Agriculture Budget 2021: મોદી સરકાર Zero Budget Farmingને આપી શકે છે પ્રોત્સાહન, જાણો શું છે લાભ

|

Jan 31, 2021 | 3:03 PM

Agriculture Budget 2021:વડા પ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)નો ભાર કૃષિમાં રાસાયણિક ખાતર(Chemical fertilizers)ના આડેધડ ઉપયોગને ઘટાડવાનો છે. ખાતરો અને જંતુનાશક દવાઓના અતિશય ઉપયોગથી એક તરફ પૃથ્વીને નુકશાન પહોંચે છે તો બીજી તરફ ખેડુતો દેવામાં ડૂબતા જાય છે.

Agriculture Budget 2021: મોદી સરકાર Zero Budget Farmingને આપી શકે છે પ્રોત્સાહન, જાણો શું છે લાભ
Agriculture Budget 2021

Follow us on

Agriculture Budget 2021:વડા પ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)નો ભાર કૃષિમાં રાસાયણિક ખાતર(Chemical fertilizers)ના આડેધડ ઉપયોગને ઘટાડવાનો છે. ખાતરો અને જંતુનાશક દવાઓના અતિશય ઉપયોગથી એક તરફ પૃથ્વીને નુકશાન પહોંચે છે તો બીજી તરફ ખેડુતો દેવામાં ડૂબતા જાય છે. આ સમસ્યાઓ દૂર કરવા માટે પીએમ મોદીના મિશનને આગળ વધારવા માટે બજેટમાં ઝીરો બજેટ ફાર્મિંગ (Zero Budget Farming)ને પ્રોત્સાહન અપાઈ શકે છે.

સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠન (FAO) માં મુખ્ય તકનીકી સલાહકાર પ્રો. રામચેત ચૌધરી કહે છે કે સજીવ ખેતી પર બજેટ વધારવાની જરૂર છે. હાલમાં, પરંપરાગત કૃષિ વિકાસ યોજના હેઠળ, ત્રણ વર્ષ માટે પ્રોત્સાહન આપવામાં આવે છે જ્યારે ખેડૂતને ઓર્ગેનિક ખેતીનું પ્રમાણપત્ર મળે છે. આ પ્રોત્સાહન ઓછામાં ઓછા 5 વર્ષ સુધી થવું જોઈએ જેથી ખરેખર ખેડુતોમાં જૈવિક ખાદ્ય ઉત્પાદન પ્રત્યેનો વલણ રહે તે જરૂરી છે

ઝીરો બજેટ ખેતી શું છે?
ઝીરો બજેટની ખેતી એટલે કે ખેડુતો જે પણ પાક ઉગાડે તેમાં ખાતરો, જંતુનાશક દવાઓનો ઉપયોગ થતો નથી. રાસાયણિક ખાતરને બદલે તેણે જાતે પ્રાણીના છાણમાંથી તૈયાર કરેલખાતર ઉપયોગ કરાય છે. રાસાયણિક જંતુનાશક દવાઓને બદલે લીમડો અને ગૌમૂત્રનો ઉપયોગ કરાય છે. તે ખેતીની પરંપરાગત અને મૂળ પદ્ધતિ છે. તેનાથી જે પણ પાક ઉગાડવામાં આવે છે તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

શું છે ફાયદા ?
ઘણા રાજ્યોમાં, કૃષિ ખર્ચ વધતા જતા ખેડુતો દેવામાં ડૂબી ગયા છે. આ પ્રકારની ખેતી કરીને તેમને લાભ થશે.
આવક વધારવા અને ખર્ચ ઘટાડવા પર ભાર મૂકી શકાય છે.
સામાન્ય રીતે ખેડૂતો રાસાયણિક ખાતરનો ઉપયોગ કરે છે જે ખૂબ મોંઘો પડે છે.
આ ખાતરો પર આપવામાં આવતી સબસિડીનો ભાર સરકારે પણ સહન કરવો પડશે.
દેશી ખાતર તૈયાર કરીને ખર્ચ બચાવી શકાય છે.
ગાયના ગોબર, ગૌમૂત્ર, ગોળ, માટી અને પાણીની સહાયથી બનાવી શકાય છે.

Next Article