Share Market Today : શેરબજારમાં તેજી યથાવત, Sensex 66381 પર ખુલ્યો
Share Market Today : ભારતીય શેરબજારમાં તેજી આગળ ધપતી નજરે પડે છે. આજે સપ્તાહના છેલ્લા કારોબારી દિવસ 8 સપ્ટેમ્બર 2023 ના રોજ શેરબજાર તેજી સાથે ખુલ્યું(Share Market Opening Bell) છે. કારોબારની શરૂઆત લીલા નિશાન ઉપર થઇ છે.
Share Market Today : ભારતીય શેરબજારમાં તેજી આગળ ધપતી નજરે પડે છે. આજે સપ્તાહના છેલ્લા કારોબારી દિવસ 8 સપ્ટેમ્બર 2023 ના રોજ શેરબજાર તેજી સાથે ખુલ્યું(Share Market Opening Bell) છે. કારોબારની શરૂઆત લીલા નિશાન ઉપર થઇ છે. સેન્સેક્સ(Sensex Today) 0.17% અને નિફટી 0.24% ઉછાળા સાથે ખુલ્યા હતા.
Stock Market Opening Bell (08 September, 2023)
- SENSEX : 66,381.43 +115.87
- NIFTY : 19,774.80 +47.75
આ પણ વાંચો : Jio Financial Services Share : અંબાણીની કંપનીનો સ્ટોક NSEના તમામ સૂચકાંકોની બહાર થશે, 7 સપ્ટેમ્બરથી નિર્ણય લાગુ થશે
ઓગસ્ટમાં Demat account Opening 19 મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યું
ઓગસ્ટ દરમિયાન બેન્ચમાર્ક સૂચકાંકોમાં ઘટાડો થયો હોવા છતાં, ડીમેટ ખાતા ખોલનારા નવા રોકાણકારોમાં ઉછાળો જોવા મળ્યો છે. ઓગસ્ટમાં 19 મહિનામાં સૌથી વધુ સંખ્યામાં ઉમેરો થયો છે.
સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ અને નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરીના ડેટા અનુસાર, ઓગસ્ટમાં ખોલવામાં આવેલા ડીમેટ ખાતાઓની સંખ્યા કુલ 31 લાખથી વધુ છે જે જાન્યુઆરી 2022 પછી સૌથી વધુ ખાતું ખોલવાનો દર દર્શાવે છે. બીજી તરફ એક મહિના પહેલા 29.7 લાખ અને એક વર્ષ અગાઉ 21 લાખ ઉમેરાયા હતા. કુલ ડીમેટ સંખ્યા 12.66 કરોડને વટાવી ગઈ છે, જે એક મહિના પહેલાની સરખામણીમાં 2.51 ટકા અને એક વર્ષ અગાઉની સરખામણીમાં 25.83 ટકા વધારે છે.
આ પણ વાંચો : Basilic Fly Studio IPO allotment : આ રીતે શેર ફાળવણીની સ્થિતિ તપાસો, જાણો GMP અને લિસ્ટિંગની તારીખ
આજે IPO ની ભરમાર
IPO | Type | Issue Price | Issue Size (crores) | Lot Size | Open Date | Close Date |
Jupiter Life | IPO | 695 -735 | 851.27 – 869.07 | 20 | 6-Sep | 8-Sep |
EMS | IPO | 200 -211 | 312.12 – 321.25 | 70 | 8-Sep | 12-Sep |
Kahan Packaging | SME IPO | 80 | 5.76 | 1600 | 6-Sep | 8-Sep |
Jiwanram Sheodu | SME IPO | 23 | 17.07 | 6000 | 8-Sep | 12-Sep |
Meson Valves | SME IPO | 102 | 31.09 | 1200 | 8-Sep | 12-Sep |
Unihealth | SME IPO | 126 -132 | 53.98 – 56.55 | 1000 | 8-Sep | 12-Sep |
એશિયન અને અમેરિકન બજારોમાંથી મિશ્ર સંકેતો મળ્યા છે. ડૉલર ઇન્ડેક્સ અને 10-વર્ષના બોન્ડ યીલ્ડમાં પણ નરમાઈ છે. આ પહેલા ગુરુવારે ભારતીય બજારો સતત 5માં દિવસે સકારાત્મક બંધ રહ્યા હતા. BSE સેન્સેક્સ 385 પોઈન્ટના ઉછાળા સાથે 66,265 પર બંધ રહ્યો હતો.
આજે સ્થાનિક શેરબજારની શરૂઆત સારી સ્થિતિમાં જોવા મળી છે.આજે શુક્રવારે BSE સેન્સેક્સ 115.87 પોઈન્ટ અથવા 0.17 ટકાના વધારા સાથે 66,381 પર શરૂ થયો છે. NSE નો નિફ્ટી 47.75 પોઈન્ટ અથવા 0.24 ટકાના વધારા સાથે 19,774 ના સ્તર પર કારોબારની શરૂઆત બતાવવામાં સફળ રહ્યો છે.