Airtel એ ત્રીજી ક્વાર્ટરમાં 854 કરોડ રૂપિયાનો નફો કર્યો, રેકોર્ડ સ્તરે એકીકૃત ત્રિમાસિક કમાણી નોંધાઈ

ખાનગી ક્ષેત્રની ટેલિકોમ કંપની ભારતી એરટેલે(Bharti Airtel) ડિસેમ્બર 2020 માં પૂરા થયેલા વર્તમાન નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં 854 કરોડ રૂપિયાનો એકીકૃત ચોખ્ખો નફો કર્યો છે.

Airtel એ ત્રીજી ક્વાર્ટરમાં 854 કરોડ રૂપિયાનો નફો કર્યો, રેકોર્ડ સ્તરે એકીકૃત ત્રિમાસિક કમાણી નોંધાઈ
File Photo
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Feb 04, 2021 | 2:14 PM

ખાનગી ક્ષેત્રની ટેલિકોમ કંપની ભારતી એરટેલે(Bharti Airtel) ડિસેમ્બર 2020 માં પૂરા થયેલા વર્તમાન નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં 854 કરોડ રૂપિયાનો એકીકૃત ચોખ્ખો નફો કર્યો છે. કંપનીને પાછલા નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ 1,035 કરોડનું નુકસાન થયું હતું. આવકમાં સુધારો અને ગ્રાહકોની સંખ્યામાં વધારો થવાને કારણે કંપની નફામાં પરત ફરી છે. ત્રિમાસિક ગાળા દરમિયાન કંપનીએ તેની અત્યાર સુધીની સૌથી વધુ એકીકૃત આવક 26,518 કરોડ રૂપિયા નોંધાવી છે. આ આંકડો ગયા વર્ષના સમાન સમયગાળા કરતા 24.2 ટકા વધારે છે.

ડિજિટલ પેમેન્ટમાં તેજી આવી કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ત્રિમાસિક ગાળા દરમિયાન તેની સ્થાનિક વ્યાપાર આવક 25.1 ટકા વધીને 19,007 કરોડ રૂપિયા થઈ છે. કોઈપણ ત્રિમાસિક ગાળામાં કંપનીની આ સૌથી વધુ સ્થાનિક બિઝનેસ ઇન્કમ છે. સમીક્ષા હેઠળ ક્વાર્ટરમાં કંપનીની સરેરાશ કમાણી (ARPU) વધીને 166 રૂપિયા થઈ ગઈ છે જે ગયા નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ 135 હતી.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

એરટેલના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO )ભારત અને દક્ષિણ એશિયા ગોપાલ વિટ્ટલે કહ્યું હતું કે કંપનીએ આખા વર્ષ દરમિયાન ઘણા ઉતાર-ચઢાવનો સામનો કરવો પડ્યો છે. આ હોવા છતાં, ક્વાર્ટર દરમિયાન અમારું પ્રદર્શન ખૂબ સારું રહ્યું છે. અમારા પોર્ટફોલિયોના તમામ વિભાગોએ જોરદાર પ્રદર્શન કર્યું છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">