Bonus Stock : 1 શેર પર 1 શેર બોનસ આપી રહી છે આ કંપની, બોનસ ઈશ્યુની રેકોર્ડ ડેટ 30 જૂન પહેલા

|

Jun 16, 2024 | 1:55 PM

Bonus Stock: Aurionpro Solutions Ltd એ દરેક શેર પર 1 શેરના બોનસની જાહેરાત કરી છે. રેકોર્ડ તારીખ 30 જૂન પહેલાની છે. છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરના ભાવમાં 100 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે.

Bonus Stock : 1 શેર પર 1 શેર બોનસ આપી રહી છે આ કંપની, બોનસ ઈશ્યુની રેકોર્ડ ડેટ 30 જૂન પહેલા
Bonus Stock

Follow us on

Bonus Share: શેરબજારમાં રોકાણ કરનારા માટે સારા સમાચાર છે. Aurionpro Solutions Ltd એ રોકાણકારોને બોનસ શેરના વિતરણની જાહેરાત કરી છે. કંપની એક શેર પર 1 શેર બોનસ આપી રહી છે. તમને જણાવી દઈએ કે, બોનસ ઈશ્યુની રેકોર્ડ ડેટ 30 જૂન પહેલાની છે. ચાલો આ સ્ટોક વિશે વિગતે જાણીએ –

રેકોર્ડ તારીખ ક્યારે છે?

કંપનીએ શેરબજારોને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે 1 શેર પર 1 શેર બોનસ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કંપનીએ 27 જૂનને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી છે. તેનો અર્થ એ કે તે આ દિવસે એક્સ-બોનસ સ્ટોક તરીકે વેપાર કરશે. જો તમે પણ આ બોનસ શેરનો લાભ લેવા માંગતા હોવ તો રેકોર્ડ ડેટ પહેલા શેર ખરીદો. તમને જણાવી દઈએ કે, કંપની પહેલીવાર બોનસ શેર આપી રહી છે.

1 વર્ષમાં પૈસા બમણા થયા

શુક્રવારે કંપનીના શેર 0.62 ટકાના વધારા સાથે રૂ. 2686.05ના સ્તરે બંધ થયા હતા. છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરના ભાવમાં 169 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. તેનો અર્થ એ છે કે આ સમયગાળા દરમિયાન સ્થાયી રોકાણકારોના નાણાં બમણાથી પણ વધુ થયા છે. તમને જણાવી દઈએ કે, છેલ્લા 6 મહિનામાં Aurionpro Solutions Ltdના શેરની કિંમતોમાં 35 ટકાનો વધારો જોવા મળ્યો છે.

સર્વ પિતૃ અમાસ પર કરો આ ઉપાયો,પિતૃઓ આપશે આશીર્વાદ!
15 દિવસ સતત ખાલી પેટ જીરાનું પાણી પીવાથી જાણો શું થાય છે?
દવાઓ કરતાં પણ વધુ અસરકારક છે આ 4 છોડ ! અનેક રોગોનો રામબાણ ઈલાજ
શું દારૂ પીધા પછી ઘી ખાવાથી નશો નથી ચડતો ?
Black Pepper : માત્ર 1 કાળા મરી ખાવાથી સ્વાસ્થ્ય પર થાય છે આ અસર
એકાદશીનું વ્રત કેમ કરવું જોઈએ, ઇન્દ્રેશજી મહારાજે જણાવ્યું કારણ

BSEમાં કંપનીનું 52 વીક હાઇ રૂ. 2799.65 અને 52 વીક લો રૂ. 900.10 છે. કંપનીનું માર્કેટ કેપ 7415.32 કરોડ રૂપિયા છે.

કંપની ડિવિડન્ડ ચૂકવી રહી છે

કંપની નિયમિત સમયાંતરે રોકાણકારોને ડિવિડન્ડ ચૂકવતી રહી છે. Aurionpro Solutions Ltd છેલ્લી વખત રૂ. 2.5નું ડિવિડન્ડ આપી રહી છે. આ પહેલા સપ્ટેમ્બરમાં કંપની 2.5 રૂપિયાનું ડિવિડન્ડ આપે છે.

નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

Next Article