ભારતીય તેલ કંપનીઓ LPG માટે અરબ દેશોની સસ્તી કિંમત છતાં અન્ય વિકલ્પોનો ઉપયોગ કરશે, જાણો શું છે કારણ

|

Oct 17, 2020 | 5:22 PM

લિક્વિડ પેટ્રોલિયમ ગેસની ભારતીય ખરીદાર કંપનીઓ મિડલઈસ્ટ તરફથી આવતા સપ્લાય ઉપર નિર્ભરતા ઘટાડવા આયોજન કરી રહી છે. ગત વર્ષની બે ઘટનાઓથી ભારતીય કંપનીઓ સબક લઈ રહી છે છે અને ભારત વિકલ્પ શોધી રહ્યું છે. ગત વર્ષે સાઉદી અરેબિયાના ફ્યુલ એરિયામાં ડ્રોન હુમલા અને  ચીન-યુએસ વચ્ચેની ટ્રેડ વોરના કારણે ભારતીય સપ્લાય પર અસર પડી હતી. પુરવઠો […]

ભારતીય તેલ કંપનીઓ LPG માટે અરબ દેશોની સસ્તી કિંમત છતાં અન્ય વિકલ્પોનો ઉપયોગ કરશે, જાણો શું છે કારણ

Follow us on

લિક્વિડ પેટ્રોલિયમ ગેસની ભારતીય ખરીદાર કંપનીઓ મિડલઈસ્ટ તરફથી આવતા સપ્લાય ઉપર નિર્ભરતા ઘટાડવા આયોજન કરી રહી છે. ગત વર્ષની બે ઘટનાઓથી ભારતીય કંપનીઓ સબક લઈ રહી છે છે અને ભારત વિકલ્પ શોધી રહ્યું છે. ગત વર્ષે સાઉદી અરેબિયાના ફ્યુલ એરિયામાં ડ્રોન હુમલા અને  ચીન-યુએસ વચ્ચેની ટ્રેડ વોરના કારણે ભારતીય સપ્લાય પર અસર પડી હતી. પુરવઠો અટકી પડતા ભારતીય કંપનીઓએ ઊંચી કિંમતે ફ્યુલ ખરીદવું પડયું હતું. એક પછી એક એમ બે સબક મળતા ભારતીય કંપનીઓ હવે વિકલ્પ શોધી રહી છે. આ મામલાને ગંભીરતાથી લઈ પ્રાથમિકતાના ધોરણે કામ કરવામાં આવી રહ્યું છે.  અખબારી અહેવાલો અનુસાર ભારત પેટ્રોલિયમ કોર્પોરેશનએ તેની એલપીજીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વૈશ્વિક સપ્લાયર્સ પાસેથી વર્ષ 2021 માટે પ્રસ્તાવ માંગ્યા છે.  8 લાખ ટન જથ્થા માટે BID માંગવામાં આવી છે.  આ જથ્થો વાર્ષિક આયાતની આવશ્યકતાના પાંચમા ભાગ જેટલો છે.  ભારતની વાર્ષિક આયાત લગભગ 40 લાખ ટન છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

નવા ટેન્ડરનો હેતુ મિડલ ઈસ્ટ  અને એલપીજીના અન્ય સ્રોતો વચ્ચે સારી કિંમતે સપ્લાય મેળવવા માટે છે.  ભારતના ફ્યુલ રિટેલરો મોટે ભાગે સાઉદી અરેબિયા, કતાર, યુએઈ અને કુવૈત જેવા દેશોમાંથી LPG ખરીદે છે. હાલના સમયમાં કિંમતોમાં સતત વધઘટ થતી રહી છે  જેના કારણે સપ્લાય પ્રભાવિત થાય છે. ગયા વર્ષે સાઉદી અરેબિયાના ફ્યુઅલ વિસ્તારમાં ડ્રોન હુમલો થયો હતો. બીજી તરફ અમેરિકા – ચીન વચ્ચેનો ટ્રેડ વોર ચરમસીમાએ પહોંચી હતી. આ બંને ઘટનાઓથી સપ્લાય પર અસર થઈ હતી. ટ્રેડવોર અને કટોકટી જેવા સમય દરમિયાન ઈંધણની આયાત બંધ થવાથી  ભારતે પર્સિયન ગલ્ફથી એલપીજી લેવા માટે વધારે ભાવ ચૂકવ્યાં હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ભારત માટે કહી શકાય કે દેશ હાલમાં પાણી પહેલા પાળ બાંધવાની ઉક્તિ સાર્થક કરી રહ્યો છે. જો કે મિડલ ઈસ્ટ બીપીસીએલ માટે વધુ સારો વિકલ્પ છે. ભારતથી અરબ દેશો વચ્ચેનું અંતર ખૂબ જ ઓછું હોવાથી શિપિંગ ખર્ચ ઓછો થશે સામે ભારતમાં અમેરિકા અને યુરોપના દેશોમાંથી સપ્લાય ઉપલબ્ધ જરૂર રહેશે પણ ભારતથી  યુરોપ અથવા અમેરિકા વચ્ચે લાંબા અંતરને કારણે શિપિંગ ખર્ચ મોંઘો થશે. જો સંજોગો બગડે તો પરિસ્થિતિ વિપરીત ન બને તે માટે તમામ સ્ત્રોત સંપર્ક હેઠળ હોવા જરૂરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article