Bank Fraud : ભેજાબાજોએ 11 વર્ષમાં 50 હજારથી વધુ મામલાઓમાં લોકોને ૨ લાખ કાર્ડથી વધુનો ચૂનો ચોપડયો!!!, SBI ગ્રાહકો માટે જારી કર્યું આ એલર્ટ

|

May 15, 2021 | 6:47 PM

જો તમારું દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા -SBI માં ખાતું છે તો તમારા માટે આ સમાચાર ખૂબ જ મહત્વપૂર્ણ છે.

Bank Fraud : ભેજાબાજોએ 11 વર્ષમાં 50 હજારથી વધુ મામલાઓમાં લોકોને ૨ લાખ કાર્ડથી વધુનો ચૂનો ચોપડયો!!!, SBI ગ્રાહકો માટે જારી કર્યું આ એલર્ટ
પ્રતીકાત્મક તસ્વીર

Follow us on

જો તમારું દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા -SBI માં ખાતું છે તો તમારા માટે આ સમાચાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. બેંકે તેના તમામ ગ્રાહકોને એલર્ટ જારી કર્યું છે. SBIએ તેના લાખો ગ્રાહકોને વ્યક્તિગત માહિતી અને કોઈપણ પ્રકારની એપ્લિકેશન ડાઉનલોડ કરવા વિશે ચેતવણી આપી છે. ટ્વિટર હેન્ડલ પર આ ચેતવણી આપવામાં આવી છે.

SBIએ કહ્યું છે કે બેંક એકાઉન્ટ નંબર, નેટ બેંકિંગ પાસવર્ડ, ક્રેડિટ કાર્ડ નંબર, જન્મ તારીખ, CVV નંબર, ડેબિટ કાર્ડ નંબર, વ્યક્તિગત ઓળખની વિગતો વગેરે કોઈની સાથે શેર ન કરવા જોઈએ. ચેતવણી જારી કરતાં SBIએ ગ્રાહકોને કેટલાક સૂચનો પણ આપ્યા છે જેને તેઓએ અનુસરવા કહ્યું છે. આ સિવાય બેંકે અજાણતાં મેલમાં આવેલા કોઈ પણ એટેચમેન્ટ, એસએમએસ અને કોલ્સથી સાવધાન રહેવા કહ્યું છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

 

 

બેંક સમયાંતરે ચેતવણીઓ જારી કરે છે
દેશની સૌથી મોટી બેંક સમયાંતરે ગ્રાહકોની સલામતી માટે ચેતવણીઓ જારી કરતી રહે છે. SBIનો હેતુ ગ્રાહકોના નાણાંની સુરક્ષિત કરવાનો છે. બેંક તેના ટ્વિટર હેન્ડલ અને મેસેજ દ્વારા ગ્રાહકોને એલર્ટ મોકલતી રહે છે.

બેન્કિંગ ફ્રોડના કેસમાં સતત સામે આવી રહ્યા છે
લોકડાઉન દરમિયાન બેન્કિંગ ફ્રોડના કેસોમાં વધારો થયો છે. RBIના એક રિપોર્ટ અનુસાર વર્ષ 2018-19માં ડિજિટલ ટ્રાન્ઝેક્શનને કારણે 71,543 કરોડ રૂપિયાના બેંકિંગ ફ્રોડ થયા છે. આ સમયગાળા દરમિયાન બેંક ફ્રોડના 6800 થી વધુ કેસ નોંધાયા હતા. વર્ષ 2017-18માં બેંક છેતરપિંડીના 5916 કેસ નોંધાયા હતા જેમાં 41,167 કરોડથી વધુની છેતરપિંડી કરવામાં આવી હતી. છેલ્લા 11 નાણાકીય વર્ષોમાં, બેંકના છેતરપિંડીના કુલ 53,334 કેસ નોંધાયા છેજેમાં 2.05 લાખ કરોડની છેતરપિંડી થઇ છે.

Published On - 6:47 pm, Sat, 15 May 21

Next Article