દિવાળી પહેલા સરકારનો મોટો નિર્ણય, 1 જુલાઈથી કેન્દ્રીય કર્મચારીઓને મળશે 31 ટકા મોંઘવારી ભથ્થું

જે 1 જુલાઈ 2021થી મળશે. નાણા મંત્રાલય હેઠળના ખર્ચ વિભાગે ઓફિસ મેમોરેન્ડમમાં જણાવ્યું હતું કે 'મૂળ પગાર'નો અર્થ 7માં પગાર પંચ મુજબ મળેલો પગાર છે અને તેમાં અન્ય કોઈ વિશેષ પગાર અથવા ભથ્થાનો સમાવેશ થતો નથી.

દિવાળી પહેલા સરકારનો મોટો નિર્ણય, 1 જુલાઈથી કેન્દ્રીય કર્મચારીઓને મળશે 31 ટકા મોંઘવારી ભથ્થું
File Image

દિવાળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ મળવાની છે. નાણા મંત્રાલયે (Finance Ministry) કહ્યું કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા (Dearness Allowance)ને મૂળ વેતનના 28 ટકાથી વધારીને 31 ટકા કરી દેવામાં આવ્યું છે.

 

જે 1 જુલાઈ 2021થી મળશે. નાણા મંત્રાલય હેઠળના ખર્ચ વિભાગે ઓફિસ મેમોરેન્ડમમાં જણાવ્યું હતું કે ‘મૂળ પગાર’નો અર્થ 7માં પગાર પંચ મુજબ મળેલો પગાર છે અને તેમાં અન્ય કોઈ વિશેષ પગાર અથવા ભથ્થાનો સમાવેશ થતો નથી.

 

કેન્દ્રીય મંત્રીમંડળે ગયા અઠવાડિયે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું અને પેન્શરનરો માટે મોંઘવારી રાહતને 3 ટકા વધારવાની મંજૂરી આપી હતી. આ નિર્ણયથી કેન્દ્ર સરકારના લગભગ 47.14 લાખ કર્મચારીઓ અને 68.62 લાખ પેન્શનરોને ફાયદો થશે. આ વર્ષે જુલાઈમાં ડીએના દર 17 ટકાથી વધારીને 28 ટકા કરી દેવામાં આવ્યા હતા. હવે 3 ટકાના વધારા સાથે ડીએનો દર 31 ટકા થઈ જશે.

શું હોય છે મોંઘવારી ભથ્થું?

સરકારી કર્મચારીઓના જીવનધોરણને સુધારવા માટે મોંઘવારી ભથ્થું (DA) આપવામાં આવે છે. મોંઘવારી વધ્યા બાદ પણ કર્મચારીના જીવનધોરણના સ્તર પર કોઈ પ્રકારની અસર ના પડે તે માટે તેમાં વધારો કરવામાં આવે છે. આ ભથ્થુ સરકારી કર્મચારીઓ, પબ્લિક સેક્ટરના કર્મચારીઓ અને પેન્શનધારકોને આપવામાં આવે છે.

તેની શરૂઆત બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન થઈ હતી. તે સમયે તેને ડીયરનેસ ફૂડ એલાઉન્સ કહેવામાં આવતું હતું. ભારતમાં મુંબઈમાં વર્ષ 1972માં સૌથી પહેલા મોંઘવારી ભથ્થાની શરૂઆત થઈ હતી. ત્યારબાદ કેન્દ્ર સરકાર તમામ સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થા આપવા લાગી.

 

કયા આધારે નક્કી થાય છે ડીએ?

Dearness Allowance કર્મચારીઓના વેતનના આધાર પર આપવામાં આવે છે. શહેરી, અર્ધશહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં નોકરી કરનારા સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું અલગ અલગ હોય છે. ડિયરનેસ એલાઉન્સની ગણતરી મૂળ વેતન પર થાય છે. મોંઘવારી ભથ્થાની ગણતરી માટે એક ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે. જે ગ્રાહક ભાવ સૂચકાંક દ્વારા નક્કી કરવામાં આવે છે.

 

આ પણ વાંચો: સંસદનું શિયાળુ સત્ર 29 નવેમ્બરથી શરૂ થશે, વિપક્ષ આ મુદ્દાઓ પર સરકારને ઘેરી શકે છે

 

આ પણ વાંચો: પ્રધાનમંત્રી રામબાણ સુરક્ષા યોજનામાં મળશે 4 હજાર, આ ફેક યોજનાના ખોટા મેસેજથી રહેજો સાવધાન

Click on your DTH Provider to Add TV9 Gujarati