અમેરિકન કંપનીઓની ભાગીદારી થતા, ટિક્ટોક ઉપર અમેરિકામાં હવે નહી લાગે પ્રતિબંધ, અમેરિકામાં ટકવા ટિક્ટોકે મોટી કિંમત ચૂકવી

આખરે ભારત બાદ અમેરિકામાંથી પણ ટિક્ટોકના પ્રતિબંધનો ખતરો ટળ્યો છે. ટિક્ટોકે જો કે કારોબાર ટકાવી રાખવા સામે મોટી કિંમત ચૂકવી છે. ટિક્ટોકના અમેરિકામાં કારોબાર સંદર્ભે ઓરેકલ અને વોલમાર્ટ સાથે ડીલના પ્રસ્તાવને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. ટિક્ટોકની અમેરિકન ડીલ અનુસાર નવી કંપની બનાવી ૨૫ હજાર યુવાનોને […]

અમેરિકન કંપનીઓની ભાગીદારી થતા, ટિક્ટોક ઉપર અમેરિકામાં હવે નહી લાગે પ્રતિબંધ, અમેરિકામાં ટકવા ટિક્ટોકે મોટી કિંમત ચૂકવી
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Sep 21, 2020 | 11:08 AM

આખરે ભારત બાદ અમેરિકામાંથી પણ ટિક્ટોકના પ્રતિબંધનો ખતરો ટળ્યો છે. ટિક્ટોકે જો કે કારોબાર ટકાવી રાખવા સામે મોટી કિંમત ચૂકવી છે. ટિક્ટોકના અમેરિકામાં કારોબાર સંદર્ભે ઓરેકલ અને વોલમાર્ટ સાથે ડીલના પ્રસ્તાવને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે.

ટિક્ટોકની અમેરિકન ડીલ અનુસાર નવી કંપની બનાવી ૨૫ હજાર યુવાનોને નોકરી આપવી પડશે અને ટિક્ટોક અમેરિકામાં યુવાનોના શિક્ષણ માટે ૫ અરબ ડોલર અનુદાન આપવું પડશે. બીજી તરફ અમેરિકન નાગરિકોને ટ્રમ્પએ આશ્વાસન આપ્યું છે કે  ટિક્ટોક ચાલુ રખાશે તો સુરક્ષાનુ ૧૦૦ ટકા ધ્યાન રાખવામાં આવશે. સ્પષ્ટતા કરવામાં આવી છે કે નવી બનનાર કંપનીના ચીન સાથે કોઈ લેવાદેવા રહેશે નહિ.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

અમેરિકામાં ટિક્ટોકની નવી બનનાર કંપનીનું નામ ટિક્ટોક ગ્લોબલ રાખવામાં આવ્યું છે. કંપનીમાં ઓરેકલની ૧૨.૫ ટકાની ભાગેદારી છે. એપના તમામ દેતા ઓરેકલ પોતાની પાસે સુરક્ષિત રાખશે તો વોલમાર્ટની હિસ્સેદારી ૭.૫ ટકા રહેશે. આમતો ટિક્ટોકની મલિક કંપની બાઈટડાન્સની હિસ્સેદારી ૮૦ ટકા છે પણ તે કંપનીમાં ૪૦ ટકા ભાગીદારી અમેરિકનોની હોવાથી ઓરેકલ અને વોલમાર્ટ ઉપરાંત નિવેશકોને જોડવામાં આવે તો કંપનીમાં પરોક્ષરીતે અમેરિકાની હિસ્સેદારી ૫૩ ટકા થાય છે

આ પણ વાંચોઃરાજ્યસભામાં ધાંધલ ધમાલ કરનાર 8 સાંસદો સપ્તાહ માટે સસ્પેન્ડ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">