બે દિવસમાં 6 કરોડ નોકરિયાતોના PF ખાતામાં 8.5% વ્યાજ જમા થશે, આ રીતે જાણો ખાતાની સ્થિતિ

|

Jul 29, 2021 | 7:41 AM

મોદી સરકારે નાણાકીય વર્ષ 2020-21 માટે 8.5 ટકા વ્યાજને મંજૂરી આપી છે. સૂત્રો અનુસાર PF ના નાણાં જુલાઈના અંત સુધીમાં મળી શકે છે. એટલે કે 31 જુલાઈ સુધી પીએફ એકાઉન્ટ ધારકો એવી અપેક્ષા રાખી રહ્યા છે કે તેમના PF ખાતામાં પૈસા આવશે.

સમાચાર સાંભળો
બે દિવસમાં 6 કરોડ નોકરિયાતોના PF ખાતામાં 8.5% વ્યાજ જમા થશે, આ રીતે જાણો ખાતાની સ્થિતિ
8.5% interest will be credited to the PF account in 2days

Follow us on

આગામી એક કે બે દિવસમાં નોકરિયાતો માટે એક સારા સમાચાર આવી રહ્યા છે. PF એકાઉન્ટ ધારકોને આ અઠવાડિયામાં 8.5 ટકા વ્યાજની રકમ મળી શકે છે. જો તમે એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) ના સભ્ય છો, તો તમને ફાયદો થશે. મોદી સરકારે નાણાકીય વર્ષ 2020-21 માટે 8.5 ટકા વ્યાજને મંજૂરી આપી છે. સૂત્રો અનુસાર PF ના નાણાં જુલાઈના અંત સુધીમાં મળી શકે છે. એટલે કે 31 જુલાઈ સુધી પીએફ એકાઉન્ટ ધારકો એવી અપેક્ષા રાખી રહ્યા છે કે તેમના PF ખાતામાં પૈસા આવશે.

જાણો શું છે મામલો?
શ્રમ મંત્રાલયની મંજૂરી પછી ઇપીએફઓના સબસ્ક્રાઇબર્સના ખાતામાં 8.5 ટકાના દરે નાણાં જમા થશે. નાણાકીય વર્ષ 2019-20માં છેલ્લી વખત KYC ની સમસ્યાઓના કારણે ઘણા સબ્સ્ક્રાઇબર્સને લમ્બો સમય રાહ જોવી પડી હતી. EPFO એ 2020-21 નાણાકીય વર્ષના વ્યાજ દરમાં કોઈ ફેરફાર કર્યા વિના 8.5 ટકાના દરે જાળવી રાખવાનો નિર્ણય લીધો હતો. છેલ્લા 7 વર્ષમાં આ સૌથી નીચો વ્યાજ દર છે. અગાઉ વર્ષ 2012-13માં સરકારે 8.5 ટકાના દરે વ્યાજ આપ્યું હતું.

ખાતામાં પૈસા જમા થવાના અહેવાલો બાદ ચોક્કસ દરેક ખાતા ધારક આ રકમ પોતાના ખાતામાં આવી કે નહિ તે જાણવા ઉત્સુક રહેશે. અમે તમને પૈસા ખાતામાં જમા થયા કે નહિ તે જાણવાની ૪ સરળ રીત જણાવી રહ્યા છીએ

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

1. મિસ્ડ કોલ દ્વારા બેલેન્સ જાણો
તમારા PFના પૈસાની સ્થિતિ ચેક કરવા માટે તમારે તમારા નોંધાયેલા મોબાઈલ નંબર પરથી 011-22901406 પર મિસ કોલ આપવો પડશે. આ પછી તમને EPFOના મેસેજ દ્વારા PFની વિગતો મળશે. અહીં પણ તમારું UAN, PAN અને Adhaar લિંક હોવું જરૂરી છે.

2. ઓનલાઇન બેલેન્સ ચેક કરો
1. ઓનલાઇન બેલેન્સ ચેક કરવા માટે EPFO ની વેબસાઇટ પર લ લોગ ઇન કરો, epfindia.gov.in માં ઇ-પાસબુક પર ક્લિક કરો.
2. હવે તમારી ઇ-પાસબુક પર ક્લિક કરવા પર એક નવું પેજ passbook.epfindia.gov.in પર આવશે.
3. હવે અહીં તમે તમારું યુઝર નામ (UAN નંબર), પાસવર્ડ અને કેપ્ચા ભરો
4. વિગતો ભર્યા પછી તમે એક નવા પેજ પર આવશો અને અહીં તમારે મેંબર આઈડી પસંદ કરવાનું રહેશે.
5. અહીં તમને ઇ-પાસબુક પર તમારું ઇપીએફ બેલેન્સ મળશે.

3. ઉમંગ એપ પર બેલેન્સ આ રીતે ચકાસો
1. આ માટે તમારી ઉમંગ એપ્લિકેશન (Unified Mobile Application for New-age Governance) ખોલો અને EPFO પર ક્લિક કરો.
2. હવે બીજા પેજ પર employee-centric services પર ક્લિક કરો.
3. અહીં તમે ‘વ્યૂ પાસબુક’ પર ક્લિક કરો. આ સાથે તમે તમારો યુએન નંબર અને પાસવર્ડ (ઓટીપી) નંબર દાખલ કરો
4. તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર ઓટીપી આવશે. આ પછી તમે તમારું પીએફ બેલેન્સ ચકાસી શકો છો.

4. SMS દ્વારા બેલેન્સ તપાસો
જો તમારો UAN નંબર EPFO સાથે નોંધાયેલ છે તો પછી તમે મેસેજ દ્વારા તમારા PF બેલેન્સ વિશેની માહિતી મેળવી શકો છો. આ માટે તમારે 7738299899 પર EPFOHO મોકલવો પડશે. આ પછી તમને મેસેજ દ્વારા PFની માહિતી મળશે. જો તમને હિન્દી ભાષામાં માહિતી જોઈએ છે તો તમારે EPFOHO UAN લખીને મોકલવી પડશે. પીએફ બેલેન્સ જાણવા માટેની આ સેવા અંગ્રેજી, પંજાબી, મરાઠી, હિન્દી, કન્નડ, તેલુગુ, તમિલ, મલયાલમ અને બંગાળીમાં ઉપલબ્ધ છે. પીએફ બેલેન્સ માટે, તમારું યુએન( UAN), બેંક ખાતું, પાન(PAN) અને આધાર (AADHAR) ને લિંક થયેલ હોવું આવશ્યક છે.

Published On - 7:31 am, Thu, 29 July 21

Next Article