અદાણી ગ્રુપને 90 અબજ ડોલરનું અધધ…નુકસાન, અદાણી અને રોકાણકારોને પડેલા ફટકા બાબતે સરકારનું કેવું વલણ રહશે?જાણો નાણાં મંત્રાલયનો જવાબ

|

Feb 02, 2023 | 9:46 AM

Adani Enterprises calls off FPO : અદાણી એન્ટરપ્રાઇઝે તેનો રૂ. 20,000 કરોડનો FPO પાછો ખેંચવાની અને રોકાણકારોના નાણાં પરત કરવાની જાહેરાત કરી છે. જો કે મંગળવારે કંપનીનો FPO સંપૂર્ણ રીતે સબસ્ક્રાઈબ થઈ ગયો હતો. અમેરિકન શોર્ટસેલિંગ કંપની હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ બાદ અદાણી એન્ટરપ્રાઇઝે આ પગલું ભર્યું છે.

અદાણી ગ્રુપને 90 અબજ ડોલરનું અધધ...નુકસાન, અદાણી અને રોકાણકારોને પડેલા ફટકા બાબતે સરકારનું કેવું વલણ રહશે?જાણો નાણાં મંત્રાલયનો જવાબ
Gautam Adani

Follow us on

અમેરિકન કંપની હિંડનબર્ગ રિસર્ચ દ્વારા અદાણી જૂથ પર લગાવવામાં આવેલા ગંભીર આરોપો પર કેન્દ્રની મોદી સરકારે કોઈપણ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. હિંડનબર્ગના આરોપો બાદ અદાણી ગ્રુપને 90 અબજ ડોલરનું નુકસાન થયું છે. આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે આર્થિક બાબતોના સચિવ અજય સેઠે મીડિયાને કહ્યું, ‘અમે સરકારમાં છીએ અને કોઈ ખાનગી કંપની સાથે સંબંધિત મુદ્દાઓ પર જવાબ આપતા નથી.’ અગાઉ મુખ્ય આર્થિક સલાહકાર (CEA) વી અનંત નાગેશ્વરને પણ આ સંદર્ભમાં નિવેદન આપવાનો ઇનકાર કર્યો હતો. મામલાના સંદર્ભમાં અદાણીએ જણાવ્યું હતું કે કંપનીના શેરમાં અણધારી વધઘટ જોવા મળી હતી. “અસાધારણ સંજોગોને ધ્યાનમાં રાખીને કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે નિર્ણય લીધો છે કે FPO સાથે આગળ વધવું નૈતિક રીતે યોગ્ય રહેશે નહીં,”

રોકાણકારોના પૈસા પરત કરવાની જાહેરાત

આ સાથે અદાણી એન્ટરપ્રાઇઝે તેનો રૂ. 20,000 કરોડનો FPO પાછો ખેંચવાની(Adani Enterprises calls off FPO) અને રોકાણકારોના નાણાં પરત કરવાની જાહેરાત કરી છે. જો કે મંગળવારે કંપનીનો FPO સંપૂર્ણ રીતે સબસ્ક્રાઈબ થઈ ગયો હતો. અમેરિકન શોર્ટસેલિંગ કંપની હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ બાદ અદાણી એન્ટરપ્રાઇઝે આ પગલું ભર્યું છે. BSC ડેટા અનુસાર અદાણી એન્ટરપ્રાઇઝના FPO હેઠળ 4.55 કરોડ શેર ઓફર કરવામાં આવ્યા હતા જ્યારે 4.62 કરોડ શેર માટે અરજીઓ મળી હતી.

96.16 લાખ શેર ત્રણ ગણી બિડ મળ્યા હતા

બિન-સંસ્થાકીય રોકાણકારો માટે આરક્ષિત 96.16 લાખ શેર માટે લગભગ ત્રણ ગણી બિડ મળી હતી. તે જ સમયે, પાત્ર સંસ્થાકીય ખરીદદારોના વિભાગના 1.28 કરોડ શેર સંપૂર્ણપણે સબસ્ક્રાઇબ થયા હતા. જો કે, છૂટક રોકાણકારો અને કંપનીના કર્મચારીઓ તરફથી FPO માટેનો પ્રતિસાદ ઉદાસ હતો. અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, “ગત સપ્તાહે કંપનીના શેરમાં ઊંચી વોલેટિલિટી હોવા છતાં FPO મંગળવારે સફળતાપૂર્વક બંધ થયો હતો. કંપની અને તેના વ્યવસાય પ્રત્યે તમારો વિશ્વાસ અમારો આત્મવિશ્વાસ વધારશે, જેના માટે અમે તમારા આભારી છીએ.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

રોકાણકારોનું હિત અમારા માટે સર્વોપરી છે : અદાણી

અદાણીએ જણાવ્યું હતું કે કંપનીના શેરમાં અણધારી વધઘટ જોવા મળી હતી. “અસાધારણ સંજોગોને ધ્યાનમાં રાખીને, કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે નિર્ણય લીધો છે કે FPO સાથે આગળ વધવું નૈતિક રીતે યોગ્ય રહેશે નહીં,” તેમણે કહ્યું. રોકાણકારોનું હિત અમારા માટે સર્વોપરી છે અને તેમને કોઈપણ સંભવિત નુકસાનથી બચાવવા માટે બોર્ડ ઓફ ડિરેક્ટર્સે FPO પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. ગયા સપ્તાહે ‘હિંડનબર્ગ રિસર્ચ’ના અહેવાલ બાદ અદાણી ગ્રુપની કંપનીઓના શેર સતત ઘટી રહ્યા છે. ઘટાડાનો આ ટ્રેન્ડ બુધવારે પણ ચાલુ રહ્યો હતો. છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનમાં ગ્રુપ કંપનીઓની સામૂહિક માર્કેટ મૂડીમાં રૂ. 7 લાખ કરોડનો ઘટાડો થયો છે.

Next Article