AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HDFC ફાયનાન્સને પછાડી Adani Green Energy દેશની 8મી સૌથી મોટી વેલ્યૂબલ કંપની બની

Adani Green: આ વર્ષે અદાણી ગ્રીનના સ્ટોકમાં 100 ટકાથી વધુનો વધારો થયો છે અને હાલમાં કંપનીનું માર્કેટ કેપ રૂ. 4.48 લાખ કરોડના સ્તરે પહોંચી ગયું છે. જ્યારે એચડીએફસીનું બજાર મૂલ્ય હાલમાં રૂ. 4.31 લાખ કરોડ અને બજાજ ફાઇનાન્સનું રૂ. 4.43 લાખ કરોડ છે.

HDFC ફાયનાન્સને પછાડી  Adani Green Energy  દેશની 8મી સૌથી મોટી વેલ્યૂબલ કંપની બની
Adani Green Energy became eighth most valued firm in country (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 13, 2022 | 10:14 PM
Share

અદાણી ગ્રૂપની કંપનીઓમાં  શેરમાં તેજી બરકરાર છે. જેમાં  બજારમાં સુસ્તી વચ્ચે પણ શેરમાં ખરીદી ચાલુ છે અને તેના કારણે ગ્રુપ કંપનીઓ દેશના ઘણા મોટા નામોને પાછળ છોડી રહી છે. અદાણી ગ્રીન (Adani Green)  જે ગઈ કાલે જ બજાર મૂલ્યની દૃષ્ટિએ દેશની ટોચની 10 કંપનીઓમાં સામેલ હતી, તે માત્ર એક જ દિવસમાં બે સ્થાન ઉપર આવીને  આઠમા સ્થાને પહોંચી ગઈ છે. અદાણી ગ્રીને આજે એચડીએફસી (HDFC) અને બજાજ ફાઇનાન્સને પાછળ છોડી દીધું છે અને  જો આ જ રીતે આગળ વધશે તો  કંપની એક-બે દિવસમાં SBIને પણ પાછળ છોડી શકે છે. કંપનીઓના શેરમાં આવેલી આ તેજીની મદદથી ગૌતમ અદાણી (Gautam Adani) વર્ષ 2022માં વિશ્વના સૌથી વધુ કમાણી કરનાર અબજોપતિ બની ગયા છે અને હાલમાં તેઓ વિશ્વના છઠ્ઠા સૌથી ધનિક વ્યક્તિ છે.

અદાણી ગ્રીન દેશની 8મી સૌથી મોટી વેલ્યૂબલ કંપની બની છે

બુધવારે અદાણી ગ્રીન એનર્જીના શેરમાં લગભગ 3 ટકાનો વધારો જોવા મળ્યો છે અને શેર 2864.75 ના સ્તર પર બંધ થયો છે. સ્ટોકનું વર્ષનું સર્વોચ્ચ સ્તર 2,951.90 છે. આજની વૃદ્ધિ સાથે, કંપનીનું કુલ બજાર મૂલ્ય વધીને રૂ. 4,48,050 કરોડ થયું છે. આ બજાર મૂલ્ય સાથે, કંપની દેશની 8મી સૌથી મોટી કંપની બની ગઈ છે. આજે અદાણી ગ્રીને HDFC અને બજાજ ફાઇનાન્સને પાછળ છોડી  દીધી હતી.  એચડીએફસીનું બજાર મૂલ્ય હાલમાં રૂ. 4,31,028 કરોડ છે અને બજાજ ફાઇનાન્સનું બજાર મૂલ્ય રૂ. 4,43,685 કરોડ છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અદાણી ગ્રીન કરતા આગળ છે જેની બજાર કિંમત રૂ. 4,61,848 કરોડ છે. એટલે કે અત્યારે અદાણી ગ્રીન અને સ્ટેટ બેન્ક વચ્ચે માત્ર 3 ટકાનો જ તફાવત છે. બાકીના 6 દિગ્ગજ જે સ્ટેટ બેંકથી ઉપરના રેન્ક પર છે તેઓ 5 લાખ કરોડ રૂપિયાની ક્લબમાં સામેલ છે. દેશની માત્ર 2 કંપનીઓ 10 લાખ કરોડના ક્લબમાં છે. અદાણી ગ્રીનનો સ્ટોક આ વર્ષે 100 ટકાથી વધુ વધ્યો છે.

ગૌતમ અદાણી, વિશ્વના છઠ્ઠા સૌથી ધનિક વ્યક્તિ

કંપનીઓના શેરમાં વધારાને કારણે ગૌતમ અદાણી વિશ્વના છઠ્ઠા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. હાલમાં તેમની નેટવર્થ $118 બિલિયનના સ્તરે છે. વર્ષ 2022માં અત્યાર સુધીમાં તેમની સંપત્તિમાં $44 બિલિયનનો વધારો થયો છે, આ સાથે તેઓ આ વર્ષે વિશ્વમાં સૌથી વધુ કમાણી કરનાર વ્યક્તિ બની ગયા છે. મુકેશ અંબાણી હાલમાં $95 બિલિયનની સંપત્તિ સાથે 11માં સ્થાને છે. ગૌતમ અદાણી અને મુકેશ અંબાણી ઉપરાંત અઝીમ પ્રેમજી, શિવ નાદર વિશ્વના 50 ટોચના અબજપતિઓની યાદીમાં સામેલ છે.

આ પણ વાંચો: ગુજરાતમાં આજે કોરોનાના નવા 10 કેસ નોંધાયા, એકટીવ કેસની સંખ્યા 156 થઇ

આ પણ વાંચો: ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે હિંમતનગર અને ખંભાતમાં હિંસાની ઘટના મુદ્દે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">