Akshaya Tritiya 2022 : આજે સોનાની ખરીદી નફાના સ્થાને ખોટનો સોદો ન બને તે માટે આ 5 બાબત ધ્યાનમાં રાખજો
માત્ર ફિઝિકલ ગોલ્ડ જ નહીં પરંતુ સોનું ખરીદવાના અન્ય વિકલ્પો પણ છે. તમે ગોલ્ડ ઇટીએફ, ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ અથવા સોવરિન ગોલ્ડ બોન્ડ્સ (એસજીબી) માં રોકાણ કરી શકો છો
આજે મંગળવાર 3 મેના રોજ અક્ષય તૃતીયા(Akshaya Tritiya 2022)નો તહેવાર છે. જે ખૂબ જ શુભ માનવામાં આવે છે. અક્ષય તૃતીયા પર સોનામાં રોકાણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આર્થિક રીતે સક્ષમ કોઈપણ વ્યક્તિ આ દિવસે સોનું ખરીદે છે. જ્વેલરી, બાર અને સિક્કાના રૂપમાં સોનું ખરીદવું એ સામાન્ય રીતે સોનામાં રોકાણ કરવાની પસંદગીની રીત છે પરંતુ તે એક ચિંતાનો સોદો પણ છે કારણ કે તેમાં GST અને શુલ્ક અને શુદ્ધતા અને સંગ્રહની ચિંતાનો સમાવેશ થાય છે. એટલા માટે માત્ર ફિઝિકલ ગોલ્ડ જ નહીં પરંતુ સોનું ખરીદવાના અન્ય વિકલ્પો પણ છે. તમે ગોલ્ડ ઇટીએફ, ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ અથવા સોવરિન ગોલ્ડ બોન્ડ્સ (એસજીબી) માં રોકાણ કરી શકો છો કારણ કે તમારે શુદ્ધતા, સંગ્રહ અને અન્ય શુલ્ક વિશે ચિંતા કરવાની જરૂર નથી.
સોનું ખરીદતા પહેલા તમારે ધ્યાનમાં રાખવાની 5 બાબતો
1- હોલમાર્કવાળી જ્વેલરી ખરીદો
સોનાના આભૂષણો ખરીદવાની સૌથી સલામત રીત હંમેશા હોલમાર્કવાળી જ્વેલરી ખરીદો. ભારતીય માનક બ્યુરોની ઓળખ સોનાની શુદ્ધતાની ખાતરી કરે છે. સોનું શુદ્ધતાના વિવિધ સ્વરૂપોમાં આવે છે જેમ કે 18 કેરેટ અને નીચે, 22 કેરેટ અને 24 કેરેટ. હોલમાર્કવાળી જ્વેલરી ખરીદવી વધુ સારું છે જેથી સોનાની શુદ્ધતાની ખાતરી મળે.
2- આજની સોનાની કિંમત જાણો
આજે સોનાની કિંમત શું છે તેની માહિતી તમે ઓનલાઈન મેળવી શકો છો. તમે જ્વેલર્સ પાસેથી કિંમતની માહિતી પણ મેળવી શકો છો.
3 – મેકિંગ ચાર્જીસ પર ભાવતાલ કરો
જો તમે ગોલ્ડ જ્વેલરી ખરીદતા હોય તો મેકિંગ ચાર્જ જાણવો ખૂબ જ જરૂરી છે. મેકિંગ ચાર્જ જ્વેલરીની કિંમતના 30 ટકા સુધીનો હોઈ શકે છે. દરેક જ્વેલર મેકિંગ ચાર્જીસ પર ભારે ડિસ્કાઉન્ટ આપે છે તેથી મેકિંગ ચાર્જીસ પર ભાવતાલ કરો.
4 – બિલ માટે પૂછવાનું ભૂલશો નહીં
સોનાની ખરીદીનું બિલ તમારી પાસે રાખો. જેથી કરીને જો તમે થોડા વર્ષો પછી એ જ સોનું વેચો તો જ્વેલર્સ તમારી પાસેથી બિલની માંગ કરી શકે છે. ઉપરાંત કેપિટલ ગેઈન ટેક્સની ગણતરી કરવા માટેનું બિલ રાખીને ખરીદી કિંમત નક્કી કરી શકાય છે. આ સિવાય નજીકના ભવિષ્યમાં કોઈ વિવાદ સામે આવે તો ચલણ કામમાં આવી શકે છે. તમારા રેકોર્ડ માટે બીલ રાખવાનું પણ મહત્વનું છે.
5 – વજન તપાસ રાખો
સોનું ખરીદતી વખતે તેનું વજન જાણવું ખૂબ જ જરૂરી છે કારણ કે તેના પરથી જ સોનાની જ્વેલરીની કિંમત જાણી શકાય છે. નાના શહેરો કે ગામડાઓમાં ઘણા જ્વેલર્સે સોનાના તોલમાપમાં ગ્રાહકો સાથે છેતરપિંડી કરી છે જેની ફરિયાદો ઘણી વખત સામે આવી છે.
આ પણ વાંચો : Bank Holidays in May 2022 : બેંક જવાનું વિચારી રહ્યા છો? આ અહેવાલ વાંચ્યા પછી કરો પ્લાનિંગ નહીંતર ધક્કો ખાવો પડશે