ભારતમાં આર્થિક મંદીની વાતો વચ્ચે હાઊસીંગ અને ઓટો લોનની માંગમાં વધારો, લોન ઈચ્છુકોનાં મોટાભાગના લોકોનું કારણ રસપ્રદ, જાણો શું કહે છે લોકો

|

Sep 25, 2020 | 1:28 PM

એકતરફ મંદીનો માહોલ છે પણ બીજી તરફ દેશમાં હોમ લોન્સ અને વેહિકલ લોન ઈન્ક્વાયરીનો દર ખુબ વધ્યો છે. મોટેભાગે સુવિધાઓમાં વધારો કરવા માટે આ બે પ્રકારની લોન લેવા લોકો પહોંચતા હોય છે. કોરોના બાદ હોમ અને ઓટો લોન્સની વધેલી જરૂર પાછળનું કારણ સ્વાસ્થ્યની સુરક્ષાની ચિંતા હોવાનું જાણવા મળી રહ્યું છે. પબ્લિક ટ્રાન્સપોર્ટનો વિકલ્પ ઉભો કરવા […]

ભારતમાં આર્થિક મંદીની વાતો વચ્ચે હાઊસીંગ અને ઓટો લોનની માંગમાં વધારો, લોન ઈચ્છુકોનાં મોટાભાગના લોકોનું કારણ રસપ્રદ, જાણો શું કહે છે લોકો

Follow us on

એકતરફ મંદીનો માહોલ છે પણ બીજી તરફ દેશમાં હોમ લોન્સ અને વેહિકલ લોન ઈન્ક્વાયરીનો દર ખુબ વધ્યો છે. મોટેભાગે સુવિધાઓમાં વધારો કરવા માટે આ બે પ્રકારની લોન લેવા લોકો પહોંચતા હોય છે. કોરોના બાદ હોમ અને ઓટો લોન્સની વધેલી જરૂર પાછળનું કારણ સ્વાસ્થ્યની સુરક્ષાની ચિંતા હોવાનું જાણવા મળી રહ્યું છે. પબ્લિક ટ્રાન્સપોર્ટનો વિકલ્પ ઉભો કરવા અને નાના ઘરમાં રહેતા મોટા પરિવાર તેમજ રહેણાંક વિસ્તારની ગીચ વસ્તીથી દૂર રહેવા પણ લોન માંગવામાં રહી છે.

અનલોક શરૂ થયા બાદ દેશમાં લોન ઈન્કવાયરી માં ઉછાળો આવ્યો છે.  જુલાઈ-ઓગસ્ટના સમયગાળામાં હોમ તથા ઓટો લોન્સ માટેની પૂછપરછ મંદી અને આર્થિક કટોકટી છતાં વર્ષ ૨૦૧૯ના આ ગાળાના સમકક્ષ છે. હોમ લોન્સમાં પૂછપરછની ટકાવારી જુલાઈ -ઓગસ્ટ ૨૦૧૯ની સરખામણીએ ૧૨ ટકા વધી  ૧૧૨ ટકા એ પહોંચી છે. ઓટો લોન્સની પૂછપરછ ગયા વર્ષની સરખામણીએ ૮૮ ટકા સુધી આવી રહી હોવાનું સુત્રોમાંથી માહિતી મળી રહી છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

કોરોનાને કારણે ઊભી થયેલી આર્થિક અનિશ્ચિતતા વચ્ચે લોન્સ લેનારા તથા આપનારા બન્ને સાવચેતીભર્યો અભિગમ અપનાવી રહ્યા છે. કોરોના પહેલાની અટકી પડેલી પૂછપરછો અનલોકમાં આવી રહી છે.

કોરોનાને કારણે આરોગ્યની સલામતિ માટે વ્યક્તિગત વાહનો ખરીદવાનો પ્રવાહ વધી રહ્યો છે. આજ કારણોસર ઓટો લોન્સ સાથે હોમલોન્સમાં પણ પૂછપરછ આવી રહી છે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article