Bharat Bandh: આજના ભારત બંધ પહેલા વેપારીઓમાં ભાગલાં પડયાં, જાણો શું રહેશે બંધ

|

Feb 26, 2021 | 7:14 AM

Bharat Bandh: ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) ની ખામીઓ દૂર કરવા , તેલની ઊંચી કિંમતો અને E -WAY બિલ વિરુદ્ધ આજે દેશભરના વેપારીઓ દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેમાં આશરે 8 કરોડ નાના ઉદ્યોગો , 1 કરોડ ટ્રાન્સપોર્ટરો અને લઘુ ઉદ્યોગો ટેકો આપી છે. જો કે, બંધ પૂર્વેની અંતિમ પળોમાં એવું પણ લાગ્યું છે કે આજના ભારત બંધને લઈને વેપારીઓમાં ભાગલા પડ્યા છે.

Bharat Bandh: આજના ભારત બંધ પહેલા વેપારીઓમાં ભાગલાં પડયાં, જાણો શું રહેશે બંધ

Follow us on

Bharat Bandh: ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) ની ખામીઓ દૂર કરવા , તેલની ઊંચી કિંમતો અને E -WAY બિલ વિરુદ્ધ આજે દેશભરના વેપારીઓ દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેમાં આશરે 8 કરોડ નાના ઉદ્યોગો , 1 કરોડ ટ્રાન્સપોર્ટરો અને લઘુ ઉદ્યોગો ટેકો આપી છે. જો કે, બંધ પૂર્વેની અંતિમ પળોમાં એવું પણ લાગ્યું છે કે આજના ભારત બંધને લઈને વેપારીઓમાં ભાગલા પડ્યા છે. ફેમે સ્પષ્ટ કરી દીધું છે કે તે આ ભારત બંધનો હિસ્સો બનશે નહિ.

વેપારી સંગઠનો વિભાજિત જોવા મળ્યા
કન્ફેડરેશન ઓફ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) એ દેશવ્યાપી બંધની હાકલ કરી છે. કેટનો દાવો છે કે ભારત બંધમાં 40,000 થી વધુ વ્યવસાયિક સંગઠનોના આઠ કરોડ વેપારીઓ સામેલ થશે. કેટલાક અન્ય વેપાર સંગઠનોએ સામે કહ્યું હતું કે તેઓ બંધનું સમર્થન નથી કરી રહ્યા.

ફેમ શું કહ્યું?
ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા વ્યાપાર મંડળ – ફેમ એ કહ્યું છે કે તે આજના ભારત બંધને સમર્થન આપી રહ્યા નથી. તે હંમેશાં દુકાન બંધ અથવા ભારત બંધ જેવા વિચારધારાઓથી દૂર રહે છે. ફેમ સ્વીકારે છે કે જીએસટી માળખું બદલવાની જરૂર છે પરંતુ તે એમ પણ કહે છે કે જ્યારે અર્થતંત્ર નાજુક તબક્કામાં હોય ત્યારે જવાબદાર નાગરિકો તરીકે વેપારીઓએ આંદોલન નહીં પણ સંવાદનો માર્ગ અપનાવવો જોઈએ.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

ખેડુતો પણ ભારત બંધને સમર્થન આપે છે
ભારત બંધને કદાચ તમામ વેપારીઓનો ટેકો ન મળી શકે, પરંતુ યુનાઇટેડ કિસાન મોરચાએ તેનો ટેકો આપ્યો છે. યુનાઇટેડ કિસાન મોરચાએ કિસાન બિલનો વિરોધ કરી તમામ ખેડુતોને ટ્રાન્સપોર્ટરો અને ટ્રેડ યુનિયન દ્વારા આયોજિત ભારત બંધમાં શાંતિપૂર્ણ રીતે જોડાવા અપીલ કરી છે.

શું – શું બંધ રહેશે?
CAIT એ કહ્યું છે કે 26 ફેબ્રુઆરીએ દેશના તમામ વ્યાપારી બજારો બંધ રહેશે. 1 કરોડ ટ્રાન્સપોર્ટે આજે હડતાલ અને ચક્કાજામની જાહેરાત કરી છે. એસોસિએશન ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને ટેક્સ એડવોકેટ્સે પણ તેમના ગ્રાહકોને શુક્રવારે ઓફિસમાં ન આવવા જણાવ્યું છે, એટલે કે તેમની ઓફિસ પણ બંધ રહેશે. લગભગ 1500 સ્થળોએ ધરણાની પણ જાહેરાત કરવામાં આવી છે.

Next Article