Surat: બેંકોનો ડાયમંડ અને જ્વેલરી ઉદ્યોગ પર વિશ્વાસ વધ્યો, લોનના ધિરાણમાં થયો વધારો

|

Jun 22, 2021 | 4:01 PM

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવે છે કે જેમ એન્ડ જવેલરી ફેક્ટરને વધુ ધિરાણ મળવાથી નાણાકીય તરલતા વધશે અને તેટલો ઉદ્યોગને ફાયદો થશે

Surat: બેંકોનો ડાયમંડ અને જ્વેલરી ઉદ્યોગ પર વિશ્વાસ વધ્યો, લોનના ધિરાણમાં થયો વધારો
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

વિતેલા વર્ષની સરખામણીએ ચાલુ વર્ષમાં બેંકોએ હીરા જવેરાત ઉદ્યોગને 15 ટકા વધુ લોનનું ધિરાણ કર્યું છે. ગયા વર્ષે બેન્કોએ 546 અબજની લોન ઇસ્યુ કરી હતી. જેની સરખામણીએ આ વર્ષે વિશ્વાસ વધ્યો હોવાનું પ્રસ્થાપિત થાય છે.

ચાર વર્ષ પહેલા નીરવ મોદી દ્વારા પંજાબ નેશનલ બેંક સાથે રૂપિયા 11 હજાર કરોડના આચરવામાં કૌભાંડનો પર્દાફાશ થયો હતો. તે પછી બેન્કોનો હિરા ઝવેરાત ઉધોગ પ્રત્યેનો વિશ્વાસ ઓછો થઈ ગયો હતો. બેંકોએ હીરાવેપારી અને ઉધોગકારોને ક્રેડિટ લોન આપવાનું બંધ કરી દીધું. ઉદ્યોગની અનેક સંસ્થાઓ દ્વારા સરકારમાં અનેકવાર ની રજૂઆત બાદ હવે બેન્કોએ હીરા જવેરાત પ્રત્યેનું વલણ બદલ્યું છે.

ગયા વર્ષે કોરોના મહામારી બાદ બેંકોએ ઇન્ડસ્ટ્રીને વધુ ધિરાણ આપવાનું શરૂ કર્યું છે. જીજેઈપીસીસી ના ચેરમેન કોલીન શાહ જણાવે છે કે, ઉદ્યોગ પ્રત્યે બેંકનો વિશ્વાસ વધ્યો છે જે સકારાત્મક બાબત છે. આ કોરોના મહામારી દરમિયાન ઉદ્યોગ પણ વેપાર વૃદ્ધિ માટે લેવાયેલા વ્યવહારિક નિર્ણયનું પરિણામ છે. દેશની અગ્રણી ડાયમંડ ટ્રેડ કંપનીઓને 2021 ના પ્રથમ ત્રિમાસિકમાં માંગ કરતાં વધુ સ્ટોકની સમસ્યાથી બચવા માટે રફ ડાયમન્ડની આયાત કરવાનું બંધ કરવા ઉધોગકારો અને વેપારીઓને અપીલ કરી હતી. જેના સારા પરિણામો મળ્યા છે. આ પગલાંને લીધે ઉદ્યોગકારોને કોવિડ 19 ના લીધે સર્જાયેલી ઓછી માંગનો સામનો કરવાની હિંમત મળી રહી હતી.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિનેશ નાવડિયા જણાવે છે કે જેમ એન્ડ જવેલરી સેક્ટરને ધિરાણ ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય થોડા સમય પહેલાં કેન્દ્ર સરકાર અને આરબીઆઈ દ્વારા લેવાઈ ચૂક્યો છે. પરંતુ ધિરાણ આપવાનું બેંક ઉપર છોડવામાં આવ્યું છે. ઉદ્યોગને વધુ ધિરાણ મળવાથી નાણાકીય તરલતા વધશે અને તેટલો ઉદ્યોગને ફાયદો થશે.

 

આ પણ વાંચો: સકારાત્મક: ઓન ધ સ્પોટ વેક્સિનેશનના બીજા દિવસે સુરતમાં બપોર સુધી આટલા હજાર લોકોને વેકસિન

આ પણ વાંચો: સારા સમાચાર: સુરતમાં કોરોનાનો કહેર ઘટ્યો, તમામ ઝોનમાં કેસોની સંખ્યા સિંગલ આંકડામાં

Next Article