DHFLના તમામ પોર્ટફોલિયો ખરીદવા અદાણીએ રસ દાખવ્યો, બીડની રકમ વધારવા પણ તૈયારી બતાવી

|

Nov 16, 2020 | 10:59 AM

અદાણી ગ્રૂપે નાદારીની પ્રક્રિયા તરફ જઈ રહેલી દીવાન હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડ (DHFL) ના તમામ પોર્ટફોલિયોના ખરીદવામાં રસ દર્શાવ્યો છે. અદાણી ગ્રુપના પ્રતિનિધિઓ  DHFL.ના જમીનદારોને મળ્યા હતા. આ મીટિંગમાં અદાણી ગ્રૂપે અમેરિકન કંપની ઓકટ્રી કરતા વધુ રકમ ચૂકવવાની ઓફર કરી છે. અદાણી ગ્રૂપ DHFL ખરીદવા માટે બે-ત્રણ દિવસમાં રિવાઇઝડ બિડ રજૂ કરી શકે છે. યુ.એસ. કંપની […]

DHFLના તમામ પોર્ટફોલિયો ખરીદવા અદાણીએ રસ દાખવ્યો, બીડની રકમ વધારવા પણ તૈયારી બતાવી

Follow us on

અદાણી ગ્રૂપે નાદારીની પ્રક્રિયા તરફ જઈ રહેલી દીવાન હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડ (DHFL) ના તમામ પોર્ટફોલિયોના ખરીદવામાં રસ દર્શાવ્યો છે. અદાણી ગ્રુપના પ્રતિનિધિઓ  DHFL.ના જમીનદારોને મળ્યા હતા. આ મીટિંગમાં અદાણી ગ્રૂપે અમેરિકન કંપની ઓકટ્રી કરતા વધુ રકમ ચૂકવવાની ઓફર કરી છે.

અદાણી ગ્રૂપ DHFL ખરીદવા માટે બે-ત્રણ દિવસમાં રિવાઇઝડ બિડ રજૂ કરી શકે છે. યુ.એસ. કંપની ઓકટ્રીએ DHFLના તમામ પોર્ટફોલિયોને ખરીદવા માટે 33,000 કરોડ રૂપિયાની સૌથી મોટી બોલી લગાવી છે. સૂત્રોના અનુસાર અદાણી ઓકટ્રીગ્રૂપ કરતા 250-300 કરોડ રૂપિયા વધુની ઓફર કરી શકે છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024


ચાર કંપનીઓ દ્વારા સુપરત કરાયેલી બોલી વધવા છતાં DHFLને ધિરાણ આપનારાઓને આશરે રૂ. 60,000 કરોડ રાઈટ ઓફ કરવા પડશે. DHFLની COCએ આશરે 95,000 કરોડની જવાબદારી સવકૃત કરી છે. ચાર કંપનીઓમાંથી ઓકટ્રી પર સૌથી વધુ  33,૦૦૦ કરોડની બિડ છે. જો આ બોલીને મંજૂરી આપવામાં આવે તો ધીરનારાઓએ બાકીની રકમ રાઈટ ઓફ કરવી પડશે.દેવામાં ડૂબેલાDHFLની સંપત્તિ લગભગ 93,000 કરોડ રૂપિયા છે. 33,૦૦૦ કરોડ રિટેઇલ એસેટ પોર્ટફોલિયો રૂ. 48,૦૦૦ કરોડનો છે અને હોલસેલ પોર્ટફોલિયો રૂ. 12૦૦૦ કરોડની રોકડ અથવા સમકક્ષ સંપત્તિનો સમાવેશ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article