હવે ઓફલાઈન પણ કરી શકાશે આધાર વેરિફિકેશન, જાણો કઇ રીતે

વેરિફિકેશનના અન્ય મોડ્સ જેમ કે વન-ટાઇમ પિન અને બાયોમેટ્રિક આધારિત પ્રમાણીકરણ પણ ઑફલાઇન વિકલ્પો સાથે ચાલુ રહેશે. આધાર ડેટા ચકાસવા માટે અધિકૃત એજન્સીઓ પ્રમાણીકરણની કોઈપણ યોગ્ય પદ્ધતિ પસંદ કરી શકે છે

હવે ઓફલાઈન પણ કરી શકાશે આધાર વેરિફિકેશન, જાણો કઇ રીતે
aadhar card
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 10, 2021 | 9:28 AM

હવે લોકો યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) દ્વારા જનરેટ કરવામાં આવેલ ડિજિટલી હસ્તાક્ષરિત દસ્તાવેજ શેર કરીને તેમના આધારની ચકાસણી(Aadhaar Verification) ઑફલાઇન કરાવી શકે છે. આ દસ્તાવેજમાં ધારકને સોંપવામાં આવેલા આધાર નંબરના માત્ર છેલ્લા ચાર અંકો હશે. આ વાત સરકાર દ્વારા જારી કરાયેલા નિયમો પરથી જાણવા મળે છે.

આધાર (Authentication and Offline Verification) રેગ્યુલેશન-2021 8 નવેમ્બરના રોજ સૂચિત કરવામાં આવ્યું હતું અને મંગળવારે સત્તાવાર વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવ્યું હતું. આમાં e-KYC પ્રક્રિયા માટે આધારની ઑફલાઇન ચકાસણીને સક્ષમ કરવા માટે વિગતવાર પ્રક્રિયા બનાવવામાં આવી છે.

આધાર વેરિફિકેશનની કેટલી પદ્ધતિઓ છે? UIDAI એ QR કોડ વેરીફીકેશન(QR Code Verification), આધાર પેપરલેસ ઓફલાઈન E-KYC વેરીફીકેશન (Aadhaar Paperless offline e-KYC verification), ઈ-આધાર વેરીફીકેશન(e-Aadhaar verification), ઓફલાઈન પેપર આધારિત વેરીફીકેશન(Offline paper-based verification) ની સુવિધા આપી છે.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

આ નિયમ આધાર ધારકને ડિજિટલી હસ્તાક્ષરિત દસ્તાવેજ, આધાર પેપરલેસ ઑફલાઇન ઇ-કેવાયસી, UIDAI દ્વારા જનરેટ કરાયેલા આધાર નંબરના છેલ્લા 4 અંક, નામ, સરનામું, લિંગ અને જન્મ તારીખ અને ફોટોગ્રાફ જેવા વસ્તી વિષયક ડેટાના સ્વરૂપમાં શેર કરવાનો વિકલ્પ આપે છે.

ધારકનો આધાર નંબર અને વસ્તી વિષયક માહિતી કેન્દ્રીય ડેટાબેઝમાં ધારક પાસેથી મેળવેલ આધાર નંબરની વસ્તી વિષયક માહિતી સાથે સરખાવાય છે.

વેરિફિકેશન માટે ઑફલાઇન વિકલ્પો ચાલુ રહેશે વેરિફિકેશનના અન્ય મોડ્સ જેમ કે વન-ટાઇમ પિન અને બાયોમેટ્રિક આધારિત પ્રમાણીકરણ પણ ઑફલાઇન વિકલ્પો સાથે ચાલુ રહેશે. આધાર ડેટા ચકાસવા માટે અધિકૃત એજન્સીઓ પ્રમાણીકરણની કોઈપણ યોગ્ય પદ્ધતિ પસંદ કરી શકે છે અને સુરક્ષાને વધારવા માટે બહુવિધ પરિબળ પ્રમાણીકરણને પણ પસંદ કરી શકે છે.

નવા નિયમો આધાર નંબર ધારકોને કોઈપણ સમયે તેમનો ઈ-કેવાયસી ડેટા સ્ટોર કરવા માટે કોઈપણ વેરિફિકેશન એજન્સીને આપવામાં આવેલી સંમતિને રદ કરવાની મંજૂરી આપે છે.

તમારો આધાર કાર્ડ બન્યો વધુ સુરક્ષિત આજકાલ દરેક સરકારી કામ માટે આધાર(aadhaar) કાર્ડ જરૂરી છે. આધાર કાર્ડ હવે ઓળખ કાર્ડ તરીકે ઓળખાય છે. બેંક ખાતું ખોલવું હોય , પાસપોર્ટ બનાવવો હોય, કોઈ સરકારી યોજનાનો લાભ લેવો હોય કે અન્ય કામ હોય આધાર કાર્ડની જરૂર અવશ્ય પડે છે. આધાર કાર્ડમાં 12 અંકનો યુનિક નંબર હોય છે. આ 12 અંકો કાર્ડધારકની ઓળખની સંપૂર્ણ માહિતી રેકોર્ડ હોય છે.

તે એક ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ હોવાથી તેનો ઉપયોગ ખૂબ જ સાવધાની સાથે કરવો જોઈએ. હવે માસ્ક આધાર કાર્ડ(mask aadhaar) આવી રહ્યા છે. માસ્ક આધાર કાર્ડમાં તમારા પ્રારંભિક 8 નંબર છુપાયેલા છે. આ નંબરોમાં ક્રોસ માર્ક્સ “xxxx-xxxx” છે. બાકીના 4 નંબરો પ્રકાશિત કરવામાં આવ્યા છે.

માસ્ક આધાર કાર્ડનો ફાયદો એ છે કે જો તમારું આધાર કાર્ડ અજાણ્યા લોકોના હાથમાં જાય તો પણ કોઈ તેનો દુરુપયોગ કરી શકે નહીં. તમે તમારા જૂના આધાર કાર્ડને માસ્ક આધાર કાર્ડમાં પણ રૂપાંતરિત કરી શકો છો. અને આ કામ સરળતાથી ઓનલાઈન કરી શકાય છે. તમે તેને તમારા કમ્પ્યુટર પર ડાઉનલોડ કરી શકો છો.

આ પણ વાંચો :  Digital India મિશનની સફળતાં દેશના દિગ્ગ્જ કારોબારીઓએ વર્ણવી, કેશ સામે QR નો વધીરહ્યો છે વ્યાપ

આ પણ વાંચો : સરકારી કર્મચારીઓ માટે અગત્યના સમાચાર : કેન્દ્ર સરકારે DA માં 9% નો કર્યો વધારો! જાણો ક્યા કર્મચારીઓને મળશે લાભ

g clip-path="url(#clip0_868_265)">