AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જે કંપનીએ 501 રૂપિયામાં દુનિયા મુઠ્ઠીમાં કરવાનું શીખવાડ્યું, તે આજે થઈ ગઈ નાદાર !

દેશના જાણીતા બિઝનેસ ટાયકૂન અને રિલાયંસ ઔદ્યોગિક ગૃહ સાથે સંબંધ ધરાવતા અનિલ અંબાણનો કૉમ્યુનિકેશન બિઝનેસ દેવાળિયુ થવાના આરે છે. ભારતમાં એક સમયે મોબાઇલ સેવા પ્રદાતા કંપનીઓમાં ટૉપ રહેલી રિલાયંસ કૉમ્યુનિકેશન (RCOM) લિમિટેડે નાદાર થવાની અરજી કરવાનો નિર્ણય કર્યો છે. અનિલ અંબાણીના નેતૃત્વ હેઠળની આરકૉમે નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ (NCLT)ની મુંબઈ બેંચમાં નાદાર થવાની અરજી દાખલ […]

જે કંપનીએ 501 રૂપિયામાં દુનિયા મુઠ્ઠીમાં કરવાનું શીખવાડ્યું, તે આજે થઈ ગઈ નાદાર !
| Updated on: Feb 02, 2019 | 6:35 AM
Share

દેશના જાણીતા બિઝનેસ ટાયકૂન અને રિલાયંસ ઔદ્યોગિક ગૃહ સાથે સંબંધ ધરાવતા અનિલ અંબાણનો કૉમ્યુનિકેશન બિઝનેસ દેવાળિયુ થવાના આરે છે.

ભારતમાં એક સમયે મોબાઇલ સેવા પ્રદાતા કંપનીઓમાં ટૉપ રહેલી રિલાયંસ કૉમ્યુનિકેશન (RCOM) લિમિટેડે નાદાર થવાની અરજી કરવાનો નિર્ણય કર્યો છે. અનિલ અંબાણીના નેતૃત્વ હેઠળની આરકૉમે નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ (NCLT)ની મુંબઈ બેંચમાં નાદાર થવાની અરજી દાખલ કરવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો : આજનું રાશિ ફળ : આ રાશિઓના લોકોનું આજે ચમકવાનું છે કિસ્મત, GIRL FREIND તરફથી મળશે ફાયદો, ક્યાંક તમારી તો નથી આ રાશિમાંથી કોઈ એક રાશિ ?

આરકૉમે શુક્રવારે જાહેર કરાયેલા એક નિવેદનમાં જણાવ્યું કે કંપનીએ એનસીએલટીની જોગવાઇઓ હેઠળ ડેબ્ટ રિઝ્યુલેશન પ્લાન પર કામ કરવાનો નિર્ણય કર્યો છે. કંપનીને લોન આપનારાઓ વચ્ચે સંમતિ નથી સધાઈ શકી. આ ઉપરાંત અનેક કાયદાકીય પડકારોના કારણો પણ આરકૉમને લોનની ચુકવણીમાં મુશ્કેલીઓ નડી રહી છે.

આ પણ વાંચો : દિલ્હીના CM અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો કેજરીવાલના આ ‘શરમજનક કૃત્ય’એ એક ‘આમ આદમી’ને ધ્રુસકે-ધ્રુસકે રડાવ્યા અને દેવામાં ડૂબાડી દીધાં !

દેવામાં ડૂબેલી ટેલિકૉમ કંપની આરકૉમે કહ્યું, ‘રિલાયંસ કૉમ્યુનિકેશન્સના નિયામક મંડળે એનસીએલટીના માધ્યમથી ઋણ સમાધાન યોજના લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. કંપનીના બોર્ડ ઑફ ડાયરેક્ટર્સે શુક્રવારે કંપનીની ઋણ ચુકવણી યોજનાની સમીક્ષા કરી કે જેમાં જણાયું કે 18 મહિના વીત્યા બાદ પણ સંપત્તિઓને વેચવાની યોજનાઓથી ઋણદાતાઓને અત્યાર સુધી કંઈ પણ નથી મળી શક્યું.’

આરકૉમે આ નિવેદનમાં જણાવ્યું, ‘આ જ આધારે બોર્ડ ઑફ ડાયરેક્ટર્સે નક્કી કર્યું કે કંપની એનસીએલટી મુંબઈના માધ્યમથી ઝડપથી સમાધાનનો વિકલ્પ પસંદ કરશે. બોર્ડનો વિચાર છે કે આ પગલું તમામ સંબંધિત પક્ષોના હિતમાં રહેશે.’

કંપનીએ એનસીએલટીના શરણે જવાના નિર્ણય પાછળના તર્ક જણાવતા કહ્યું કે કંપનીને ઉધાર આપનાર 40 દેશી અને વિદેશી સંસ્થાઓ વચ્ચે સંપૂર્ણપણે મતભેદ છે. જોકે છેલ્લા 12 મહિનાઓમાં તેમની વચ્ચે સંમતિ સધાવવા માટે 45 બેઠકો કરવામાં આવી. આ ઉપરાંત હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ તથા દૂરસંચાર અને અપીલ ન્યાયાધિકરણ (TDSAT) સમક્ષ પણ કંપની વિરુદ્ધ ડઝનબંધ કેસો પડતર છે. કંપનીએ કહ્યું કે આ જટિલતાઓના પગલે કંપની એનસીએલટીના શરણે ગઈ છે. અહીં તમામ લોનનો પારદર્શકતા તથા સમયબદ્ધ પ્રક્રિયામાં એટલે કે 270 દિવસોની અંદર નિપટારો થઈ શકશે.

કંપનીએ નિવેદનમાં જણાવ્યું કે આરકૉમ તથા તેની બે સબસીડરી કંપનીઓ રિલાયંસ ટેલિકૉમ તથા રિલાયંસ ઇન્ફ્રાટેલ લિમિટેડ બોર્ડ ઑફ ડાયરેક્ટર્સના નિર્ણયને લાગુ કરવા માટે જરૂરી પગલા ભરશે. આ નિર્ણયની કંપનીની બીજી સબસીડરી કંપનીઓ પર કોઈ અસર નહીં પડે.

[yop_poll id=976]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
g clip-path="url(#clip0_868_265)">