AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Holidays August 2023 : તહેવારોની સીઝનની શરૂઆત વચ્ચે 14 દિવસ બેંક બંધ રહેશે, કરો એક નજર રજાઓની યાદી ઉપર

Bank Holidays August 2023 : ઓગસ્ટ 2023 માં બેંકોમાં ઘણી રજાઓ આવી રહી છે. RBI અનુસાર રવિવાર, બીજા અને ચોથા શનિવાર સહિત 14 દિવસ માટે બંધ રહેશે. ઓગસ્ટમાં તહેવારોની સીઝનની શરૂઆત થાય છે.

Bank Holidays August 2023 : તહેવારોની સીઝનની શરૂઆત વચ્ચે 14 દિવસ બેંક બંધ રહેશે, કરો એક નજર રજાઓની યાદી ઉપર
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2023 | 9:32 AM
Share

Bank Holidays August 2023 : ઓગસ્ટ 2023 માં બેંકોમાં ઘણી રજાઓ આવી રહી છે. RBI અનુસાર રવિવાર, બીજા અને ચોથા શનિવાર સહિત 14 દિવસ માટે બંધ રહેશે. ઓગસ્ટમાં તહેવારોની સીઝનની શરૂઆત થાય છે.આ ઉપરાંત 15 ઓગસ્ટ 2023 ના રોજ Independence Dayના અવસર પર દેશભરમાં બેંકોમાં રજા રહેશે.

વર્ષના આ મહિનામાં ઘણા તાહેરવારો આવે છે જેની રજાઓનો પણ ઓગસ્ટ મહિનામાં સમાવેશ થાય છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) ના રજાના કેલેન્ડર મુજબ વિવિધ રાજ્યોમાં તમામ કોરમર્શિયલ અને જાહેર ક્ષેત્રની બેંકો આગામી દિવસોમાં 14 દિવસ માટે બંધ રહેશે.

આ તારીખે બેંકો બંધ રહેશે

  • 6 ઓગસ્ટ (રવિવાર): દેશમાં રવિવારે બેંકો બંધ રહે છે.
  • 8 ઑગસ્ટ (મંગળવાર): તેન્ડોંગ લો રમ ફાટ- સિક્કિમમાં બેંકો બંધ છે.
  • 12ઓગસ્ટ (શનિવાર): દેશમાં બીજા શનિવારે બેંકો બંધ રહેશે.
  • 13 ઓગસ્ટ (રવિવાર): દેશમાં રવિવારે બેંકો બંધ રહે છે.
  • 15 ઓગસ્ટ (મંગળવાર): સ્વતંત્રતા દિવસ પર દેશમાં બેંકો બંધરહે છે.
  • 16 ઓગસ્ટ (બુધવાર): પારસી નવું વર્ષ (શહેનશાહી) – મહારાષ્ટ્રમાં બેંકો બંધ છે.
  • 18 ઓગસ્ટ (શુક્રવાર): શ્રીમંત સંકરદેવ પર્વ- આસામમાં બેંકો બંધ છે.
  • 20 ઓગસ્ટ (રવિવાર): દેશમાં બેંકો રવિવારે બંધ રહે છે.
  • 26 ઓગસ્ટ (શનિવાર): દેશમાં ચોથા શનિવારે બેંકો બંધ રહેશે.
  • 27 ઓગસ્ટ (રવિવાર): દેશમાં બેંકો રવિવારે બંધ રહે છે.
  • 28 ઓગસ્ટ  (સોમવાર): પ્રથમ ઓણમ – કેરળમાં બેંકો બંધ છે
  • 29 ઑગસ્ટ (મંગળવાર): થિરુવોનમનો તહેવાર છે – આ દિવસે કેરળમાં બેંકો બંધ છે.
  • 30 ઓગસ્ટ (બુધવાર): રક્ષા બંધનના તહેવાર હોવાથી બેંકો બંધ છે.
  • 31 ઓગસ્ટ (ગુરુવાર): ઉત્તરાખંડ, આસામ, કેરળ, ઉત્તર પ્રદેશમાં રક્ષા બંધન/શ્રી નારાયણ ગુરુ જયંતિ/પંગ-લેબસોલ- બેંકો બંધ છે.

રજાના દિવસે ઓનલાઇન બેન્કિંગ કાર્યરત રહેશે

દરેક બેંકમાં રજાઓ સાથે રહે છે આ માટે આરબીઆઈ દ્વારા બેંકની રજાઓની યાદી અગાઉથી જાહેર કરાય છે. RBI અનુસાર નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ આવતી રજાઓ અને વાસ્તવિક સમયની કુલ સેટલમેન્ટ રજાઓ અને બેંક ખાતાઓ બંધ કરવાનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. આ દરમિયાન બેન્કની શાખામાં જવાની ફરજ પડે તેમ ન હોય તેવા કાર્ય નાણાકીય, બિન-નાણાકીય સહિત મોટાભાગના બેંકિંગ વ્યવહારો નેટ બેંકિંગ, મોબાઇલ બેંકિંગ અથવા વોટ્સએપ બેંકિંગ દ્વારા સરળતાથી કરી શકાય છે.

રાજ્ય અનુસાર રજાઓ બદલાય છે

આ તમામ રજાઓ એકસાથે તમામ સ્થળે લાગુ પડતી નથી કેટલીક રજાઓ રાજ્ય અનુસાર પણ હોય છે. રાષ્ટ્રીય પર્વ અને મોટા ઠાઈવાર દરમિયાન જ આખા દેશમાં બેંક એકસાથે બંધ રહે છે.

g clip-path="url(#clip0_868_265)">