Bank holiday in July 2021 : જાણો જુલાઈમાં કેટલા દિવસ બેંક બંધ રહેશે , રજાઓની યાદી તપાસીને કરો કામનું પ્લાનિંગ

|

Jul 01, 2021 | 8:36 AM

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની યાદી અનુસાર જુલાઈમાં 15 દિવસ બેંકો બંધ રહેશે જોકે આ રજાઓ રાજ્ય મુજબ અલગ અલગ હોય છે. ગુજરાતમાં 4 રવિવાર , બીજો ચોથો શનિવાર અને બકરી ઈદ મળી 7 દિવસ( Bank holiday in gujarat in July 2021) બેંક બંધ રહેશે.

Bank holiday in July 2021 : જાણો જુલાઈમાં કેટલા દિવસ બેંક બંધ રહેશે , રજાઓની યાદી તપાસીને કરો કામનું પ્લાનિંગ
Bank Holidays August 2021

Follow us on

Bank holiday in July 2021 : જો તમારી પાસે જુલાઈ મહિનામાં મહિનામાં બેંક સંબંધિત કોઈ કામ છે તો તમારા માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે. જુલાઈમાં બે – ચાર દિવસ નહીં પરંતુ બેંકો 15 દિવસ માટે બંધ(Bank holiday) રહેશે. જોકે આ 15 રજાઓ સ્થાનિક તહેવારો અનુસાર એકસાથે દરેક રાજ્યમાં આવતી નથી.  તમારે બેંકમાં જતા પહેલા રજાઓની યાદી તપાસવી જોઇએ. બેંકિંગ રજાઓની યાદી આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવે છે.રાજ્ય અનુસાર બેંકની રજાઓ અલગ – અલગ હોય છે.

જુલાઈ 2021 માં, બેન્કર્સને તહેવારની 9 રજા મળશે. આ ઉપરાંત શનિવાર અને રવિવારે 6 રજાઓ રહેશે તેથી કુલ 15 દિવસની રજા રહેશે. 9 રજાઓ રાજ્યો અનુસાર હશે જે રાજ્યમાં રજા હશે, ત્યાં ફક્ત બેંકો કામ કરશે નહીં.

>> 4 જુલાઈ 2021 – રવિવાર
>> 10 જુલાઈ 2021 – બીજો શનિવાર
>> 11 જુલાઈ 2021 – રવિવાર
>> 12 જુલાઈ 2021 – સોમવાર – કાંગ (રાજસ્થાન), રથયાત્રા (ભુવનેશ્વર, ઇમ્ફાલ,)
>> 13 જુલાઈ 2021 – મંગળવાર – ભાનુ જયંતિ (શહીદ દિવસ- જમ્મુ-કાશ્મીર, ભાનુ જયંતિ- સિક્કિમ)
>> 14 જુલાઈ 2021 – દ્રુકપા શેશી (ગંગટોક)
>> 16 જુલાઈ 2021- હરેલા પૂજા (દહેરાદૂન)
>> 17 જુલાઈ 2021 – ખારચી પૂજા (અગરતલા, શિલ્લોંગ)
>> 18 જુલાઈ 2021 – રવિવાર
>> 19 જુલાઈ 2021 – ગુરુ રિમ્પોચે થુંગકર તશેચુ (ગંગટોક)
>> 20 જુલાઈ 2021 – ઇદ અલ અધા (દેશવ્યાપી)
>> 21 જુલાઈ 2021 – બકરી ઈદ (સમગ્ર દેશમાં)
>> 24 જુલાઈ 2021 – ચોથો શનિવાર
>> 25 જુલાઈ 2021 – રવિવાર
>> 31 જુલાઈ 2021- શનિવાર – કેર પૂજા (અગરતલા)

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

બેંકો શનિવાર અને રવિવારે બંધ રહેશે
તહેવારની રજાઓ ઉપરાંત 4 જુલાઇ, 11 જુલાઇ, 18 જુલાઇ અને 25 જુલાઈએ રવિવારના કારણે બેંકો બંધ રહેશે. આ સિવાય બીજો અને ચોથો શનિવાર 10 જુલાઈ અને 24 જુલાઈએ છે, જેના કારણે બેંકો બંધ રહેશે.

આરબીઆઈની સત્તાવાર સાઇટ તપાસો
બેંક રજાઓની સંપૂર્ણ સૂચિ જોવા માટે તમે રિઝર્વ બેંકની સત્તાવાર વેબસાઇટ (https://rbi.org.in/Scriptts/HolidayMatrixDisplay.aspx) ની મુલાકાત પણ લઈ શકો છો.

Published On - 8:35 am, Thu, 1 July 21

Next Article