પર 8 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર 6 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જેના કારણે પેટ્રોલની કિંમતમાં 9.5 રૂપિયા અને ડીઝલની કિંમતમાં 7 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો થશે.

Next Article