Bank Holidays in August 2022 : આ દિવસે બેંકમાં જશો તો પડશે ધરમધક્કો !!! યાદી તપાસી કરો કામનું પ્લાનિંગ

|

Aug 01, 2022 | 7:05 AM

Bank Holidays in August 2022 : RBIની અધિકૃત વેબસાઇટ પર આપવામાં આવેલ Bank Holidays List 2022 મુજબબીજા અને ચોથા શનિવાર અને રવિવારે સાપ્તાહિક રજા રહેશે. એકંદરે બેંકો આવતા મહિને 17 દિવસ કામ કરશે નહીં.

Bank Holidays in August 2022 : આ દિવસે બેંકમાં જશો તો પડશે ધરમધક્કો !!! યાદી તપાસી કરો કામનું પ્લાનિંગ
Bank Holidays in August 2022

Follow us on

ઓગસ્ટ મહિનાને રજાઓનો મહિનો કહીએ તો કોઈ ખોટું કહેવાશે નથી. ઓગસ્ટ મહિનામાં વિવિધ રાજ્યોમાં બેંકો 17 દિવસ સુધી બંધ(Bank Holidays in August 2022) રહેશે.   આ મહિનામાં લગભગ 13 કાર્યકારી દિવસો હશે. તેનું કારણ એ છે કે ઓગસ્ટ મહિનામાં ઘણાં તહેવારો આવે છે. આમાં કેટલાક રાષ્ટ્રીય સ્તરે  અને કેટલાક રાજ્યો અનુસાર છે. ઓગસ્ટ મહિનામાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમી, મોહરમ, સ્વતંત્રતા દિવસ, રક્ષાબંધન અને ગણેશ ચતુર્થી જેવા તહેવારો આવે છે. આ એવા તહેવારોના દિવસોમાં મોટાભાગની બેંકોનું કામકાજ ઠપ્પ રહે છે. આ ઉપરાંત પારસી નવું વર્ષ અને બીજો-ચોથો શનિવાર અને  રવિવારની રજાઓ પણ છે.

રજાઓની ભરમારને જોતા ઓગસ્ટ મહિનામાં કોઈ મોટું કામ કરવાનું હોય તો પહેલા તેનું પ્લાનિંગ કરવું જોઈએ. જે દિવસોમાં બેંકની શાખા ખુલ્લી રહે છે તે મુજબ આયોજન કરો. આમતો ટેક્નોલોજીના યુગમાં ગમેત્યારે રોકડ જમા કરવી કે ઉપાડવી એ મુશ્કેલ કામ નથી. એવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કારણ કે એટીએમમાં ​​લગાવેલા મશીનોથી પૈસા ઉપાડવા અથવા જમા કરાવવાનું કામ થઈ શકે છે. બિલ પેમેન્ટ વગેરેની કોઈ ઝંઝટ નથી કારણ કે તમે આ કામને ઓનલાઈન બેંકિંગ અથવા મોબાઈલ બેંકિંગ દ્વારા ડીલ કરી શકો છો. મોટું કામ ચેક કે ડ્રાફ્ટનું હોય છે જેના માટે બ્રાન્ચમાં જવું પડે છે. જો આ કામ કરવું હોય તો પહેલા રજાના દિવસોની ગણતરી ધ્યાનમાં હોવી જરૂરી છે.

Bank Holidays in August 2022 ની યાદી આ મુજબ છે

  • 1 ઓગસ્ટ 2022 – દ્રુપકા શે-જી ઉત્સવ (ગંગટોકમાં બેંકો બંધ રહેશે)
  • 7 ઓગસ્ટ 2022 – પ્રથમ રવિવાર
  • 8 ઓગસ્ટ 2022 – મોહરમ (જમ્મુ અને શ્રીનગરમાં બેંકોને રજા રહેશે)
  • 9 ઓગસ્ટ 2022 – ચંદીગઢ, ગુવાહાટી, ઇમ્ફાલ, દેહરાદૂન, શિમલા, તિરુવનંતપુરમ, ભુવનેશ્વર, જમ્મુ, પણજી, શિલોંગ સિવાય સમગ્ર દેશમાં બેંકો બંધ રહેશે.
  • 11 ઓગસ્ટ 2022 – રક્ષાબંધન (અમદાવાદ, ભોપાલ, દેહરાદૂન, જયપુર શિમલામાં રજા રહેશે)
  • 12 ઓગસ્ટ – કાનપુર લખનૌમાં બેંકો કામ કરશે નહીં
  • 13 ઓગસ્ટ 2022 – બીજો શનિવાર
  • 14 ઓગસ્ટ 2022-રવિવાર
  • 15 ઓગસ્ટ 2022 – સ્વતંત્રતા દિવસ
  • 16 ઓગસ્ટ 2022 – પારસી નવું વર્ષ (મુંબઈ અને નાગપુરમાં બેંક હોલીડે)
  • 18 ઓગસ્ટ 2022 – જન્માષ્ટમી (ભુવનેશ્વર, કાનપુર, દેહરાદૂન, લખનૌમાં બેંકોને રજા રહેશે)
  • 19 ઓગસ્ટ 2022 – જન્માષ્ટમી – અમદાવાદ, ભોપાલ ચંદીગઢ ચેન્નાઈ ગંગટોક, જયપુર જમ્મુ, પટના રાયપુર રાંચી, શિલોંગ, શિમલા અને શ્રીનગરમાં બેંકો બંધ રહેશે
  • 20 ઓગસ્ટ 2022 -હૈદરાબાદમાં  બેંકો બંધ રહેશે.
  • 21 ઓગસ્ટ 2022 – રવિવાર
  • 28 ઓગસ્ટ 2022-રવિવાર
  • 29 ઓગસ્ટ -ગુવાહાટીમાં રજા
  • 31 ઓગસ્ટ 2022 – ગણેશ ચતુર્થી (ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટકમાં બેંકો બંધ રહેશે)

રજાની યાદી તપાસી કામનું પ્લાનિંગ કરવું જોઈએ

RBIની અધિકૃત વેબસાઇટ પર આપવામાં આવેલ Bank Holidays List 2022 મુજબબીજા અને ચોથા શનિવાર અને રવિવારે સાપ્તાહિક રજા રહેશે. એકંદરે બેંકો આવતા મહિને 17 દિવસ કામ કરશે નહીં. તમને જણાવી દઈએ કે ગ્રાહકો આ સમય દરમિયાન ATM, ઈન્ટરનેટ બેન્કિંગ, નેટ બેન્કિંગ અને અન્ય સેવાઓનો ઉપયોગ કરી શકે છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Published On - 7:05 am, Mon, 1 August 22

Next Article