Barbeque Nation Hospitality IPO: આજથી ખુલી રહ્યો છે IPO , જાણો કંપની વિશે સંપૂર્ણ માહિતી

|

Mar 24, 2021 | 10:24 AM

Barbeque Nation Hospitality IPO: આજે વધુ એક રોકાણની તક આવી છે. casual dining chain બાર્બેકયુ નેશન હોસ્પિટાલિટી(Barbeque Nation Hospitality) IPO આજે 24 માર્ચથી સબ્સ્ક્રિપશન માટે ખુલ્યો છે જે 26 માર્ચે બંધ થશે.

Barbeque Nation Hospitality IPO: આજથી ખુલી રહ્યો છે IPO , જાણો કંપની વિશે સંપૂર્ણ માહિતી
PowerGrid IPO

Follow us on

Barbeque Nation Hospitality IPO: આજે વધુ એક રોકાણની તક આવી છે. casual dining chain બાર્બેકયુ નેશન હોસ્પિટાલિટી(Barbeque Nation Hospitality) IPO આજે 24 માર્ચથી સબ્સ્ક્રિપશન માટે ખુલ્યો છે જે 26 માર્ચે બંધ થશે.એ ઇનિશિયલ શેરના વેચાણ માટે શેર દીઠ 498-500 રૂપિયાની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે.

Barbeque Nation Hospitality ખાનગી ઇક્વિટી રોકાણકાર CX પાર્ટનર્સ અને શેર બજારના દિગ્ગજ રાકેશ ઝુનઝુનવાલાની ઇન્વેસ્ટમેન્ટ ફર્મ Alchemy કેપિટલ સમર્થિત છે. ઇશ્યૂમાં 180 કરોડ રૂપિયાના ફ્રેશ ઇશ્યુ છે જ્યારે ઓફર ફોર સેલ (OFS) દ્વારા 54,57,470 ઇક્વિટી શેર ઇશ્યૂ કરવામાં આવી રહ્યા છે.

2 કરોડ સુધીના ઇક્વિટી શેર કર્મચારીઓ માટે અનામત રાખવામાં આવ્યા છે. પ્રાઈસ બેન્ડના અપર એન્ડ ઉપર IPO થી 453 કરોડ રૂપિયા મેળવવાની ધારણા છે. કંપનીએ Xponentia Capital અને જ્યુબિલન્ટ ફૂડ વર્કસ (Jubilant Foodworks)પાસેથી પ્રિ-આઇપીઓ પ્લેસમેન્ટ દ્વારા રૂ 150 કરોડ એકત્રિત કર્યા છે.

ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો

લઘુતમ રોકાણ કેટલું થશે?
બાર્બેક્યુ નેશન હોસ્પિટાલિટી ઇસ્યુનો એક લોટ 30 શેરનો છે. 500 રૂપિયાના અપર પ્રાઇસ બેન્ડ મુજબ તેમાં ઓછામાં ઓછું રૂ 15,000 નું રોકાણ કરવું પડશે. આ પછી તે જ ગુણાકારમાં રોકાણ કરી શકાય છે.

કંપનીમાં પ્રમોટર્સનો 60.24 ટકા હિસ્સો, CX પાર્ટનર્સનો હિસ્સો 33.79 ટકા અને ઝુનઝુનવાલા ઇન્વેસ્ટમેન્ટ કંપની અલ્કેમી કેપિટલનો હિસ્સો 2.05 ટકા છે.

કંપનીનો બિઝનેસ કેવો છે ?
નાણાકીય વર્ષ 2020 માં બાર્બેકયુ નેશનની કુલ ઓપરેટિંગ રેવેન્યુ રૂ 850.8 કરોડ હતી અને નાણાકીય વર્ષ 17 થી નાણાકીય વર્ષ 20 સુધીના CAGR 19.5 ટકા હતા.

ગયા વર્ષે ફેબ્રુઆરીમાં કંપનીએ IPO માટે SEBIને અરજી કરી હતી અને જુલાઈ 2020 માં સેબીએ આઈપીઓને મંજૂરી આપી હતી. IIFL સિક્યોરિટીઝ, એક્સિસ કેપિટલ, એમ્બિટ કેપિટલ અને એસબીઆઈ કેપિટલ માર્કેટ ઇશ્યૂનું સંચાલન કરી રહ્યા છે.

Barbeque Nation Hospitality, Barbeque Nation Restaurant ની માલિકી ધરાવે છે અને તેનું સંચાલન કરે છે. તે Barbeque Nation Restaurant દ્વારા Toscano restaurants અને UBQ પણ ચલાવે છે.
ડિસેમ્બર 2020 સુધીમાં Barbeque Nation Hospitality દેશભરના 77 શહેરોમાં 147 આઉટલેટ ચલાવી રહી છે અને UAE, ઓમાન અને મલેશિયા ત્રણ દેશોમાં 6 આઉટલેટ ચલાવે છે.

 

Next Article