Air India ની એવિએશન સેક્ટરમાં પોતાનું વર્ચસ્વ વધારવા 500 નવા એરક્રાફ્ટનો ઓર્ડર આપવાની તૈયારી, વાંચો વિગતવાર

|

Jan 17, 2023 | 8:40 AM

ટાટા સન્સ એર ઈન્ડિયા સાથે વિસ્તારાના મર્જર દ્વારા ઉડ્ડયન ક્ષેત્રમાં મોટું સામ્રાજ્ય સ્થાપિત કરવા માંગે છે. વિલીનીકરણના નિર્ણય બાદ એર ઈન્ડિયા દેશમાં એરક્રાફ્ટની સંખ્યા અને બજાર હિસ્સાની દ્રષ્ટિએ બીજી સૌથી મોટી એરલાઈન બની જશે. એર ઈન્ડિયાને ખરીદવાની રેસમાં ટાટા જૂથને વિજયી જાહેર કરવામાં આવ્યું હતું.

Air India ની એવિએશન સેક્ટરમાં પોતાનું વર્ચસ્વ વધારવા 500 નવા એરક્રાફ્ટનો ઓર્ડર આપવાની તૈયારી, વાંચો વિગતવાર
Air India flight - File

Follow us on

કોરોનાકાળ પછી ઉડ્ડયન ઉદ્યોગમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. હવાઈ ​​મુસાફરોની સંખ્યા વધી રહી છે, હવાઈ મુસાફરીની વધતી માંગને ધ્યાનમાં રાખીને એર ઈન્ડિયા 500 નવા એરોપ્લેન ઓર્ડર કરવાની તૈયારી કરી રહી છે. જેથી કરીને ટાટા જૂથ અન્ય એરલાઇન્સના વર્ચસ્વને પડકારી શકે તેમ છે. એરલાઈન્સ ઈકોનોમિક્સ કોન્ફરન્સમાં એરલીઝ કોર્પના એક્ઝિક્યુટિવ ચેરમેન સ્ટીવન ઉદ્વાર હેજીએ જણાવ્યું હતું કે રિકવરી બાદ એરલાઈન્સ તરફથી મોટા ઓર્ડર આવી રહ્યા છે જે અત્યાર સુધી બેકફૂટ પર હતી. હવે સકારાત્મક વલણ જોવા મળી રહ્યું છે. તેમણે કહ્યું કે ભારત તરફથી 500 એરક્રાફ્ટનો ઓર્ડર આવવાનો છે જેમાંથી 400 નેરો બોડી એરક્રાફ્ટ હશે જેમાં A320neos, A321neos અને (Boeing) 737 MAX સામેલ હશે. આ ઉપરાંત 100 વાઈડ બોડી એરક્રાફ્ટ માટે ઓર્ડર આપવામાં આવશે જેમાં (બોઈંગ) 787s, 777X, (એરબસ) A350s અને 777 ફ્રેઈટર્સનો સમાવેશ થઈ શકે છે. જોકે આ ડીલને લઈને હજુ પણ વાતચીત ચાલી રહી છે.

ટાટા ગ્રુપના હાથમાં એર ઈન્ડિયાને એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે. અને ટાટા જૂથ ઉડ્ડયન ક્ષેત્રમાં સતત વિસ્તરણ યોજના પર કામ કરી રહ્યું છે. તાજેતરમાં ટાટાએ એર ઈન્ડિયા અને વિસ્તારા એરલાઈન્સને મર્જ કરવાનો નિર્ણય લીધો છે. ટાટા તેની ચાર એરલાઈન્સ બ્રાન્ડને એર ઈન્ડિયા લિમિટેડમાં મર્જ કરવા માંગે છે. એર ઈન્ડિયામાં ટાટા સન્સ સાથે વિસ્તારાના સંયુક્ત સાહસના વિલીનીકરણ પછી સિંગાપોર એરલાઈન્સ એર ઈન્ડિયાના નવા સ્વરૂપમાં 25.1 ટકા હિસ્સો ધરાવશે. હાલમાં સિંગાપોર એરલાઇન્સ ટાટા સિંગાપોર એરલાઇન્સમાં 49 ટકા હિસ્સો ધરાવે છે. સિંગાપોર એરલાઇન્સ અને ટાટા વચ્ચે 2022-23 અને 2023-24માં એર ઇન્ડિયાના ગ્રોથ ઓપરેશન માટે ભંડોળ પૂરું પાડવા માટે વધારાના મૂડી રોકાણ અંગે પણ કરાર થયો છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ટાટા સન્સ એર ઈન્ડિયા સાથે વિસ્તારાના મર્જર દ્વારા ઉડ્ડયન ક્ષેત્રમાં મોટું સામ્રાજ્ય સ્થાપિત કરવા માંગે છે. વિલીનીકરણના નિર્ણય બાદ એર ઈન્ડિયા દેશમાં એરક્રાફ્ટની સંખ્યા અને બજાર હિસ્સાની દ્રષ્ટિએ બીજી સૌથી મોટી એરલાઈન બની જશે. એર ઈન્ડિયાને ખરીદવાની રેસમાં ટાટા જૂથને વિજયી જાહેર કરવામાં આવ્યું હતું. જે બાદ જાન્યુઆરી 2022માં ટાટાએ ભારત સરકાર પાસેથી એર ઈન્ડિયાને હસ્તગત કરી હતી. એર ઈન્ડિયાના અધિગ્રહણ પહેલા, ટાટા પાસે વિસ્તારા અને એરએશિયા નામથી કાર્યરત બે એરલાઈન બ્રાન્ડ્સ પહેલેથી જ હતી. એર ઈન્ડિયાના અધિગ્રહણ બાદ ટાટાને એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસ બ્રાન્ડ્સ પણ મળી. ટાટાએ કહ્યું હતું કે એરએશિયાને ખરીદવાથી તે ઓછી કિંમતના કેરિયર તરીકે એર ઈન્ડિયા એક્સપ્રેસ સાથે મર્જ થઈ જશે. એટલે કે ટાટા તમામ એરલાઈન્સને એર ઈન્ડિયા બ્રાન્ડના નામથી જ ઓપરેટ કરશે.

Next Article