વર્ષ 2024 સુધીમાં બેંકોનો NPA રેશિયો ઘટીને 5% થશે, નાના ઉદ્યોગોની સ્થિતિમાં સુધારો થશેઃ રિપોર્ટ

|

Jul 22, 2022 | 6:35 AM

તે એવી મિલકત છે. જેના કારણે બેંકને કોઈ આવક થતી નથી. સામાન્ય ભાષામાં NPA ને ડૂબી ગયેલું નાણું અથવા સફેદ હાથી કહી શકાય.

વર્ષ 2024 સુધીમાં બેંકોનો NPA રેશિયો ઘટીને 5% થશે, નાના ઉદ્યોગોની સ્થિતિમાં સુધારો થશેઃ રિપોર્ટ
The ratio of NPA of banks will come down

Follow us on

માર્ચ 2024 સુધીમાં બેન્કોની નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (NPA) નો રેશિયો કુલ લોનના પાંચથી 5.5 ટકા પર આવી જશે. S&P ગ્લોબલ રેટિંગ્સ દ્વારા ગુરુવારે જારી કરાયેલા રિપોર્ટમાં આ અનુમાન લગાવવામાં આવ્યું છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના તાજેતરના નાણાકીય સ્થિરતા અહેવાલ અનુસાર બેંકોની કુલ નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (GNPAs) માર્ચ 2022 માં 5.9 ટકાના છ વર્ષના નીચલા સ્તરે આવી ગઈ છે. જ્યારે બેંકો તેમના ગ્રાહકો પાસેથી લોન વસૂલવામાં અસમર્થ હોય છે તો તે રકમ નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (NPA)માં જાય છે. અને જ્યારે બેંકોની NPA ખૂબ વધી જાય છે, ત્યારે તેઓ NPAની આ રકમને રાઈટ ઓફ કરે છે.

લોનની વેલ્યુ પણ સામાન્ય બનશેઃ રિપોર્ટ

રેટિંગ એજન્સીએ રિપોર્ટમાં કહ્યું કે તેમનો અંદાજ છે કે 31 માર્ચ 2024ના અંત સુધીમાં બેંકોની બેડ લોન ઘટીને 5 થી 5.5 ટકા થઈ જશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તે જ રીતે તેઓ અપેક્ષા રાખે છે કે ચાલુ નાણાકીય વર્ષમાં ક્રેડિટની કિંમત પણ સામાન્ય થઈને 1.5 ટકા થઈ જશે. તે વધુ ઘટીને 1.3 ટકા થશે.

રેટિંગ એજન્સીએ જણાવ્યું હતું કે નાના અને મધ્યમ કદના ઉદ્યોગો ક્ષેત્ર અને ઓછી આવક ધરાવતા પરિવારો વધતા વ્યાજ દરો અને ઊંચા ફુગાવાથી પ્રભાવિત છે પરંતુ આ જોખમો આગળ જતાં મર્યાદિત રહેશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આર્થિક ગતિવિધિઓ વધવાની સાથે જ આ વિસ્તારમાં જે દબાણ બાકી છે તે થવા લાગશે. આ સાથે NPA રિકવરીમાં પણ સુધારાની અપેક્ષા છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

રિપોર્ટ અનુસાર, ભારતની આર્થિક વૃદ્ધિની સંભાવના મધ્યમ ગાળામાં મજબૂત રહી શકે છે. નાણાકીય વર્ષ 2022-23 થી 2025-26 વચ્ચે, જીડીપી વાર્ષિક ધોરણે 6.5 થી 7 ટકા વધવાની અપેક્ષા છે.

NPA શું છે?

તમને જણાવી દઈએ કે જ્યારે બેંકો તેમના ગ્રાહકો પાસેથી લોન વસૂલવામાં અસમર્થ હોય છે તો તે રકમ નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (NPA)માં જાય છે. અને જ્યારે બેંકોની NPA ખૂબ વધી જાય છે, ત્યારે તેઓ NPAની આ રકમને રાઈટ ઓફ કરે છે.

બોલચાલની ભાષામાં તે એવી મિલકત છે. જેના કારણે બેંકને કોઈ આવક થતી નથી. સામાન્ય ભાષામાં NPA ને ડૂબી ગયેલું નાણું અથવા સફેદ હાથી કહી શકાય. આરબીઆઈના નિયમોની વાત કરીએ તો, જો 180 દિવસ સુધી કોઈપણ સંપત્તિમાંથી કોઈ આવક નથી, તો તે એનપીએ છે. જોકે, વિદેશમાં NPA જાહેર કરવાનો સમયગાળો 45 થી 90 દિવસનો છે.

બેડ બેંકની રચના કરાઈ

Bad Bank એ એક પ્રકારની સંપત્તિ પુનર્નિર્માણ કંપની છે. જેનું કામ બેંકોની NPA ટેક ઓવર કરવાનું છે. Bad Bank કોઈપણ બેડ એસેટને ગુડ એસેટમાં રૂપાંતરિત કરવાનું કામ કરે છે. જો બેંક કોઈને લોન આપે છે તો પણ તે હમેશા બનતું નથી કે દરેક વ્યક્તિએ લોનના દરેક હપતા સમયસર ચુકવશે અથવા સંપૂર્ણ લોન ભરપાઈ કરશે. જ્યારે લોનના હપ્તા આવવાનું બંધ થાય છે પછી ધીરે ધીરે તે લોન બેડ લોનમાં ફેરવવાનું શરૂ કરે છે એટલે કે NPA કહેવાય છે. કોઈ પણ બેંક આ બેડ લોન તેમની પાસે રાખવા માંગતી નથી કારણ કે તે તેની બેલેન્સશીટ બગાડે છે. બેડ બેંક આ બેડ લોન્સ લેશે અને પછી તેની રિકવરી કરવાનો પ્રયાસ કરશે.

Next Article