ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે હિંમતનગર અને ખંભાતમાં હિંસાની ઘટના મુદ્દે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે હિંમતનગર અને ખંભાતમાં હિંસાની ઘટના મુદ્દે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 13, 2022 | 8:06 PM

રામનવમીના(Ramnavami) દિવસે હિંમતનગરમાં નીકળેલી શોભાયાત્રા પર થયેલા પત્થરમારો, ધાર્મિક સ્થળો પર હુમલા, કરોડો રૂપિયાના માલ-મિલકતને સળગાવાની વગેરે ઘટનાઓ ગુજરાત માટે ચિંતાજનક છે જેની કોંગ્રેસ પક્ષ કડક શબ્દોમાં નિંદા કરે છે. ભાજપની સરકાર નિષ્ફળ જાય ત્યારે જનતાનું ધ્યાન ભટકાવવા એનકેન પ્રકારે એવા બનાવો સામે આવે છે

ગુજરાતમાં(Gujarat)  ચૂંટણી આવે અને શાંતિ સદભાવનાના વાતાવરણને ડહોળવાની બનતી ઘટનાઓમાં ભાજપ રાજકીય લાભ ખાટવાની નીતિ પર આકરા પ્રહાર કરતા ગુજરાત  કોંગ્રેસ(Congress) ના પ્રમુખ જગદીશ ઠાકોરે(Jagdish Thakor)  જણાવ્યું હતું કે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી શાંતિ-સદભાવનાનું વાતાવરણ ટકી રહે તેવી કાર્યવાહી જરૂરી છે. રામનવમીના દિવસે હિંમતનગરમાં નીકળેલી શોભાયાત્રા પર થયેલા પત્થરમારો, ધાર્મિક સ્થળો પર હુમલા, કરોડો રૂપિયાના માલ-મિલકતને સળગાવાની વગેરે ઘટનાઓ ગુજરાત માટે ચિંતાજનક છે જેની કોંગ્રેસ પક્ષ કડક શબ્દોમાં નિંદા કરે છે. ભાજપની સરકાર નિષ્ફળ જાય ત્યારે જનતાનું ધ્યાન ભટકાવવા એનકેન પ્રકારે એવા બનાવો સામે આવે છે, હિંસાના બનાવો બનતા હોય છે જેથી મુળ મુદ્દાથી જનતાનું ધ્યાન ભટકી જાય.

ટેકનોલોજીની વાતો કરતી ભાજપ સરકારમાં કાયદો વ્યવસ્થા જાળવવામાં સદંતર નિષ્ફળ નીવડી છે. મોંઘવારી, વારંવાર પેપરલીક, સતત વધતી બેરોજગારી સહિતના મુદ્દે જયારે ભાજપ સરકાર ભીંસમાં આવે ત્યારે જ અફઘાનિસ્તાન-પાકિસ્તાન કનેક્શન યાદ આવે છે. ષડયંત્રકારીઓ ધર્મ, જાતિના નામે ભેદભાવ, વૈમનસ્ય ફેલાવી ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા છે. તે ગાંધી અને સરદારના ગુજરાત માટે યોગ્ય નથી. મોંઘવારી મુદ્દે ભાજપ સરકારના મંત્રીઓના યુક્રેનના યુદ્ધના કારણે મોંઘવારી વધી રહી છે તેવા હાસ્યાસ્પદ નિવેદન આપે છે. ત્યારે ગુજરાત જાણવા માંગે છે કે, દૂધ, શાકભાજી, પેટ્રોલ શું યુક્રેનથી આવે છે ભાજપની અણઆવડતના કારણે ભાવો વધી રહ્યા છે. જેનો ભોગ ગરીબ,સામાન્ય, મધ્યમવર્ગ સતત બની રહ્યો છે.

આ પણ વાંચો :  ખેડા જીલ્લા સહકારી સંઘની ચેરમેનની ચૂંટણીમાં ભાજપ પ્રેરીત ઉમેદવાર જયેશ પટેલનો 1 મતે વિજય

આ પણ વાંચો : Ahmedabad : 11 વર્ષના 2 જૈન દીક્ષાર્થી મુમુક્ષુઓએ ફાયર સર્વિસનું ગૌરવ વધાર્યું

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published on: Apr 13, 2022 08:01 PM
g clip-path="url(#clip0_868_265)">