ભારતનું અર્થતંત્ર પાટા ઉપર ચડી રહ્યું છે, દેશનું એક્સપોર્ટ 6% વધ્યું તો આયાત 19% ઘટ્યું

ભારતનું અર્થતંત્ર પાટા ઉપર ચડી રહ્યું છે, દેશનું એક્સપોર્ટ 6% વધ્યું તો આયાત 19% ઘટ્યું

દેશની વસ્તુઓના નિકાસમાં 7 મહિનામાં વારંવાર વૃદ્ધિ સામે આવી છે. સરકારી આંકડાઓ અનુસાર સપ્ટેમ્બર મહિનામાં એક્સપોર્ટ પ્રતિ વર્ષ આધાર પર ૫.૯૯ ટકા વધારા સાથે ૨૭.૫૮ અબજ ડોલર રહ્યો છે. રાહત સમાચાર એ સામે આવ્યા છે કે આ સમયગાળામાં આયાત 19.6 ટકા ઘટીને 30.31 અબજ ડોલર થઈ છે.

નિકાસમાં વધારા અને આયાતમાં ઘટાડાના કારણે ટ્રેડ ડેફિસિટ ઘટીને  2.72 અબજ ડોલર પર આવ્યો હતો, જે એક વર્ષ પહેલાં સમાન અવધિમાં 11.67 અબજ ડોલર હતો. સપ્ટેમ્બર 2019 માં ભારતમાં 26.02 અબજ ડોલરની નિકાસ અને 37.69 અબજ ડોલરની આયાત થઈ હતી.

કારોબારી વર્ષના એપ્રિલ-સપ્ટેમ્બરના ૬ માસિક સમયગાળામાં  નિકાસ 21.૩ ટકા ઘટીને ૧૨૫.૩ અબજ ડોલરની થઈ છે. આ સમયનો આયાત 40.1 ટકા ઘટીને 148.7 અબજ ડોલર સુધી પહોંચી ગઈ છે. ૬ માસિક કારોબારમાં નુકશાન  23.4 અબજ ડોલર નોંધાયું છે. સપ્ટેમ્બરમાં સોનાની આયાત 53 ટકા ઘટી છે. સોનાની આયાત ૬૦.૧ કરોડ ડોલર નોંધાઈ છે. આ સમયગાળામાં મશીનો અને ટ્રાંસપોર્ટપોર્ટ ઇક્વિપમેન્ટ્સની આયાતમાં પણ ખુબ મોટો ઘટાડો નોંધાયો છે. આ બાબતો એ સ્પષ્ટ ઈશારો કરે છે કે દેશમાં માંગમાં ખુબ મોટો ઘટાડો આવ્યો છે.

કોરોના વાયરસ મહામારી અને લોકડાઉનના કારણે જૂન ત્રિમાસિક સમયગાળામાં દેશનું જીડીપી ૨૩.૯ ટકા ઘટ્યું હતું . આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષની માહિતી અનુસાર ચાલુવર્ષે દેશની  GDP 10.3 ટકા સુધી ગગડી શકે છે. RBI એ GDP 9.5 સુધી ઘટી શકવાનું અગાઉથી અનુમાન આપ્યું જ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati