SBI ના ગ્રાહક છો? તો તરત કરો આ કામ નહીતો સેવાઓમાં વિક્ષેપનો સામનો કરવો પડશે

|

Feb 09, 2021 | 7:19 AM

જો તમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) ના ગ્રાહક છો અને ડેબિટ કાર્ડ ધારક પણ છો, તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. દેશની જાહેર ક્ષેત્રની સૌથી મોટી બેંક દેશમાં ટ્રાન્ઝેક્શનની સુવિધા સાથે અન્ય દેશોમાં તેના સેવાઓ પણ પુરી પાડે છે.

SBI ના ગ્રાહક છો? તો તરત કરો આ કામ નહીતો સેવાઓમાં વિક્ષેપનો સામનો કરવો પડશે
SBI

Follow us on

જો તમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) ના ગ્રાહક છો અને ડેબિટ કાર્ડ ધારક પણ છો, તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. દેશની જાહેર ક્ષેત્રની સૌથી મોટી બેંક દેશમાં ટ્રાન્ઝેક્શનની સુવિધા સાથે અન્ય દેશોમાં તેના સેવાઓ પણ પુરી પાડે છે.

તાજેતરમાં જ, બેંકે આંતરરાષ્ટ્રીય વ્યવહાર કરનારાઓ માટે એક જાહેરનામું બહાર પાડ્યું હતું. જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે જો કોઈ પણ ગ્રાહકને આંતરરાષ્ટ્રીય વ્યવહાર કરવામાં મુશ્કેલી આવી રહી છે, તો તરત જ તમારા ખાતામાં તમારા પાનકાર્ડ સંબંધિત વિગતો અપડેટ કરો. જાણો આ કાર્ય કેવી રીતે કરી શકાય છે.

તમારા PANને એકાઉન્ટમાં કેવી રીતે લિંક કરવું
>> કોઈપણ એસબીઆઇ ગ્રાહક ઓફલાઇન અને ઓનલાઇન બંને રીતે SBI ખાતા સાથે તેમના પાનકાર્ડને લિંક કરી શકે છે.
>> આ માટે તમારે www.onlinesbi.com પર જવું પડશે અને My Accounts વિકલ્પ હેઠળ Profile-Pan Registration પર ક્લિક કરવું પડશે.
>> અહીં એક નવું પેજ ખુલશે. જો તમારું પાન એકાઉન્ટ તમારા બેંક ખાતામાં પહેલાથી લિંક થયેલું છે, તો તે તમારી સ્ક્રીન પર દેખાશે.
>> જો તમારું ખાતું પાન સાથે જોડાયેલ નથી, તો તમને તે ખાતા નંબર માટે પૂછવામાં આવશે જેમાં તમે તમારા પાનકાર્ડને લિંક કરવા માંગો છો.
>> તમારું એકાઉન્ટ નંબર પસંદ કરો અને ત્યાં બતાવેલા વિકલ્પમાં પાન નંબર લખો. આ પછી સબમિટ કરો.
>> આ પ્રક્રિયા દ્વારા તમે તમારા ખાતામાં પાન નંબર ઉમેરી શકો છો.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ઓફલાઇન પાન કાર્ડ લિંક કરવાની રીત
જો તમે નેટ બેન્કિંગનો ઉપયોગ કરતા નથી, તો તમે સીધા શાખામાં જઈ શકો છો અને તમારા ખાતામાં તમારો પાન નંબર અપડેટ કરી શકો છો. તમારે પાન અપડેશન ફોર્મ ભરવાનું રહેશે. પેન કાર્ડની સેલ્ફ એટેસ્ટેડ કોપી જરૂરી દસ્તાવેજો સાથે જોડો. તમારા બેંક ખાતા સાથે પાન જોડવા અંગે શાખા મેનેજરને સંબોધિત આવેદન પત્ર પણ મુકવું. આ સરળ પ્રક્રિયા પછી, પાન નંબર તમારા એકાઉન્ટ સાથે લિંક થશે.

 

Published On - 7:17 am, Tue, 9 February 21

Next Article