શું કેન્દ્ર સરકારે પોલીસકર્મીઓને લોન આપવા પર રોક લગાવી છે? નાણામંત્રીએ સંસદમાં આપી આ અંગે મહત્વની માહિતી 

|

Nov 30, 2021 | 8:42 PM

નાણા પ્રધાન નિર્મલા સીતારમણે મંગળવારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે બેંકોને પોલીસ કર્મચારીઓ જેવા સંવેદનશીલ ગ્રાહકોને લોન ન આપવા માટે સૂચના આપવામાં આવી નથી.

શું કેન્દ્ર સરકારે પોલીસકર્મીઓને લોન આપવા પર રોક લગાવી છે? નાણામંત્રીએ સંસદમાં આપી આ અંગે મહત્વની માહિતી 
Mumbai Police

Follow us on

Police Personnel- પોલીસ અને મીડિયા સેક્ટરમાં (police and media sectors) કામ કરતા લોકોને લોન આપતા પહેલા બેંકો ઘણી વાર ખચકાટ અનુભવે છે. આ મામલે આજે સંસદમાં (Parliament) પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો તો આ અંગે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે (Finance Minister Nirmala Sitharaman) મંગળવારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે કેન્દ્રએ પોલીસ કર્મચારીઓ જેવા સંવેદનશીલ ગ્રાહકોને લોન ન આપવા માટે બેન્કોને કોઈ ચોક્કસ સૂચના આપી નથી. ઉપલા ગૃહમાં પ્રશ્નકાળ દરમિયાન પૂછાયેલા પ્રશ્નોના જવાબમાં નાણામંત્રીએ આ ટિપ્પણી કરી હતી.

 

 

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન સીતારમણે કહ્યું કે બેંકો પાસે અમુક વર્ગના ગ્રાહકોને લોન નહીં આપવા માટેના નિર્દેશન કરતી કોઈ “સત્તાવાર રીતે જાહેર કરેલી નીતિ” નથી. બેંકો કેવાયસી (KYC) અને રેટિંગ જેવા અન્ય રેટિંગના આધારે પસંદગી કરે છે. મને નથી લાગતું કે બેંકોને કોઈ ચોક્કસ સૂચના આપવામાં આવતી હોય. જો કે બેંકો KYC (તમારા ગ્રાહકને જાણો) આધારે એક ચોક્કસ સ્તરની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરે છે.

 

જાણો બેંકો કયા આધારે લોન આપે છે?

નિષ્ણાતો કહે છે કે હોમ અને કાર લોનની શરતો લગભગ સમાન છે. તે જ સમયે પર્સનલ લોનના નિયમો કંઈક અલગ છે. જો સરળ શબ્દોમાં સમજીએ તો જો કોઈ વ્યક્તિ હોમ લોન લેવા માંગે છે તો તેણે બેંકમાં માસિક આવકનો હિસાબ આપવો પડશે.

 

સૌથી પહેલા તમારે બેંકને જણાવવું પડશે કે તમે કેટલી કમાણી કરો છો? આ માટે તમારે તમારી સેલેરી સ્લિપ, ITR અને બેંક સ્ટેટમેન્ટ (Bank statement) આપવું પડશે. આ બધા દસ્તાવેજો (home loan documents) આપ્યા પછી બેંકો તમારી આવકની ગણતરી કરે છે કે તમે દર મહિને કેટલી કમાણી કરી રહ્યાં છો. આમાં તમારી અન્ય સ્ત્રોતની આવક પણ ઉમેરવામાં આવે છે.

 

તમારી ચુકવણીની ક્ષમતા તમારી માસિક આવકના આધારે નક્કી કરવામાં આવે છે અને તે મુજબ તમને લોન આપવાનું નક્કી કરવામાં આવે છે. આ સાથે તમારી હોમ લોનની રકમ નક્કી કરવામાં અન્ય ઘણા પરિબળો પણ કામમાં આવે છે, જેમાં તમારી ઉંમર, નાણાકીય સ્થિતિ, ક્રેડિટ ઈતિહાસ, ક્રેડિટ સ્કોર અને અન્ય નાણાકીય જવાબદારીઓનો સમાવેશ થાય છે.

 

હોમ લોનનું ઉદાહરણ લઈએ…

જો તમે 25-30 વર્ષની વય જૂથમાં છો તો તમારી હોમ લોનની રકમ તે મુજબ વધી શકે છે. તેનું કારણ એ છે કે તમે લાંબા સમય સુધી કામ કરશો અને આવનારા દિવસોમાં તમારો પગાર વધશે. જો તમારી ઉપર અન્ય કોઈ લોન નથી તો તમને લોન આપનારી બેંક તમને વધુ રકમ આપી શકે છે.

 

જો તમે લોન લીધી છે અને તેને સમયસર ચૂકવી દીધી છે અને ડિફોલ્ટ નથી કર્યુું તો તમે સરળ શરતો પર હોમ લોન મેળવી શકો છો. જો તમે પરિણીત છો અને તમારો પાર્ટનર પણ નોકરી કરતો હોય તો પણ બેંકો તમને હોમ લોનના રૂપમાં મોટી રકમ સરળતાથી આપી શકે છે.

 

 

આ પણ વાંચો :  નાણામંત્રી નિર્મલા સીતારમણનું રાજ્યસભામાં નિવેદન – સરકાર ટૂંક સમયમાં રજૂ કરશે ક્રિપ્ટોકરન્સી બિલ

Next Article