દુબઇમાં મળી રહી છે એક એવી આઈસ્ક્રીમ જેની કિંમત સાંભળી પરસેવો છૂટી જાય છે, જાણો વિશ્વની સૌથી મોંઘી આઈસ્ક્રીમ અને તેના એક સ્કૂપની કિંમત વિશે અહેવાલમાં

|

Jul 23, 2021 | 10:00 AM

આઇસક્રીમનાસામગ્રીમાં ઇટાલિયન ટ્રફલ્સ, એમ્બ્રોસિયલ ઇરાની કેસર અને ખાવા માટે પ્રમાણિત 23-કેરેટ ગોલ્ડ ફ્લેક્સ શામેલ છે. આઈસ્ક્રીમ તાજા વેનીલા બીન્સમાંથી તૈયાર થાય છે જેને તમારી નજર સામે બનાવવામાં આવે છે. આ આઈસ્ક્રીમ પીરસતી વખતે તેની ગાર્નિશિંગ 23 કેરેટ ગોલ્ડથી કરવામાં આવે છે.

દુબઇમાં મળી રહી છે એક એવી આઈસ્ક્રીમ જેની કિંમત સાંભળી પરસેવો છૂટી જાય છે, જાણો વિશ્વની સૌથી મોંઘી આઈસ્ક્રીમ અને તેના એક સ્કૂપની કિંમત વિશે અહેવાલમાં
Black Diamond Ice cream

Follow us on

આઈસ્ક્રીમ આપણને સૌને પ્રિય લાગે છે. આ એક એવું ડેઝર્ટ છે કે તેની સરખામણી અન્ય કોઈ પણ ચીજ સાથે કરવી કદાચ વ્યર્થ લાગે છે. સમયના પરિવર્તન , ઋતુ , લોકોના સ્વાદની પસંદ અને વિસ્તારની ઓળખ અનુરૂપ સમયાંતરે આઈસ્ક્રીમની નવી નવી ફ્લેવર લોન્ચ થતી રહે છે. મોટેભાગે આઈસ્ક્રીમ દરેક વર્ગના લોકોની પસંદ મનાય છે પણ આજે અમે તમને એક એવા આઈસ્ક્રીમની વાત કરી રહ્યા છે જેનો સ્વાદ ચાખવા માટે એટલો મોટો ખર્ચ થાય છે કે આઈસ્ક્રીમની કિંમત જાણીને જ પરસેવો છૂટી જાય છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

ગમે તે ઋતુ હોય પણ હંમેશા આઈસ્ક્રીમ ખાવાનું મન થાય છે. ખરેખર તેને વ્યક્તિ ખૂબ જ ઉત્સાહથી ખાય છે. એક અહેવાલ મુજબ દુબઇમાં સ્કૂપી કેફે(scoopi cafe dubai) ‘બ્લેક ડાયમંડ’ (Black Diamond)નામનો આઇસક્રીમને મેનુમાં ઉમેર્યું છે. આ આઈસ્ક્રીમની કિંમત 840 ડોલર એટલેકે 62,900 રૂપિયા છે. તે વિશ્વની સૌથી મોંઘી આઈસ્ક્રીમ માનવામાં આવે છે. સ્કૂપીમાં પીરસવામાં આવતા તમામ પ્રકારના આઇસક્રીમની જેમ “બ્લેક ડાયમંડ” સ્ક્રેચથી બનાવવામાં આવે છે. હાલમાં સોનાના તોલાની કિંમત પણ 50,000 રૂપિયાથી ઓછી છે. ચાલો આપણે જાણીએ આ આઈસ્ક્રીમમાં એવું શું છે જે તેને આ હદે કિંમતી બનાવે છે.

આઇસક્રીમનાસામગ્રીમાં ઇટાલિયન ટ્રફલ્સ, એમ્બ્રોસિયલ ઇરાની કેસર અને ખાવા માટે પ્રમાણિત 23-કેરેટ ગોલ્ડ ફ્લેક્સ શામેલ છે. આઈસ્ક્રીમ તાજા વેનીલા બીન્સમાંથી તૈયાર થાય છે જેને તમારી નજર સામે બનાવવામાં આવે છે. આ આઈસ્ક્રીમ પીરસતી વખતે તેની ગાર્નિશિંગ 23 કેરેટ ગોલ્ડથી કરવામાં આવે છે. લોકોની સામે બ્લેક ડાયમંડ આઈસ્ક્રીમ ખાસ કપમાં પીરસવામાં આવે છે. કાફે આ આઇસક્રીમને કાળા અને સોનાના રંગોમાં વિશિષ્ટ Versace Bowl માં પીરસે છે.

 

 

દુબઈના કાફેમાં જ્યાં જ્યાં આઈસ્ક્રીમ દુબઈમાં ઉપલબ્ધ છે તે જ સ્થળે 23 કેરેટ ખાદ્ય ગોલ્ડથી બનેલી Latte Coffee પણ પીરસવામાં આવે છે અહીંના લોકો તેને ગોલ્ડ કોફીના નામથી પણ ઓળખે છે. આવી મોંઘા આઈસ્ક્રીમની વિશેષતા વિશે સાંભળીને ચોક્કસ દરેકનું મન તેને ખાવા ઈચ્છા કરે છે પરંતુ જરા વિચારો કે જો તમને આઈસ્ક્રીમ માટે 60,000 થી વધુની મોટી રકમ ચૂકવવી પડે તો તે કેવી લાગશે. ચોક્કસ તમે વિચારતા જ હશો કે આઇસક્રીમ આટલો ખર્ચાળ પણ છે???

Published On - 9:59 am, Fri, 23 July 21

Next Article