7th Pay Commission: જૂલાઈમાં સરકારી કર્મચારીઓને મળી શકે Good News, દર વર્ષે થશે હજારોની રકમનો ફાયદો

|

Jun 04, 2022 | 12:21 PM

સાતમાં પગારપંચ (7th Pay Commission)હેઠળ સરકારી કર્મચારી અને પેન્શન મેળવતા કર્મચારીઓને મોંઘવારીના મારથી બચાવવા તેમના પગાર અને પેન્શનમાં DA કમ્પોનન્ટને જોડવામાં આવશે.

7th Pay Commission: જૂલાઈમાં સરકારી કર્મચારીઓને મળી શકે Good News, દર વર્ષે થશે હજારોની રકમનો ફાયદો
File Image

Follow us on

કેન્દ્ર સરકાર (Central Govt Employees) પોતાના લાખો કર્મચારીને નવી ભેટ આપી શકે છે. મીડિયામાં આવી રહેલા અહેવાલ પ્રમાણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના (Narendra Modi) નેતૃત્વવાળી સરકારમાં જૂલાઈ મહિનામાં ફરી એક વાર મોંઘવારી ભથ્થું જાહેર (DA)કરવામાં આવશે. આ વખતે  સાતમા પગાર પંચ (7th Pay Commission) પ્રમાણે ડીએમાં 4 ટકાનો વધારો થાય તેવી શકયતા છે. જો આમ થાય છે તો કેન્દ્ર સરકારના આશરે 50 લાખ કર્મચારીઓના પગાર ફરીથી વધશે.

આગામી મહિને થઈ શકે છે જાહેરાત

અહેવાલ પ્રમાણે સતત 2 મહિના AICPI ઈન્ડેક્સ ઓછો થયો, પરંતુ ત્યારબાદ ફરીથી માર્ચમાં તેમાં વધારો જોવા મળ્યો. આ ઈન્ડેક્સ જાન્યુઆરીમાં ઘટીને 125.1 પર આવી ગયો હતો અને ફેબ્રુઆરીમાં તે ઘટીને 125 પોઈન્ટ રહી ગયો હતો. જોકે માર્ચ મહિનામાં તે એક પોઈન્ટ વધીને 126 પર પહોંચી ગયો હતો. તે કારણે જ ફરીથી એક વાર મોંઘવારી ભથ્થું વધારવા માટેનું અનુમાન થઈ રહ્યું છે. એવું માનવામાં આવે છે કે કેન્દ્ર સરકાર એક જૂલાઈથી ડીએને 4 ટકા વધારવાની જાહેરાત કરશે.

સરકારી કર્મચારી અને પેન્શન ધારકોને મોંઘવારીના મારથી બચાવવા તેમની સેલરી પેન્શનમાં ડીએ કંપોનન્ટ જોડવામાં આવ્યું છે. સાતમાં પગાર પંચ પ્રમાણે વર્ષમાં બે વાર જાન્યુઆરી અને જૂલાઈમાં મોંઘવારી ભથ્થુ વધશે. માર્ચમાં AICPIનો ઈન્ડેક્સ વધવાને પરિણામે લોકોને એવી આશા છે કે ફરીથી મોંઘવારી 4 ટકા વધશે. કારણ કે મોંઘવારી ભથ્થામાં સંશોધન AICPI ના ઇન્ડેક્સના આધારે જ કરવામાં આવે છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

મોંઘવારી ભથ્થાનું પ્રમાણ 38 ટકા થશે

સરકારે પહેલા જ એક વર્ષમાં એક વાર મોંઘવારી ભથ્થું 3 ટકા વધાર્યું હતું. હાલમાં કેન્દ્રીય કર્મચારીઓને 34 ટકાના દરે મોંઘવારી ભથ્થું મળે છે, જો જૂલાઈમાં તે વધારવામાં આવે છે તો ડીએ 38 ટકા થઈ જશે અને 50 લાખ કરતાં વધુ કર્મચારીઓને તેનો લાભ મળશે.

ડીએ વધવાથી આટલો વધશે પગાર

જો એક જૂલાઈએ ડીએ વધીને 38 ટકા થાય છે તો દરેક ગ્રેડના કેન્દ્રીય કર્મચારીની સેલરી તેમના પે સ્કેલના આધારે વધશે. જેની બેઝિક સેલરી 56, 900 છે તેવા કર્મચારીને દર મહિને 19, 346 રૂપિયા ડીએ મળે છે તો તેવામાં ડીએ 38 ટકા વધતા માસિક રકમ 21, 622 રૂપિયા થશે. તેનો અર્થ એ થયો કે કર્મચારીનો મહિને પગાર 2, 276 છે તેની વાર્ષિક સેલરી 27, 312 રૂપિયા વધશે. જો કર્મચારીનો પગાર 18,000 રૂપિયા છે તો  તેને હાલમાં 31 ટકાના દરે DA 6, 120 રૂપિયા મળે છે. જો જુલાઈમાં  DAમાં 4 ટકાનો વધારો થાય છે તો  કર્મચારીને વાર્ષિક 6,840 રૂપિયાનો ફાયદો થશે.

Published On - 11:19 pm, Fri, 3 June 22

Next Article