Agriculture Budget 2021: રિટેલ, ટેકનોલોજી અને ઓટો સેક્ટર્સમાં સુધારાની આશ

|

Jan 23, 2021 | 9:39 AM

Budget 2021: ટેકનોલોજીની વાત કરીએ તો કોરોનાકાળ ( Corona Era )માં ટેકનોલોજીએ નવા ઉદ્યોગો અને નવી સંભાવનાઓ માટે દરવાજા ખોલવામાં મહત્વનું યોગદાન આપ્યું છે.

Agriculture Budget 2021: રિટેલ, ટેકનોલોજી અને ઓટો સેક્ટર્સમાં સુધારાની આશ

Follow us on

કોરોનાને કારણે આ વર્ષનું બજેટ (Budget 2021) ઘણા પડકારોથી ભર્યું રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. એક બાજુ દેશની જનતા સામાન્ય બજેટમાં ટેક્સમાં છૂટ મળવાની આશા રાખે છે, તો રિટેલ સેક્ટરથી લઈને ટેકનોલોજી અને ઓટો જેવા સેક્ટર્સને પણ ઘણી આશાઓ છે.

કોરોનાને કારણે દેશનું રિટેલ ક્ષેત્ર સૌથી વધુ પ્રભાવિત થયું છે. જેની સીધી અસર સમગ્ર સપ્લાય ચેઈન મેનેજમેન્ટ પર પડી છે. રિટેલ સેક્ટરને આશા છે કે સપ્લાય ચેઈન સુધારવા માટે Budget 2021માં જોગવાઇઓ કરવામાં આવે.

ટેકનોલોજીની વાત કરીએ તો કોરોનાકાળમાં ટેકનોલોજીએ નવા ઉદ્યોગો અને નવી સંભાવનાઓ માટે દરવાજા ખોલવામાં મહત્વનું યોગદાન આપ્યું છે. કોરોનાકાળમાં કૃષિ અને ટેકનોલોજી એવા ક્ષેત્ર રહ્યાં જેણે અર્થવ્યવસ્થાની ગતિને રોકાવા ન દીધી. હવે આ વર્ષના બજેટ (Budget 2021)માં કૃષિ ક્ષેત્ર નાણાપ્રધાન પાસે સેક્ટરની વૃદ્ધી માટે પ્રોત્સાહન આપવાની આશા રાખે છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

ડિસ્પોઝેબલ ઇન્કમ વધારનારું બજેટ હોવું જોઈએ
ડિસ્પોઝેબલ ઇન્કમ અને હાથ પરની આવક. બ્લ્યુપાઇ કન્સલ્ટિંગના સીઇઓ પ્રોનામ ચેટરજીએ કહ્યું કે આ વર્ષે બજેટ પ્રત્યે એ જ આશા રાખીએ છીએ કે સરકાર એવા નિર્ણાયક પગલા લે કે જેના કારણે ડિસ્પોઝેબલ ઇન્કમ એટલે કે હાથ પરની આવક વધે અને વેપારીઓને આનો ફાયદો જલ્દી જોવા મળે અને ટેક્સ ઓછો કરે જેનાથી માર્કેટમાં વસ્તુઓની માંગમાં વધારો થઈ શકે. સપ્લાય ચેઈન મેનેજમેન્ટ પર સરકાર આ વર્ષે થોડું વધારે ધ્યાન આપશે તો એનાથી વેપારીઓને પોતાના વ્યાપાર માટે ફંડ/મૂડી ભેગા કરવામાં મદદ મળશે.

રેપીડરના સ્થાપક અને સીઇઓ અમિત ગુપ્તાએ કહ્યું કે આ વર્ષે વિશ્વમાં આવેલી મહામારીએ ન માત્ર ભારત પણ સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા પર ભારે અસર કર્યું છે. આ મહામારીથી કોઈ ક્ષેત્ર બચી શક્યું નથી. જો કે ટેકનોલોજી એક એવું ક્ષેત્ર રહ્યું જેણે અન્ય તમામ સેક્ટરોને જાળવી રાખ્યાં છે અને આ કારણે EdTech, FinTech, HealthTech, HRTechમાં વૃદ્ધી જોવા મળી છે. અને આગળ આવનાર સમયમાં પણ Cloud-Tech, AIના માધ્યમથી વધારો જોવા મળશે.

કૃષિ ક્ષેત્રે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ
આ વર્ષના બજેટ (Budget 2021)માં સરકાર પાસે એ આશા છે કે સરકાર પોતાનું વલણ દેશના ખેડૂતો પર બતાવે અને ક્રેડિટ સુવિધાઓ આપવા અંગે વિચારે જેનાથી દેશનું કૃષિ ક્ષેત્ર ટેકનોલોજીના ઉપયોગ અંગે વિચારી શકે. આનાથી કૃષિ ક્ષેત્ર સમગ્ર દેશમાં પોતાની રીતે ક્રુધિ ઉત્પાદનો વેંચી-ખરીદી શકશે જેનાથી દેશમાં ચાલી રહેલા સ્ટાર્ટઅપ્સને પણ ફાયદો મળશે.

માંગમાં વધારો કરવા માટે કામ થાય
ઓયો રૂમ્સ ઈન્ડિયાના સીઇઓ રોહિત કપૂરે કહ્યું કે વર્તમાન પરિસ્થિતિઓને જોતાં અમને આશા છે કે આ વર્ષે કેન્દ્રીય બજેટ સુધારા સંબંધિત હશે. સમગ્ર દેશ આગામી બજેટ માટે તૈયાર છે. આર્થિક સુધારાના પરિણામો સાથે આપણે ટ્રાવેલ, ટુરિઝમ અને હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીના નિયમોને વધારે વ્યવસ્થિત કરવાની આશા રાખીએ છીએ,જેનાથી દેશના અને વિદેશના પ્રાવસીઓની માંગમાં વધારો થાય. અમેં આર્થિક મદદ, યુનિફોર્મ ટેક્સેશન અને મોરેટોરિયમ પિરિયડ વધારવાની આશા રાખીએ છીએ. જેના કારણે અમારા નાના હોટેલ પાર્ટનર્સ આ પડકારભર્યા સમય સામે જરૂરી મૂડીથી લાભ લઈ શકે.

Next Article