વિશ્વમાં Maid in India નો દબદબો, ભારતમાં બનેલા APPLE મોબાઈલનું વિશ્વમાં વધી રહ્યું છે સામ્રાજ્ય, સ્ટોર અને ફેક્ટરી ખોલ્યા બાદ કરવા જઈ રહી છે મોટું કામ

|

Nov 14, 2024 | 6:18 PM

વિશ્વનો સૌથી લોકપ્રિય સ્માર્ટફોન એટલે કે iPhone બનાવતી કંપની Apple Inc હાલમાં તે ભારતમાં વેચે છે અને એસેમ્બલ કરે છે, પરંતુ હવે ટૂંક સમયમાં તે ભારતમાં જ વધુ એક મોટું કામ કરવા જઈ રહી છે. વાંચો આ સમાચાર...

વિશ્વમાં Maid in India નો દબદબો, ભારતમાં બનેલા APPLE મોબાઈલનું વિશ્વમાં વધી રહ્યું છે સામ્રાજ્ય, સ્ટોર અને ફેક્ટરી ખોલ્યા બાદ કરવા જઈ રહી છે મોટું કામ
Apple Inc setup first subsidiary in India

Follow us on

iPhone મેન્યુફેક્ચરિંગ કંપની Apple હવે ભારતમાં પોતાનું સામ્રાજ્ય વિસ્તારી રહી છે. પહેલા કંપનીએ ભારતમાં iPhone વેચવાનું શરૂ કર્યું. પછી તેની વધુ પ્રોડક્ટ્સ લોન્ચ કરી. આ પછી દેશમાં એપલની એસેમ્બલી લાઇન શરૂ થઈ અને એપલના વિશિષ્ટ સ્ટોર્સ પણ ખોલવામાં આવ્યા. હવે કંપની ભારતમાં વધુ એક મોટું કામ કરવા જઈ રહી છે.

R&D પર થશે કામ

હા, એપલે હવે ભારતમાં પોતાની અલગ સબસિડિયરી કંપની બનાવી છે. આ કંપની હવે ભારતમાં એપલના નવા ઉત્પાદનો પર રિસર્ચ અને ડેવલોપમેન્ટ પર કામ કરશે. એટલું જ નહીં આ કંપની ઉત્પાદનોની ડિઝાઇનિંગ અને ટેસ્ટિંગ પણ કરશે.

એપલની આ નવી કંપની ખુલશે

અમેરિકાની Apple Inc.એ હવે ભારતમાં 100% હિસ્સો પેટાકંપની ‘Apple Operations India’ બનાવી છે. આ કંપની એન્જિનિયરિંગ સાધનો, લીઝિંગ, હાર્ડવેર ડેવલપમેન્ટ માટે એન્જિનિયરોની ભરતી અને ગ્રૂપ કંપનીઓના નિષ્ફળતા વિશ્લેષણ સાથે કામ કરશે. એપલે આ કંપનીની રચના માટે લેટર ઓફ કન્ફર્ટ આપ્યો છે. એપલ ઓપરેશન્સ ઈન્ડિયાએ ગયા અઠવાડિયે જ રજિસ્ટ્રાર ઑફ કંપનીઝને આની જાણકારી આપી છે. જો કે Apple તરફથી આ અંગે ઓફિશિયલ રીતે કંઈ કહેવામાં આવ્યું નથી.

ટીમ ઈન્ડિયાના બે ખેલાડીઓ એકબીજા સાથે કરશે લગ્ન
શિયાળામાં ડ્રાય સ્કિન સહિતની આ 5 સમસ્યાઓથી મળશે છુટકારો, જાણો નુસખો
Video: ડિપ્રેશન કે થાક દૂર કરવાના આ ઉપાયથી તમને મળશે રાહત, જાણી લો
અનુષ્કા શર્માથી ઉંમરમાં નાનો છે વિરાટ કોહલી, જુઓ ફોટો
મુકેશ અંબાણીના આખા દેશમાંથી 80 રિલાયન્સના સ્ટોર્સ થશે બંધ ! જાણો કારણ
શિયાળામાં રોજ ગોળની ચા પીવાથી જાણો શું ફાયદા થાય છે?

R&D કેન્દ્ર ધરાવતો વિશ્વનો 5મો દેશ

Apple સમગ્ર વિશ્વમાં તેના ઉત્પાદનો વેચે છે, તેમ છતાં સંશોધન અને વિકાસ કેન્દ્ર માત્ર થોડા જ દેશોમાં સ્થિત છે. હાલમાં કંપની માત્ર અમેરિકા, ચીન, જર્મની અને ઇઝરાયેલમાં જ R&D કેન્દ્રો ધરાવે છે. આ પહેલીવાર છે જ્યારે Appleએ ભારતમાં સીધી સબસિડિયરી બનાવી છે. આ ભારતમાં કંપનીનું પ્રથમ R&D સેન્ટર પણ છે.

Apple પહેલાથી જ તેની લાઇસન્સધારક કંપનીઓ દ્વારા ભારતમાં એસેમ્બલિંગ યુનિટ ચલાવી રહ્યું છે. કંપની દેશમાં તેના પોતાના બે સ્ટોર પણ ચલાવે છે. ‘એપલ ઈન્ડિયા’, જે ભારતમાં એપલના વેચાણ અને માર્કેટિંગની દેખરેખ રાખે છે. તે વાસ્તવમાં તેની યુરોપીયન કામગીરીનો એક ભાગ છે. એપલની આયર્લેન્ડ બેસ્ટ કંપની દ્વારા તેનું સંચાલન કરવામાં આવે છે.

Published On - 2:29 pm, Thu, 14 November 24

Next Article