AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ALERT! જો તમે ચેક દ્વારા ચૂકવણી કરો છો, તો સાવચેત રહેજો , નવી સિસ્ટમમાં કરશો ચૂક તો દંડનો સામનો કરવો પડી શકે છે

આ નવા નિયમ હેઠળ રજાના દિવસે પણ તમારો ચેક ક્લિયર થઈ જશે. ભલે આનાથી ક્લિયરન્સ માટેનો સમય ઓછો થશે પરંતુ હવે તમારે પણ સાવચેત રહેવાની જરૂર છે કારણ કે હવે શનિવારે આપવામાં આવેલા ચેક રવિવારે પણ ક્લિયર કરી શકાય છે. એટલે કે ચેકના ક્લિયરન્સ માટે તમારે તમારા ખાતામાં હંમેશા બેલેન્સ રાખવું પડશે

ALERT! જો તમે ચેક દ્વારા ચૂકવણી કરો છો, તો સાવચેત રહેજો , નવી સિસ્ટમમાં કરશો ચૂક તો દંડનો સામનો કરવો પડી શકે છે
પ્રતીકાત્મક તસ્વીર
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2021 | 8:46 AM
Share

જો તમે ચેક દ્વારા ચુકવણી(Cheque Payment) કરો છો તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે. હવે તમારે કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાને ચેક આપતા પહેલા વધુ સાવચેત રહેવું પડશે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ બેન્કિંગ નિયમોમાં મોટા ફેરફાર કર્યા છે જે 1 ઓગસ્ટથી અમલમાં આવ્યા છે. કેન્દ્રીય બેંકે નેશનલ ઓટોમેટેડ ક્લિયરિંગ હાઉસ (NACH) ને 24 કલાક કાર્યરત રાખવાનો નિર્ણય કર્યો છે. આ નિયમ તમામ સરકારી અને ખાનગી બેંકોમાં પણ લાગુ પડશે.

આ નવા નિયમ હેઠળ રજાના દિવસે પણ તમારો ચેક ક્લિયર થઈ જશે. ભલે આનાથી ક્લિયરન્સ માટેનો સમય ઓછો થશે પરંતુ હવે તમારે પણ સાવચેત રહેવાની જરૂર છે કારણ કે હવે શનિવારે આપવામાં આવેલા ચેક રવિવારે પણ ક્લિયર કરી શકાય છે. એટલે કે ચેકના ક્લિયરન્સ માટે તમારે તમારા ખાતામાં હંમેશા બેલેન્સ રાખવું પડશે અન્યથા જો તમારો ચેક બાઉન્સ થાય તો તમારે દંડ ભરવો પડી શકે છે. અગાઉ ચેક આપતી વખતે ગ્રાહક નક્કીકરી લેતા હતા કે રજા પછી જ ચેક ક્લિયર થશે પરંતુ હવે તે રજાના દિવસે પણ ક્લિયર કરી શકાય છે.

NACH શું છે? NACH ને નેશનલ ઓટોમેટેડ ક્લિયરિંગ હાઉસ (NACH) કહેવામાં આવે છે. તે દેશમાં નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા ચલાવવામાં આવે છે. બલ્ક પેમેન્ટ સામાન્ય રીતે આ દ્વારા કરવામાં આવે છે. NACH આવી જ એક બેંકિંગ સેવા છે. જેના દ્વારા કંપનીઓ અને સામાન્ય માણસ દર મહિને તેમની દરેક ચુકવણી સરળતાથી અને કોઈપણ ટેન્શન વગર પૂર્ણ કરે છે. તે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા સંચાલિત છે.

કેટલા પ્રકારના હોય છે NACH NACH ના બે પ્રકાર છે. એક NACH ડેબિટ છે. તે સામાન્ય રીતે ટેલિફોન બિલની ચુકવણી, મ્યુચ્યુઅલ ફંડમાં SIP અને વીજળીના બિલની ચુકવણી માટે વપરાય છે. બીજી NACH ક્રેડિટ છે. NACH ક્રેડિટનો ઉપયોગ પગાર, વ્યાજ, પેન્શન અને ડિવિડન્ડ ચૂકવવા માટે થાય છે. એટલે કે, હવે આ બધી સુવિધાઓ મેળવવા માટે તમારે સોમવારથી શુક્રવાર સુધી રાહ જોવી નહીં પડે આ કામો પણ સપ્તાહના અંતે પણ કરવામાં આવશે.

આ પણ વાંચો : Chemplast Sanmar નો IPO 10 ઓગસ્ટના રોજ ખુલશે, જાણો રોકાણની તક વિશે વિગતવાર

આ પણ વાંચો : હવે વિદેશ જતા વિદ્યાર્થીઓને Quarantine ખર્ચની ચિંતા નહિ રહે, વેક્સીન કિંગ Adar Poonawalla કરશે મદદ , જાણો કઈ રીતે મળશે લાભ

g clip-path="url(#clip0_868_265)">