તો આ કારણે દેશમાં સતત બદલાઈ રહ્યું છે ચલણી સિક્કાઓનું કદ અને વજન

|

Jul 03, 2021 | 5:29 PM

દેશમાં મોંધવારી વધતાની સાથે જ ચલણી સિક્કાના કદ અને વજનના ફેરફાર કરવામાં આવે છે. જેની પાછળ તેના મેટેલિક વેલ્યૂમાં ફેરફાર જવાબદાર હોવાનું માનવામાં આવે છે.

તો આ કારણે દેશમાં સતત બદલાઈ રહ્યું છે ચલણી સિક્કાઓનું કદ અને વજન
દેશમાં સતત બદલાઈ રહ્યું છે ચલણી સિક્કાઓનું કદ અને વજન

Follow us on

દેશના અર્થતંત્રના ચલણી સિક્કા( Coin ) ઓનું એક અલગ જ સ્થાન છે.  પરંતુ તમે એ બાબત નોટિસ કરી છે કે હવે રૂપિયા,1,2,5 અને 10 ના સિક્કાની સાઇઝ અને વજનના પરિવર્તન જોવા મળી રહ્યું  છે. જો કે તમે આની પાછળનું કારણ નહિ જાણતા હોવ. પરંતુ આની પાછળ પણ એક વિશેષ કારણ છે. અમે તમને આજે આ જ કારણથી અવગત કરાવવા જઇ રહ્યા છે. ભારત(India) માં ચલણી નોટ અને સિક્કા બહાર પાડવાની જવાબદારી ભારતીય રિઝર્વ બેંકની હોય છે. જેમાં આરબીઆઇ અર્થવ્યવસ્થામાં ચલણી નોટ અને સિક્કા  રેગ્યુલેટ કરવાની મહત્વની ભૂમિકા ભજવે છે.

સિક્કા કદમાં કેમ નાના થઇ રહ્યાં  છે?

જેમાં વાસ્તવમાં ચલણી સિક્કાનું  મૂલ્ય બે રીતે નક્કી થાય છે. જેમાં એક મૂલ્ય છે તેની ફેસ વેલ્યૂ એટલે કે તેની પર છાપવામાં આવેલું મૂલ્ય. જયારે આ ચલણી સિક્કાનું બીજું મૂલ્ય છે તેનું મેટેલિક( ધાતુ) મૂલ્ય. તેમાં પણ જોઆપણે વાત કરીએ તો 1 રૂપિયાની સિક્કાની ફેસ વેલ્યૂ 1 રૂપિયો છે અને 5 રૂપિયાની સિક્કાની ફેસ વેલ્યૂ 5 રૂપિયા છે.જ્યારે આપણે તેની મેટેલિક( ધાતુ) વેલ્યૂનો અર્થ નીકાળીએ તો આ સિક્કો બનાવવામાં કેટલો ખર્ચ થયો. ધારો કે જો કોઈ સિક્કો ઓગળી જાય અને તેમાંથી મેળવેલી ધાતુ 5 રૂપિયામાં વેચાય તો તેની મેટલિક મૂલ્ય રૂ 5 થશે. ચાલો હવે આપણે તેને ઉદાહરણની મદદથી સમજીએ.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

માની લો કે કોઈ વ્યક્તિ એક રૂપિયાનો સિક્કો  ઓગાળીને તેને 2 રૂપિયામાં  વેચી રહ્યો છે, તો તેને આ એક રૂપિયાનો સિક્કા પર 1 રૂપિયાનો વધારાનો નફો મળી રહ્યો છે. આવી જ રીતે  આ વ્યક્તિને ભલે 1 રૂપિયાનું નુકસાન થયું હતું, પરંતુ બદલામાં તેને 2 રૂપિયા પણ મેળવ્યા.

સિક્કાઓની મેટેલિક કિંમત તેના ફેસ વેલ્યૂ કરતાં ઓછી રાખવામાં આવે છે.

આવી સ્થિતિમાં, એવું પણ થઈ શકે છે કે ધાતુના મૂલ્યનો લાભ લેવા માટે લોકો બધા સિક્કા ઓગાળીને નફો મેળવે છે. એક સમય આવી શકે છે જ્યારે બધા સિક્કા પણ બજારમાંથી અદૃશ્ય થઈ શકે છે. આવી સ્થિતિમાં સરકાર અને અર્થતંત્ર માટે મોટો પડકાર ઉભો થઇ શકે છે આ જ કારણ છે કે સિક્કાઓની મેટેલિક (ધાતુ) કિંમત તેના ફેસ વેલ્યૂ કરતાં ઓછી રાખવામાં આવે છે. જેથી લોકો સિક્કા ઓગાળીને નફો કમાવવાનો પ્રયાસ ના કરે.

આ પણ વાંચો : Ahmedabad : અમદાવાદમાં વિકાસલક્ષી કાર્યો માટે, ગુજરાત સરકારે ફાળવી 702 કરોડ રૂપિયાની ગ્રાન્ટ 

આ પણ વાંચો : BCCI: ઘરેલુ ક્રિકેટરોને પ્રોત્સાહન આપવા મેચ ફીની રકમ વધારશે, અનુભવીને બમણાં જેટલી રકમ મળશે 

Published On - 5:27 pm, Sat, 3 July 21

Next Article