સરકારીથી ખાનગી બનાવાયેલી IDBI બેન્કને લઇ આવ્યા મોટા સમાચાર, જાણો વિગતવાર

|

Mar 11, 2021 | 7:17 AM

જો તમારું ખાતું સરકારીથી ખાનગી બનેલી આઈડીબીઆઈ બેંક (IDBI Bank) માં છે તો તમારે આ સમાચાર જરૂર વાંચવા જોઈએ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ બુધવારે લગભગ ચાર વર્ષના ગાળા પછી આઈડીબીઆઈ બેંકને 'પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન' (PCA) ફ્રેમવર્કથી હટાવી દીધી છે.

સરકારીથી ખાનગી બનાવાયેલી IDBI બેન્કને લઇ આવ્યા મોટા સમાચાર, જાણો વિગતવાર
IDBI BANK

Follow us on

જો તમારું ખાતું સરકારીથી ખાનગી બનેલી આઈડીબીઆઈ બેંક (IDBI Bank) માં છે તો તમારે આ સમાચાર જરૂર વાંચવા જોઈએ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ બુધવારે લગભગ ચાર વર્ષના ગાળા પછી આઈડીબીઆઈ બેંકને ‘પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન’ (PCA) ફ્રેમવર્કથી હટાવી દીધી છે. બેંકની આર્થિક સ્થિતિમાં સુધારો થયા પછી RBI એ નિર્ણય લીધો છે. નાણાંકીય પરિસ્થિતિ બગડતી હોવાને કારણે આરબીઆઈ (RBI) એ આઈડીબીઆઈ બેંકને મે 2017 માં PCA માળખામાં મૂકી હતી. માર્ચ 2017 માં બેંકનો NPA 13 ટકાને પર પહોંચ્યો હતો.

આઈડીબીઆઈ બેંકના પ્રદર્શનની સમીક્ષા 18 ફેબ્રુઆરી 2021 ના ​​રોજ મળેલી બેઠકમાં નાણાકીય નિરીક્ષણ બોર્ડ (BFS) દ્વારા કરવામાં આવી હતી. આરબીઆઈએ જણાવ્યું હતું કે નોંધનીય છે કે 31 ડિસેમ્બર 2020 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરના પરિણામો મુજબ બેંકે રેગ્યુલેટરી કેપિટલ, નેટ NPA અને લીવરેજ રેશિયોના PCA ધોરણોનું ઉલ્લંઘન કર્યું નથી.

બેંકે એક નિવેદનમાં લખ્યું છે કે તે સતત આધારે ન્યુનતમ નિયમનકારી મૂડી, ચોખ્ખી એનપીએ અને લીવરેજ રેશિયોના ધોરણોને અનુસરશે. આરબીઆઈએ જણાવ્યું હતું કે, ઉપરોક્ત તમામ બાબતોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે કે આઇડીબીઆઈ બેંક લિમિટેડને કેટલીક શરતો અને સતત દેખરેખને આધિન PCA માળખામાંથી ભાર રાખવામાં આવશે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ત્રીજા ક્વાર્ટરમાં નફામાં આવી બેંક
નાણાકીય વર્ષ 2020-21 ના ​​ડિસેમ્બર ક્વાર્ટરમાં, ભારતીય જીવન વીમા નિગમ (LIC) ની માલિકીની IDBI બેંકનો ચોખ્ખો નફો 378 કરોડ રૂપિયા હતો. વ્યાજની આવકમાં સારા વધારાને કારણે બેંકનો નફો વધ્યો હતો. ગયા વર્ષે સમાન ગાળામાં બેંકને રૂ 5,763 કરોડનું નુકસાન થયું હતું.

ચોખ્ખી વ્યાજની આવક ગત વર્ષના સમાન ગાળામાં 1532 કરોડ રૂપિયા હતી જે 18 ટકા વધીને રૂ 1810 કરોડ થઈ છે. ત્રીજી ક્વાર્ટરમાં બેન્કનો ગ્રોસ NPA રેશિયો 28.72 ટકાથી ઘટીને 23.52 ટકા થયો છે.

 

Next Article