7th Pay Commission : કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર , સપ્ટેમ્બરથી પગાર વધારો મળશે , સરકારે મંજૂરીની મહોર લગાવી

|

Jul 21, 2021 | 7:42 AM

કેન્દ્રીય મંત્રીમંડળે 1 જુલાઇથી કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું (Dearness Allowance) અને મોંઘવારી રાહત (Dearness relief) માં દરમાં 11 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો હતો. અત્યારસુધી તે 17 ટકા હતો જે વધીને 28 ટકા થયો છે.

7th Pay Commission : કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર ,  સપ્ટેમ્બરથી પગાર વધારો મળશે , સરકારે મંજૂરીની મહોર લગાવી
7th Pay Commission

Follow us on

7th Pay Commission Latest News: 52 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 60 લાખ પેન્શનરો છેલ્લા દોઢ વર્ષથી રાહ જોતા હતા તે ખુશખબર આખરે તેમના માટે આવી ચુકી છે. નાણાં મંત્રાલયે કેન્દ્ર સરકારના કર્મચારીઓને 1 જુલાઇથી વધારા સાથે 28 ટકા મોંઘવારી ભથ્થું (Dearness Allowance) આપવાના કેન્દ્રીય મંત્રીમંડળના નિર્ણયને લાગુ કરવાનો આદેશ જારી કર્યો છે.

કેન્દ્રીય મંત્રીમંડળે 1 જુલાઇથી કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું (Dearness Allowance) અને મોંઘવારી રાહત (Dearness relief) માં દરમાં 11 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો હતો. અત્યારસુધી તે 17 ટકા હતો જે વધીને 28 ટકા થયો છે. નાણાં મંત્રાલય અંતર્ગતના વ્યય વિભાગના ઓફિસ મેમોરેન્ડમમાં કહેવામાં આવ્યું છે કે 1 જુલાઇથી કર્મચારીઓને મોંઘવારી ભથ્થાનો દર 17 ટકાથી વધારીને 28 ટકા કરવામાં આવશે.

18 મહિનાથી DA-DR મળ્યા નથી
કોવિડ -19 ને કારણે કેન્દ્રએ 1 જાન્યુઆરી 2020 થી DA અને DRની ચુકવણી અટકાવી દીધી હતી. આને કારણે 1 જાન્યુઆરી 2020 થી 30 જૂન 2021 સુધી 18 મહિનાના DA-DR કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને ચૂકવવામાં આવ્યા નથી. જો કે 1 જાન્યુઆરી 2020 પહેલાંના દરે DA-DR ચૂકવવામાં આવે છે. કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે દર 6 મહિનામાં DA વધારવામાં આવે છે. કેન્દ્રએ જાન્યુઆરી 2020 માં DAમાં 4%, જૂન 2020 માં 3% અને જાન્યુઆરી 2021 માં 4% વધારો કર્યો છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

60 લાખ પેન્શનરોને DRનો લાભ મળશે
કેબિનેટના નિર્ણયથી કેન્દ્ર સરકારના આશરે 60 લાખ પેન્શનરોને પણ ફાયદો થશે કારણ કે કેન્દ્ર સરકારના કર્મચારીઓના DA લાભો સાથે તેમની મોંઘવારી રાહત (DR) લાભ પણ આપવામાં આવશે. કેન્દ્રીય મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે લગભગ 1.14 કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના ડી.એ. અને ડી.આર. જાન્યુઆરી 2020 થી જૂન 2021 ના ​​સમયગાળા માટે આપવામાં આવશે નહીં.

HRA માં 27% કરવામાં આવ્યું
DA વધારાની જાહેરાત બાદ કેન્દ્ર સરકારે HRA પણ વધારીને 27 ટકા કર્યો છે. હકીકતમાં વ્યય વિભાગે જુલાઇ 2017 ના રોજ એક આદેશ જારી કર્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે જ્યારે મોંઘવારી ભથ્થું 25 ટકાને પાર કરશે ત્યારે HRAમાં સુધારો કરવામાં આવશે. 1 જુલાઇથી મોંઘવારી ભથ્થું વધીને 28 ટકા થઈ ગયું છે જેના કારણે HRAમાં પણ સુધારો કરવામાં આવ્યો છે.

Next Article