ડિજિટલ ભારતનું નવું ઉદાહરણ, UPI નો આવો ઉપયોગ તમે ક્યારેય નહી જોયો હોય, આનંદ મહીન્દ્રાએ શેર કર્યો Video

|

Nov 06, 2021 | 10:48 PM

આનંદ મહીન્દ્રાએ તાજેતરમાં ટ્વીટર પર એક વીડીયો શેર કર્યો છે. જે ઝડપથી વાયરલ થયો છે. આ વિડીયો ડિજિટલ ભારતનું નવું જ દ્રશ્ય બતાવે છે.

ડિજિટલ ભારતનું નવું ઉદાહરણ, UPI નો આવો ઉપયોગ તમે ક્યારેય નહી જોયો હોય, આનંદ મહીન્દ્રાએ શેર કર્યો Video
Anand Mahindra

Follow us on

મહીન્દ્રા એન્ડ મહીન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહીન્દ્રા સોશીયલ મીડીયાની દુનિયામાં ઘણા એક્ટીવ રહે છે. તેઓ અવારનવાર ટ્વીટ કરતા રહે છે. તેમની ટ્વીટ ખૂબ ચર્ચામાં પણ રહેતી હોય છે. ક્યારેક તેઓ ફની, તો ક્યારેક દેશી જુગાડથી કરેલા કમાલનો વીડીયો શેર કરતા રહેતા હોય છે. જો કે, શનીવારે તેમણે ટ્વીટર પર શેર કરેલો વીડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેમજ ખાસ્સો ચર્ચામાં પણ છે. આ વીડીયો ભારતમાં ડીજીટલ પેમેન્ટની વધતી લોકપ્રિયતાને દર્શાવે છે. નાના માણસોથી લઈને ધાર્મિક પરંપરાઓમાં પણ સરળતા ખાતર ડીજીટલ પગલુ આગળ વધારવામાં આવ્યુ છે.

આનંદ મહીન્દ્રાએ શેર કર્યો વીડીયો, જુઓ વીડીયો

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

 

આ સાથે તેમણે કેપ્શનમાં લખ્યું કે, શું તમને ભારતમાં મોટા પાયે ડિજિટલ પેમેન્ટ્સમાં રૂપાંતર માટે કોઈ વધુ પુરાવાની જરૂર છે?!

શું છે એવું આ વીડીયોમાં ? 

આ 30 સેકંડની એક ક્લીપમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ દક્ષીણા આપવા માટે ‘ નંદી બળદ ‘ ના માથા પર લગાવવામાં આવેલા બારકોડને પોતાના સ્માર્ટફોનથી સ્કેન કરે છે. આ જોઈને જ લોકો આશ્ચર્યમાં મુકાયા છે. એક જમાનો એવો હતો કે લોકો ડીજીટલ પેમેન્ટથી દુર ભાગતા હતા, ડરતા હતા. હાલ લોકો સરળતા માટે, ટાઈમ બચાવવા માટે ડીજીટલ પેમેન્ટને પ્રાથમિકતા આપે છે.

ઈન્ટરનેટ અને સ્માર્ટફોનના વપરાશમાં વધારો થવા સાથે સમગ્ર દેશમાં ડિજિટલ પેમેન્ટ્સનો વિસ્ફોટ થઈ રહ્યો છે. ઑક્ટોબરમાં ડિજિટલ પેમેન્ટ અપનાવવાનું સ્તર એક નવી સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચી ગયું હતું. જે તહેવારોની સિઝનની શરૂઆતને ચિહ્નિત કરે છે.

ઑક્ટોબરમાં UPI વ્યવહારોનું મૂલ્ય 100 અરબ ડોલર વટાવી ગયું હતું. રૂપિયાના સંદર્ભમાં, ટ્રાન્ઝેક્શનનું મૂલ્ય  7.71 લાખ કરોડ રૂપિયા છે અને મહિનામાં 421 કરોડ ટ્રાન્ઝેક્શન થયા હતા, બંને સર્વકાલીન ઉચ્ચ સ્તરે છે.

જ્યારે 2016માં UPIની શરૂઆત થઈ ત્યારથી ઑક્ટોબર 2020માં માસિક ટ્રાન્ઝેક્શન વેલ્યુને 3.86 લાખ કરોડ રૂપિયાના આંકને પાર કરવામાં ચાર વર્ષ લાગ્યા, જ્યારે ઓક્ટોબરમાં આ સંખ્યા લગભગ બમણી થઈને  7 લાખ કરોડ રૂપિયાને પાર કરી ગઈ.

 

આ પણ વાંચો :  છેલ્લા 1 વર્ષમાં આવેલા IPO પૈકી 75% એ રોકાણકારોના પૈસામાં વૃદ્ધિ કરી, એક વર્ષમાં 87 હજાર કરોડનું રોકાણ થયું

Next Article