હડતાળ અને રજાઓના કારણે બેંકો પર કેટલાંયે દિવસ લાગશે તાળા, આજે જ પતાવી લો બેંકને લગતા જરૂરી કામ

|

Dec 20, 2018 | 6:27 AM

જો તમારે બેંકને લગતું જરૂરી કામ તો હોય તો આજે જ પૂર્ણ કરી લેજો. કારણ કે આવતીકાલથી એટલે કે 21 ડિસેમ્બર, શુક્રવારથી તમામ સરકારી બૅંકો બંધ રહેશે. દેશભરની સરકારી બૅંકો પાંચ દિવસ બંધ રહેશે. પાંચ દિવસની રજામાં બે દિવસ બૅંક કર્મચારીઓ હડતાળ પર ઉતરશે. 21મી ડિસેમ્બર, શુક્રવારે બૅંક કર્મચારીઓ હડતાળ પર છે જે કારણે તમામ […]

હડતાળ અને રજાઓના કારણે બેંકો પર કેટલાંયે દિવસ લાગશે તાળા, આજે જ પતાવી લો બેંકને લગતા જરૂરી કામ

Follow us on

જો તમારે બેંકને લગતું જરૂરી કામ તો હોય તો આજે જ પૂર્ણ કરી લેજો. કારણ કે આવતીકાલથી એટલે કે 21 ડિસેમ્બર, શુક્રવારથી તમામ સરકારી બૅંકો બંધ રહેશે.

દેશભરની સરકારી બૅંકો પાંચ દિવસ બંધ રહેશે. પાંચ દિવસની રજામાં બે દિવસ બૅંક કર્મચારીઓ હડતાળ પર ઉતરશે. 21મી ડિસેમ્બર, શુક્રવારે બૅંક કર્મચારીઓ હડતાળ પર છે જે કારણે તમામ સરકારી બૅંકોમાં કામકાજ ઠપ્પ થઈ જશે. 22 ડિસેમ્બરે મહિનાના ચોથા શનિવારની રજા છે અને 23મી ડિસેમ્બરના રોજ રવિવાર છે.

આ પણ વાંચો: ડિલિવરી બૉયનો VIDEO વાઈરલ થયા બાદ Zomatoએ આખરે બદલ્યો નિયમ, હવે તમને મળશે આ રીતે પેક થયેલું ફૂડ!

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

24 ડિસેમ્બરે તમામ બેંકોનું કામકાજ રાબેતા મુજબ ચાલશે. પરંતુ 25 ડિસેમ્બરે ક્રિસમસ હોવાના કારણે તમામ બેંકોમાં રજા રહેશે જ્યારે કે ફરીથી 26 ડિસેમ્બરે બેંક કર્મચારીઓની યુનાઈટેડ ફોરમની હડતાળના કારણે તમામ સરકારી બેંકો બંધ રહેશે.

એટલે કે 21થી 26 ડિસેમ્બરના 6 દિવસના સમયગાળા દરમિયાન માત્ર એક જ દિવસ બેંક ખુલ્લી રહેશે. જોકે હડતાળવાળા દિવસોમાં ખાનગી બેંકોનું કામકાજ ચાલુ રહેશે.

આ પાંચ દિવસોમાંથી એક દિવસ ક્રિસમસની રજા, એક દિવસ ચોથો શનિવાર અને એક દિવસ રવિવાર હોવાના કારણે, 3 દિવસ તો પ્રાઈવેટ બેંકોમાં પણ રજા રહેશે.

[yop_poll id=288]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

 

 

Published On - 6:27 am, Thu, 20 December 18

Next Article