આને કહેવાય વેપાર ! Apple એ લોન્ચ કર્યુ સ્ક્રિન સાફ કરવાનું કપડું, કિંમત એટલી કે EMI પણ કરાવી શકાય
એપલ પોલિશિંગ ક્લોથ (Apple Polishing Cloth) ગઇકાલે નવા મેકબુક્સ, એરપોડ્સ અને હોમ મીની ઉપકરણો સાથે બજારમાં લોન્ચ કરાયુ. આ એક માઇક્રોફાઇબર પોલિશિંગ કાપડ છે જે આઇફોન, આઈપેડ અને મેકબુકના સ્ક્રીન ડિસ્પ્લેને સાફ કરે છે.
કહેવાય છે ને કે વ્યક્તિ ઇચ્છે તો હવાને પણ સોનાના ભાવે વેચી શકે. આ જ કહેવતને સાચી સાબિત કરી છે એપલ (Apple) કંપનીએ. એપલની પ્રોડ્ક્ટસને દુનિયાભરમાં એક સ્ટેટસ સિમ્બોલ તરીકે ઓળખવામાં આવે છે. આજ કારણ છે કે તેની પ્રોડક્ટ્સના ભાવ આકાશને આંબતા હોય છે. કંપની આઇફોન (iPhone), એરપોર્ડ (Air pods), સ્માર્ટ વોચ (Smart Watch) અને આઇપેડ તો બનાવે જ છે અને તેને ઉંચી કિંમતે વેચે પણ છે. પરંતુ હાલમાં એપલે એક નવી પ્રોડક્ટ લોન્ચ કરી છે જે હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.
Apple has made a $19 / £19 polishing cloth 🙃 pic.twitter.com/c7nPE4Wpzc
— Tom Warren (@tomwarren) October 18, 2021
તાજેતરમાં આઇફોન 13 સિરીઝ લોન્ચ કરનાર એપલ કંપનીએ બજારમાં નવું ઉત્પાદન માઇક્રોફાઇબર પોલિશિંગ ક્લોથ લોન્ચ કર્યું છે. કહેવા માટે આ માત્ર સ્ક્રીન ક્લીનિંગ કાપડ છે પરંતુ ભારતમાં તેની કિંમત 1,900 રૂપિયા છે. રસપ્રદ બાબત એ છે કે તમે તેને ખરીદવા માટે દર મહિને 224 રૂપિયાની EMI પણ કરાવી શકો છો.
I’m more excited for the Apple polishing cloth I just ordered than the MacBook 😭 pic.twitter.com/3u94b0olGK
— mike (@MikeCam) October 18, 2021
એપલ પોલિશિંગ ક્લોથ (Apple Polishing Cloth) ગઇકાલે નવા મેકબુક્સ, એરપોડ્સ અને હોમ મીની ઉપકરણો સાથે બજારમાં લોન્ચ કરાયુ. આ એક માઇક્રોફાઇબર પોલિશિંગ કાપડ છે જે આઇફોન, આઈપેડ અને મેકબુકના સ્ક્રીન ડિસ્પ્લેને સાફ કરે છે. કંપનીનું કહેવું છે કે આ પોલિશિંગ ક્લોથ ખૂબ નરમ, બિન-ઘર્ષક સામગ્રીમાંથી બનાવવામાં આવ્યું છે જે ઉપકરણના પ્રદર્શનને નુકસાન નહીં કરે. જો કે, આ કપડાની કિંમત સાંભળ્યા પછી, ઘણા ભારતીયોનું કહેવું છે કે આમાં તેઓ 2 જોડી નવા કપડા ખરીદી લેશે.
આ પણ વાંચો –
શિવસેના સાંસદ ભવના ગવલી આજે પણ ED સમક્ષ હાજર નહિ થાય, જાણો શા માટે પુછપરછ મુલતવી રાખવા કરી માંગ ?
આ પણ વાંચો –
ST કર્મચારીઓનું સરકારને રાત્રે 12 વાગ્યા સુધીમાં જવાબ આપવા અલ્ટીમેટમ, હકારાત્મક વલણ નહીં દાખવે તો હડતાલ
આ પણ વાંચો –