Bank strike ગુજરાતમાં બે દિવસ, 15-16 માર્ચે બેંકમાં હડતાળ, પાંચ હજાર બેંકને લાગશે તાળા

Bank strike ગુજરાતની વિવિધ રાષ્ટ્રીયકૃત બેંકના કર્મચારીઓ, આવતીકાલ 15 અને 16 માર્ચના રોજ બે દિવસ માટે વિવિધ પડતર માંગણીઓના સંદર્ભમાં હડતાળ પાડશે.

| Updated on: Mar 14, 2021 | 12:56 PM

Bank strike પડતર માંગણીઓને લઈને જાહેર કરાયેલ દેશવ્યાપી બેંક હડતાળના પગલે, ગુજરાતની વિવિધ રાષ્ટ્રીયકૃત બેંકના કર્મચારીઓ આવતીકાલ 15 અને 16 માર્ચના રોજ બે દિવસ હડતાળ પાડશે. જેના કારણે ગુજરાત રાજ્યમાં આવેલી વિવિધ બેંકની કુલ 5 હજાર શાખાઓમાં બે દિવસ સુધી બેકીગ કામકાજ ઠપ્પ થઈ જશે. બેંકના કર્મચારીઓની હડતાળના પગલે, રાજ્યમાં બેંક દ્વારા થતુ 20 હજાર કરોડના આર્થિક વ્યવહાર ઉપર અસર થશે. બે દિવસની બેંક હડતાળમાં વિવિધ બેંકની 5 હજાર શાખાઓના 60 હજાર કર્મચારીઓ હડતાળમાં જોડાશે. જો કે ગુજરાતમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને બેંક ઓફ બરોડા કર્મચારીઓની હડતાળમાં જોડાશે નહી.

 

 

 

 

 

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">