ઓગસ્ટમાં ઓટો કંપનીઓના વેચાણમાં મજબૂત ઉછાળો, સેમિકન્ડક્ટર સપ્લાયમાં સુધારો અને તહેવારોની સિઝનનો લાભ મળ્યો

|

Sep 02, 2022 | 7:09 AM

મારુતિએ ઓગસ્ટ 2021માં કુલ 1,30,699 વાહનોનું વેચાણ કર્યું હતું. ગયા મહિને સ્થાનિક બજારમાં કંપનીનું વેચાણ 30 ટકા વધીને 1,34,166 યુનિટ થયું હતું.

ઓગસ્ટમાં ઓટો કંપનીઓના વેચાણમાં મજબૂત ઉછાળો, સેમિકન્ડક્ટર સપ્લાયમાં સુધારો અને તહેવારોની સિઝનનો લાભ મળ્યો
Increase in car sales

Follow us on

મારુતિ સુઝુકી, ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને કિયા જેવી મોટી ઓટો ઉત્પાદક કંપનીઓ(Auto manufacturing companies)એ ઓગસ્ટમાં સેમિકન્ડક્ટર સપ્લાયમાં સુધારો અને તહેવારોની સિઝન(Festive season)માં માંગમાં વધારો થવાને કારણે વેચાણમાં મજબૂત ઉછાળો જોવા મળ્યો હતો. હ્યુન્ડાઈ, ટોયોટા અને સ્કોડા જેવી અન્ય ઓટો કંપનીઓનું જથ્થાબંધ વેચાણ પણ ઓગસ્ટમાં સારું રહ્યું છે. દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકી ઈન્ડિયા (MSI) એ ગયા મહિને કુલ 1,65,173 યુનિટના વેચાણ સાથે 26.37 ટકાની વૃદ્ધિ નોંધાવી છે. મારુતિએ ઓગસ્ટ 2021માં કુલ 1,30,699 વાહનોનું વેચાણ કર્યું હતું. ગયા મહિને સ્થાનિક બજારમાં કંપનીનું વેચાણ 30 ટકા વધીને 1,34,166 યુનિટ થયું હતું.

વાહનોનું વેચાણ વધ્યું

MSIના વરિષ્ઠ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (સેલ્સ અને માર્કેટિંગ) શશાંક શ્રીવાસ્તવે ઓગસ્ટના આંકડાઓ અંગે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા મહિનાઓના રેકોર્ડ વેચાણના આંકડાઓ પરથી એવું લાગે છે કે માંગ મજબૂત રહી છે અને પુરવઠામાં પણ સુધારો થઈ રહ્યો છે. અન્ય એક મોટી વાહન કંપની હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા લિમિટેડ (HMIL) એ ગયા મહિને કુલ વેચાણમાં પાંચ ટકાનો વધારો કરીને 62,210 યુનિટ્સ નોંધાવ્યા હતા.

ટાટા મોટર્સનું કુલ વેચાણ ઓગસ્ટમાં 36 ટકા વધીને 78,843 યુનિટ થયું છે. કંપનીએ ઓગસ્ટ 2021માં 57,995 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. તેવી જ રીતે. સ્થાનિક બજારમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (M&M)ના પેસેન્જર વાહનોનું વેચાણ ગયા મહિને 87 ટકા વધીને 29,852 યુનિટ થયું હતું. M&Mના ઓટોમોટિવ ડિવિઝનના પ્રમુખ વિજય નાકરાએ જણાવ્યું હતું કે કંપનીના પોર્ટફોલિયોમાં માંગ સતત મજબૂત છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આ કંપનીના વેચાણમાં ઘટાડો

ગયા મહિને કિયા ઇન્ડિયાનું જથ્થાબંધ વેચાણ 33 ટકા વધીને 22,322 યુનિટ થયું છે. તેણે ઓગસ્ટ 2021માં ડીલરોને 16,759 યુનિટ સપ્લાય કર્યા હતા. આ સિવાય ઓગસ્ટમાં ટોયોટા કિર્લોસ્કર મોટર (TKM)નું કુલ હોલસેલ વેચાણ 17 ટકા વધીને 14,959 યુનિટ થયું છે. તે જ સમયે, સ્કોડા ઓટો ઇન્ડિયાનું જથ્થાબંધ વેચાણ ઓગસ્ટ મહિનામાં 10 ટકા વધીને 4,222 યુનિટ થયું છે. કંપનીએ ઓગસ્ટ 2021માં ડીલરોને 3,829 વાહનો મોકલ્યા હતા.

જોકે, સ્થાનિક બજારમાં Honda Cars India Limited (HCIL)નું વેચાણ ઓગસ્ટમાં 30 ટકા ઘટીને 7,769 યુનિટ થયું છે. કંપનીએ ઓગસ્ટ 2021માં સ્થાનિક બજારમાં 11,177 વાહનોનું વેચાણ કર્યું હતું. જોકે, સમીક્ષા હેઠળના મહિનામાં કંપનીની નિકાસ 2,262 યુનિટથી વધીને 2,356 યુનિટ થઈ છે.

Published On - 7:09 am, Fri, 2 September 22

Next Article