Corona Vaccineને મંજૂરી સહીત આ 5 બાબતો ઉપર બજારનું ફોક્સ રહેશે,TCS સહીત 8 કંપનીનાં ત્રિમાસિક પરિણામ

|

Jan 04, 2021 | 10:16 AM

ભારતમાં સ્વદેશી કોરોના વેક્સિન (CORONA VACCINE)ને મંજૂરી મળી છે. આ સ્વાસ્થ્ય સાથે અર્થતંત્ર માટે પણ મોટા રાહતના સમાચાર છે. ભારતમાં બે વેક્સિનને મંજૂરી મળી છે. વેક્સીન સાથે આ સપ્તાહે આ ૫ બાબતો શેરબજાર (STOCK MARKET)ની હલચલ માટે મહત્વનું કારણ બની શકે છે. ડિસેમ્બર ક્વાર્ટર પરિણામો 8 મી જાન્યુઆરીના રોજ આઇટી સેક્ટરની દિગ્ગ્જ કંપની TCS તેના […]

Corona Vaccineને મંજૂરી સહીત આ 5 બાબતો ઉપર બજારનું ફોક્સ રહેશે,TCS સહીત 8 કંપનીનાં ત્રિમાસિક પરિણામ
STOCK UPDATE

Follow us on

ભારતમાં સ્વદેશી કોરોના વેક્સિન (CORONA VACCINE)ને મંજૂરી મળી છે. આ સ્વાસ્થ્ય સાથે અર્થતંત્ર માટે પણ મોટા રાહતના સમાચાર છે. ભારતમાં બે વેક્સિનને મંજૂરી મળી છે. વેક્સીન સાથે આ સપ્તાહે આ ૫ બાબતો શેરબજાર (STOCK MARKET)ની હલચલ માટે મહત્વનું કારણ બની શકે છે.

ડિસેમ્બર ક્વાર્ટર પરિણામો
8 મી જાન્યુઆરીના રોજ આઇટી સેક્ટરની દિગ્ગ્જ કંપની TCS તેના ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો રજૂ કરશે. આ સાથે, ત્રિમાસિક પરિણામો રજૂ કરવાની પ્રક્રિયા પણ શરૂ થશે. આ અઠવાડિયે, ટીસીએસ, જીએમ બ્રુઅરીઝ, એવન્યુ સુપરમાર્ટ, ભણસાલી એન્જિનિયરિંગ, ઉત્તમ સુગર, ઇન્ટિગ્રેટેડ કેપિટલ સર્વિસીસ, રેડિક્સ ઇન્ડસ્ટ્રીઝ અને સીએચડી કેમિકલ પણ ત્રિમાસિક પરિણામ રજૂ કરશે.

કોરોના વેક્સીન અપડેટ
ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) એ રવિવારે ભારત બાયોટેકના કોવાક્સિન અને સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશિલ્ડને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી હતી. બીજી તરફ, ઝાયડસ કેડિલા હેલ્થકેરના ઝાયકોવ-ડીને તબક્કા -3 ટ્રાયલ માટે મંજૂરી આપવામાં આવી છે.

રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે

દેશમાં કોરોનાની સ્થિતિ
કોરોના રસી અંગેના સકારાત્મક અહેવાલો વચ્ચે દેશમાં કોરોના વાયરસનું જોર પણ સતત નબળું પડી રહ્યું છે. કુલ વસ્તીના લગભગ 13% એટલે કે 17.4 કરોડ લોકો માટે અત્યાર સુધીમાં ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાંથી, 5.9% સંક્રમિત મળ્યા હતા.  અત્યાર સુધીમાં 12 કરોડ 24 હજારથી વધુ લોકો કોરોના સંક્રમણથી પ્રભાવિત થયા છે. સારી વાત એ છે કે 99 લાખ 26 હજાર લોકો સ્વસ્થ થયા છે.

ઇકોનોમી ડેટા
ડિસેમ્બર માટે માર્કેટ મેન્યુફેક્ચરિંગ PMI ડેટા આજે આવશે અને બુધવારે માર્કેટ સર્વિસિસના PMI ડેટા આવશે. નવેમ્બરમાં, IHS માર્કેટ ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ (PMI) ક્ટોબરમાં 54.1 ની સામે ત્રણ મહિનાની તળિયે 56.3 ની સૌથી નીચી સપાટીએ ગયો હતો.

FIIનું માર્કેટમાં વધતું રોકાણ
વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) ભારતમાં ભારે રોકાણ કરવાનું ચાલુ રાખ્યું છે.  નવેમ્બરમાં રોકાણનો આ આંકડો એક મહિનામાં રોકાણની દ્રષ્ટિએ સૌથી વધુ છે. FIIએ 2020 માં કુલ 1.66 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે, જે કોઈપણ એક વર્ષમાં રોકાણ માટેનો સૌથી મોટો આંકડો છે.

Next Article