સેન્સેક્સની TOP 10 પૈકી 7 કંપનીઓનું માર્કેટ કેપિટલ ૫૯,૨૫૯.૫૮ કરોડ રૂપિયા ગગડ્યું

|

Sep 21, 2020 | 11:27 AM

બે દિવસની સાપ્તાહીક રજા પછી આજે સપ્તાહના પહેલા દિવસે શેરબજારની દિશા ઉપર તમામની નજર બની છે.  સેન્સેક્સની TOP 10 પૈકી 7 કંપનીઓનું ગગડી રહેલું માર્કેટ  કેપિટલ  ચિંતાનો વિષય બન્યો છે. દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ RIL  સહીત ટોચની કંપનીઓએ માર્કેટ કેપિટલમાં ઘટાડાનો સામનો કરવો પડ્યો છે જોકે ટોપ ટેનમાં ૩ કંપનીઓ એ પણ […]

સેન્સેક્સની TOP 10 પૈકી 7 કંપનીઓનું માર્કેટ કેપિટલ ૫૯,૨૫૯.૫૮ કરોડ રૂપિયા ગગડ્યું

Follow us on

બે દિવસની સાપ્તાહીક રજા પછી આજે સપ્તાહના પહેલા દિવસે શેરબજારની દિશા ઉપર તમામની નજર બની છે.  સેન્સેક્સની TOP 10 પૈકી 7 કંપનીઓનું ગગડી રહેલું માર્કેટ  કેપિટલ  ચિંતાનો વિષય બન્યો છે. દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ RIL  સહીત ટોચની કંપનીઓએ માર્કેટ કેપિટલમાં ઘટાડાનો સામનો કરવો પડ્યો છે જોકે ટોપ ટેનમાં ૩ કંપનીઓ એ પણ રહી જે માર્કેટ કેપિટલ ગ્રોથ મામલે લાભમાં રહી છે.


એચયુએલ, એચડીએફસી બેંક અને કોટક મહિન્દ્રા બેન્ક, એચડીએફસી, આઇટીસી અને આઈસીઆઈસીઆઈ બેંકના માર્કેટ કેપમાં ૫૯,૨૫૯.૫૮ કરોડ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. સપ્તાહ દરમ્યાન હિન્દુસ્તાન યુનિલીવર HUL  ૧૪૩૨.૫૪ કરોડ, HDFC BANK – ૧૧૬૧૧.૬ કરોડ, કોટક મહિન્દ્રા બેન્ક – ૧૦૨૦૫.૧૧ કરોડ, ITC – ૫૭૮૩.૨૩ કરોડ ,  તો દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ RIL – ૯૦૨૭.૩૨ કરોડની માર્કેટ કેપિટલનો ઘટાડાનો સામનો કરવો પડ્યો છે. TCS , ઇન્ફોસિસ અને ભરતી એરટેલના બજાર મૂલ્યમાં તેજી નોંધાતા તેની માર્કેટ કેપમાં વધારો થયો છે.

સેન્સેક્સની ટોચની 10 કંપનીઓ અને માર્કેટ કેપની સ્થિતિ માહિતી

તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
     કંપની  વધ-ઘટ (કરોડમાં) હાલની માર્કેટકેપ  (કરોડમાં)
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (આરઆઈએલ) ૯૦૨૭ ઘટાડો ૧૫,૫૮,૯૮૭
ટી.સી.એસ. ૨૮,૯૧૨ વધારો ૯,૧૯,૬૧૫
એચ.ડી.એફ.સી. બેંક ૧૧,૬૧૧ ઘટાડો ૫,૮૧,૯૦૦
હિન્દુસ્તાન યુનિલીવર ૧૪૩૨૦ ઘટાડો ૪,૯૩,૦૦૭
ઈન્ફોસિસ ૨૪૩૪૨  વધારો ૪,૨૭,૦૨૫
એચ.ડી.ફ.સી. ૮૧૪૪ ઘટાડો ૩,૦૯,૦૭૬
ભારતી એરટેલ  ૨૭૫૫ વધારો ૨,૭૦,૯૭૭
આઇ.સી.આઈ.સી.આઇ.બેંક ૧૬૬ ઘટાડો ૨,૫૫,૦૮૨
કોટકહિન્દ્ર્રા બેંક ૧૦૨૦૫ ઘટાડો ૨,૫૩,૦૦૨
આઇ.ટી.સી. 5,૭૮૩ ઘટાડો ૨૨૦૫૦૦

 

આ પણ વાંચોઃઅમેરિકન કંપનીઓની ભાગીદારી થતા, ટિક્ટોક ઉપર અમેરિકામાં હવે નહી લાગે પ્રતિબંધ, અમેરિકામાં ટકવા ટિક્ટોકે મોટી કિંમત ચૂકવી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article