Adani Group ના સ્ટોકમાં સુપ્રીમ કોર્ટની ક્લિનચીટ બાદ જબરદસ્ત તેજી, અદાણીના સ્ટોક્સમાં અપર સર્કિટ નોંધાઈ
સોમવારે અદાણી ગ્રૂપ(Adani Groud) સ્ટોક્સે સપ્તાહની શાનદાર શરૂઆત કરી હતી. આ શેરોએ સતત 3 અઠવાડિયાના ઘટાડાનો મ માત્ર ટ્રેન્ડ તોડ્યો પરંતુ જબરદસ્ત રિકવરી કરવામાં પણ સફળતા મેળવી છે. સપ્તાહના પ્રથમ દિવસના કારોબારમાં ગ્રૂપના લગભગ તમામ શેર અપર સર્કિટ(Upper Circuit)માં અથડાયા હતા.
સોમવારે અદાણી ગ્રૂપ(Adani Groud) સ્ટોક્સે સપ્તાહની શાનદાર શરૂઆત કરી હતી. આ શેરોએ સતત 3 અઠવાડિયાના ઘટાડાનો મ માત્ર ટ્રેન્ડ તોડ્યો પરંતુ જબરદસ્ત રિકવરી કરવામાં પણ સફળતા મેળવી છે. સપ્તાહના પ્રથમ દિવસના કારોબારમાં ગ્રૂપના લગભગ તમામ શેર અપર સર્કિટ(Upper Circuit)માં અથડાયા હતા. અદાણી ગ્રુપના ફ્લેગશિપ સ્ટોકમાં મજબૂત ઉછાળો જોવા મળ્યો છે. સૌથી મોટો ઉછાળો ફ્લેગશિપ સ્ટોક અદાણી એન્ટરપ્રાઇઝિસમાં આવ્યો હતો અને તેના શેર લગભગ 19 ટકાના વધારા સાથે બંધ થયા હતા. એક જ ઝાટકે આ શેરની કિંમત લગભગ રૂ.370 વધી ગઈ અને આ પછી અદાણી વિલ્મર 10 ટકાના ઉછાળા સાથે રેન્કિંગમાં છે.
અદાણી ટોટલમાં રિકવરી
છેલ્લા કેટલાક દિવસોથી સતત ખોટ સહન કરી રહેલી અદાણી ટોટલ ગેસે પણ આજે પુનરાગમન કર્યું હતું. તેની કિંમતમાં 5 ટકાનો વધારો નોંધાયો છે. અદાણી પોર્ટ્સનો સ્ટોક 6 ટકાથી વધુ મજબૂત બંધ રહ્યો હતો.
અદાણીના સ્ટોક્સમાં અપર સર્કિટ નોંધાઈ – May 22, 2023
Company Name | Sector | Last Price | Change | %Chg |
ACC | 190 | 1813.4 | 84.35 | 4.88 |
Adani Enterpris | 22303 | 2326.1 | 370.05 | 18.92 |
Adani Green Ene | 190945 | 941.75 | 44.8 | 4.99 |
Adani Ports | 37745 | 729.7 | 41.6 | 6.05 |
Adani Power | 686581 | 247.9 | 11.8 | 5 |
Adani Total Gas | 273300 | 722.5 | 34.4 | 5 |
Adani Trans | 229543 | 826.7 | 39.35 | 5 |
Adani Wilmar | 282273 | 444.3 | 40.35 | 9.99 |
NDTV | 87393 | 186.95 | 8.9 | 5 |
Ambuja Cements | 22493 | 423.9 | 20.75 | 5.15 |
આ શેરોમાં પણ તેજી નોંધાઈ હતી
અદાણી ગ્રીન, અદાણી પાવર, અદાણી ટ્રાન્સમિશન 5-5 ટકા વધ્યા હતા.અંબુજા સિમેન્ટ 5 ટકાથી વધુના નજીવા વધારા સાથે બંધ થયા હતા. તે જ સમયે, એસીસી સિમેન્ટ અને એનડીટીવીના શેર પણ લગભગ 5-5 ટકા મજબૂત થયા છે.
સોમવારે બજારમાં કારોબાર કેવો રહ્યો
બીએસઈનો 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 234 પોઈન્ટ અથવા 0.38 ટકા વધીને 61,963.68 પોઈન્ટ પર બંધ થયા છે. એ જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 100.55 પોઈન્ટ અથવા 0.55 ટકાના વધારા સાથે 18,303.95 પોઈન્ટ પર બંધ થયો હતો. આજે સ્થાનિક બજારના વિકાસમાં સૌથી મોટો ફાળો IT કંપનીઓએ આપ્યો છે. BSE સેન્સેક્સ ઇન્ડેક્સની આજની ટોપ-5 પરફોર્મર કંપનીઓ આ સેક્ટરની હતી.
અદાણી ગ્રુપના સ્ટોક્સની છેલ્લી સ્થિતિ – May 22, 2023 (Closing)
COMPANY | BSE PRICE(Rs) | NSE PRICE(Rs) |
ACC | 1,814.80 (4.93%) | 1,813.40 (4.88%) |
ADANI ENTERPRISES | 2,325.55 (18.84%) | 2,326.10 (18.92%) |
ADANI GREEN ENERGY | 942.40 (5.00%) | 941.75 (4.99%) |
ADANI PORTS & SEZ | 729.65 (6.03%) | 729.70 (6.05%) |
ADANI POWER | 248.00 (5.00%) | 247.90 (5.00%) |
ADANI TOTAL GAS | 721.35 (5.00%) | 722.50 (5.00%) |
ADANI TRANSMISSION | 825.35 (5.00%) | 826.70 (5.00%) |
ADANI WILMAR | 444.40 (10.00%) | 444.30 (9.99%) |
AMBUJA CEMENT | 423.60 (5.01%) | 423.90 (5.15%) |
NDTV | 186.45 (4.98%) | 186.95 (5.00%) |