Bank Holidays in April 2024 : એપ્રિલ મહિનામાં 14 દિવસ બેકમાં રજા રહેશે, કરો એક નજર રજાની યાદી પર
Bank Holidays in April 2024: માર્ચ સમાપ્ત થવામાં માત્ર થોડા દિવસો બાકી છે. આ પછી એપ્રિલ શરૂ થશે. ભારતીય રિઝર્વ બેંકે એપ્રિલમાં બેંક રજાઓની યાદી જાહેર કરી છે. જે મુજબ એપ્રિલમાં 1ઘણાં દિવસ બેંકો બંધ રહેશે.
Follow us on
Bank Holidays in April 2024: માર્ચ સમાપ્ત થવામાં માત્ર થોડા દિવસો બાકી છે. આ પછી એપ્રિલ શરૂ થશે. ભારતીય રિઝર્વ બેંકે એપ્રિલમાં બેંક રજાઓની યાદી જાહેર કરી છે. જે મુજબ એપ્રિલમાં ઘણાં દિવસ બેંકો બંધ રહેશે. આવી સ્થિતિમાં જો તમારી પાસે એપ્રિલમાં બેંક સંબંધિત કામ છે તો રજાઓની સૂચિ નોંધી લો જેથી તમને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે.
બેંકો 16 દિવસ ખુલ્લી રહેશે
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર એપ્રિલમાં માત્ર 16 દિવસ જ કામ થશે. એપ્રિલમાં રાષ્ટ્રીય અને પ્રાદેશિક રજાઓના કારણે બેંકો કુલ 14 દિવસ બંધ રહેશે. આગામી મહિનાની શરૂઆતમાં 1 એપ્રિલના રોજ બેંકમાં રજા રહેશે. આ સિવાય ઈદના કારણે ઘણી જગ્યાએ 10મી એપ્રિલે અને ઘણા રાજ્યોમાં 11મી એપ્રિલે બેંકમાં કામ થશે નહીં.
5 એપ્રિલ 2024- આ દિવસે હૈદરાબાદ – તેલંગાણા, જમ્મુ અને શ્રીનગરમાં બાબુ જગજીવન રામના જન્મદિવસ અને જુમાત-ઉલ-વિદાને કારણે બેંકો બંધ રહેશે.
7 એપ્રિલ 2024- રવિવાર, સમગ્ર દેશમાં બેંકો બંધ રહેશે.
9 એપ્રિલ 2024- બેલાપુર, બેંગલુરુ, ચેન્નાઈ, હૈદરાબાદ, ઈમ્ફાલ, જમ્મુ, મુંબઈ, નાગપુર, પણજી અને શ્રીનગરમાં ગુડી પડવા/ઉગાદી તહેવાર/તેલુગુ નવું વર્ષ અને પ્રથમ નવરાત્રિને કારણે બેંકો બંધ રહેશે.
10 એપ્રિલ 2024- કોચી અને કેરળમાં ઈદને કારણે બેંકો બંધ રહેશે.
11 એપ્રિલ 2024- ઈદના કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે.
13 એપ્રિલ 2024- મહિનાના બીજા શનિવારને કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે.
14 એપ્રિલ 2024- રવિવારના કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે.
15 એપ્રિલ 2024- હિમાચલ દિવસને કારણે ગુવાહાટી અને શિમલામાં બેંકો બંધ રહેશે.
17 એપ્રિલ 2024- શ્રી રામ નવમીના તહેવાર પર અમદાવાદ, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, દેહરાદૂન, ગંગટોક, હૈદરાબાદ, જયપુર, કાનપુર, લખનૌ, પટના, રાંચી, શિમલા, મુંબઈ અને નાગપુરમાં બેંકો બંધ રહેશે.
20 એપ્રિલ 2024- અગરતલામાં ગરિયા પૂજાને કારણે બેંકમાં રજા રહેશે.
21 એપ્રિલ 2024- રવિવારના કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે.
27 એપ્રિલ 2024- ચોથા શનિવારને કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે.
28 એપ્રિલ 2024- રવિવારના કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે.
જ્યારે બેંકો બંધ રહેશે ત્યારે ઓનલાઈન સેવાઓ ચાલુ રહેશે
બેંકો બંધ રહેતા અનેક મહત્વના કામો થઈ શકતા નથી. આવી સ્થિતિમાં, તમે મોબાઇલ અથવા નેટ બેંકિંગ દ્વારા ઘરે બેઠા બેંક સંબંધિત કામ કરી શકો છો. ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ દ્વારા પણ ડિજિટલ પેમેન્ટ કરી શકો છોઅને ATM દ્વારા કેશ મેળવી શકો છો.