AGRICULTURE BUDGET 2021: ખેડૂતોને PM-KUSUM યોજના દ્વારા વિશેષ લાભ અપાઈ શકે છે

|

Jan 26, 2021 | 12:44 PM

AGRICULTURE BUDGET 2021:ખેડૂતોની આવક વધારવા અને ઉર્જાની જરૂરિયાતોને પહોંચી વળવા સરકાર બજેટમાં મોટી જાહેરાત કરી શકે છે.

AGRICULTURE BUDGET 2021: ખેડૂતોને PM-KUSUM યોજના દ્વારા વિશેષ લાભ અપાઈ શકે છે
AGRICULTURE BUDGET 2021 - PM-KUSUM Scheme

Follow us on

AGRICULTURE BUDGET 2021:ખેડૂતોની આવક વધારવા અને ઉર્જાની જરૂરિયાતોને પહોંચી વળવા સરકાર બજેટમાં મોટી જાહેરાત કરી શકે છે. સૂત્રો અનુસાર, સરકાર સોલાર પંપ યોજનાને વિસ્તૃત કરવા ઉપરાંત આર્થિક સહાયની માત્રામાં વધારો કરી શકે છે.

બજેટમાં ખેડૂતો માટે મોટી રકમ શક્ય છે. 1 ફેબ્રુઆરીએ આવતા બજેટમાં આવક વધારવા અને ઉર્જાની જરૂરિયાતોમાં વધારો કરવા માટે મોટી જાહેરાત શક્ય છે. સરકાર PM-KUSUM યોજનાનો અવકાશ લંબાવી શકે છે. સૌર પ્લાન્ટ અને પંપના વર્તમાન લક્ષ્યમાં 50 ટકાનો વધારો કરી શકે છે. સુત્રોના જણાવ્યા અનુસાર 20 લાખ ખેડૂતોને આર્થિક સહાય આપવાનું લક્ષ્ય છે. સરકાર સબસિડીની રકમમાં 30 ટકાનો વધારો કરી શકે છે. પ્લાન્ટ માટેની લોન પર વ્યાજની છૂટ પણ શક્ય છે. રિન્યુએબલ મંત્રાલયે પીએમ-કુસુમ યોજનાના બજેટમાં 20-25 ટકાનો વધારો કરવાની ભલામણ કરી છે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આગામી બજેટમાં ખેડૂતો માટે પ્રોત્સાહનોની જાહેરાત પણ શક્ય છે. બજેટમાં વૈકલ્પિક નફાકારક ખેતી અપનાવવા પર ભાર મૂકવામાં આવશે. MSP પર નિર્ભરતા ઘટાડવા માટે ક્રોપ DIVERSIFICATION માટેની યોજના રજૂ કરવામાં આવી શકે છે. ખેડૂતોને સીધી આર્થિક સહાય આપવાની યોજના છે. સૂત્રો મુજબ વૈકલ્પિક પાકને એકર દીઠ રૂ 7,000 નું પ્રોત્સાહન મળી શકે છે. વાવણી પર 2000 અને તૈયાર પાક પર 5000 રૂપિયા પ્રોત્સાહનની સંભાવના છે.

તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

કુસુમ યોજનાની મદદથી, ખેડુતો તેમની જમીન પર સોલર પેનલનો ઉપયોગ કરી શકે છે અને તેમાંથી ઉત્પન્ન થતી વીજળીનો ઉપયોગ કૃષિ માટે કરી શકે છે. કેન્દ્રની મોદી સરકારે વીજ સંકટનો સામનો કરી રહેલા ક્ષેત્રોને ધ્યાનમાં રાખીને ખેડૂત ઉર્જા સુરક્ષા અને ઉત્થાન મહા અભિયાન – કુસુમ યોજના શરૂ કરી છે. કુસુમ યોજના અંતર્ગત સૌર ઉર્જા દ્વારા દેશભરમાં સિંચાઈ માટે ઉપયોગમાં લેવાતા તમામ ડીઝલ / ઇલેક્ટ્રિક પમ્પ ચલાવવાની યોજના છે. કુસુમ યોજનાની જાહેરાત કેન્દ્ર સરકારના સામાન્ય બજેટ 2018-19માં કરવામાં આવી હતી. કુસુમ યોજનાની જાહેરાત નાણાં પ્રધાન અરુણ જેટલીએ કરી હતી.

Next Article