કંગાળ પાકિસ્તાનને વધુ એક ફટકો, IMFએ લોન આપવાની ના પાડી, કર્મચારીઓને પગાર ચુકવવામાં પણ પડ્યા ફાફા

|

Jan 25, 2023 | 7:18 PM

ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) એ પાકિસ્તાનને લોન આપવાનો ઈન્કાર કરી દીધો છે. આ પહેલા IMFએ પાકિસ્તાન પાસે બજેટ અંગે વધારાની માહિતી માંગી હતી. પાકિસ્તાનને 10 અબજ ડોલરની વિદેશી લોનની તાત્કાલિક જરૂર છે.

કંગાળ પાકિસ્તાનને વધુ એક ફટકો, IMFએ લોન આપવાની ના પાડી, કર્મચારીઓને પગાર ચુકવવામાં પણ પડ્યા ફાફા
pakistan crisis

Follow us on

પાકિસ્તાન હાલમાં ભારે આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. આ દરમિયાન આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાડોશી દેશ પાકિસ્તાનને આંચકો લાગ્યો છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) એ પાકિસ્તાનને લોન આપવાનો ઈન્કાર કરી દીધો છે. આ પહેલા IMFએ પાકિસ્તાન પાસે બજેટ અંગે વધારાની માહિતી માંગી હતી. પાકિસ્તાનને 10 અબજ ડોલરની વિદેશી લોનની તાત્કાલિક જરૂર છે.

IMFના આ પગલાને કારણે ત્યાંના સરકારી કર્મચારીઓને પગાર ચૂકવવો પણ ભારે પડી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર શાહબાઝ શરીફ સરકારે સરકારી કર્મચારીઓના પગારમાં 10 ટકાનો ઘટાડો કરવાની યોજના તૈયાર કરવાના નિર્દેશ આપ્યા છે.

આવી સ્થિતિમાં IMF પણ પાકિસ્તાનથી દૂર થઈ ગયું છે, જ્યારે ત્યાંની આર્થિક કટોકટી ખરાબથી ખરાબ થઈ રહી છે. IMFએ પણ મુશ્કેલીમાં મુકાયેલા દેશની મદદ માટે બચાવ ટીમ મોકલવાનો ઈનકાર કર્યો છે. શહબાઝ શરીફ સરકારે IMFને સમીક્ષા પૂર્ણ કરવા માટે એક ટીમ મોકલવા વિનંતી કરી હતી. એવી અટકળો હતી કે IMF પાકિસ્તાનને આર્થિક કટોકટીનો સામનો કરવા માટે નાણાકીય સહાય આપી શકે છે, પરંતુ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ પાકિસ્તાનની વિનંતીને ઠુકરાવી દીધી અને તેને લોન આપવાનો ઈનકાર કર્યો.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

સરકારી કર્મચારીઓનો પગાર ચૂકવવો પડશે

પાકિસ્તાન બેલેન્સ ઓફ પેમેન્ટ કટોકટીનો સામનો કરી રહ્યું છે. રોઈટર્સના જણાવ્યા અનુસાર, સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન (SBP)ની વિદેશી હૂંડિયામણ અનામત ઘટીને $4.343 બિલિયન થઈ ગઈ છે. પાકિસ્તાને 2019માં $6 બિલિયનનું બેલઆઉટ મેળવ્યું હતું, જે વર્ષની શરૂઆતમાં $1 બિલિયન હતું. હાલમાં પાકિસ્તાનમાં ગેસના ભાવમાં 70 અને વીજળીના ભાવમાં 30 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.

તે જ સમયે, આર્થિક સંકટને કારણે પાકિસ્તાન સરકારી કર્મચારીઓના પગારમાં 10 ટકાનો ઘટાડો કરવાની પણ યોજના બનાવી રહ્યું છે. આ સિવાય સરકાર સંકટનો સામનો કરવા માટે વિવિધ ઉપાયો પર વિચાર કરી રહી છે. મંત્રાલયોને ખર્ચમાં 15 ટકાનો ઘટાડો કરવા માટે કહેવામાં આવ્યું છે. આ સિવાય ફેડરલ મિનિસ્ટર અને સ્ટેટ મિનિસ્ટર્સને પણ ઓછો ખર્ચ કરવા માટે કહેવામાં આવ્યું છે.

Next Article